Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

DAHOD : ચોરી કરવા આવેલા તસ્કરે મકાન માલિક પર કુહાડી વડે ઘા ઝીંકી કરી નિર્મમ હત્યા

DAHOD : છેલ્લા થોડા સમયથી દાહોદ ( DAHOD ) જિલ્લામાં તસ્કરો આતંક વધી ગયો છે. જેને લઈને DAHOD જિલ્લામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગત મોડી રાત્રે સંજેલી તાલુકાના જીતપુરા ખાતે નિવૃત્ત શિક્ષક દીપસિંહ પલાસ પોતાના પરિવાર સાથે ઊંઘતા...
dahod   ચોરી કરવા આવેલા તસ્કરે મકાન માલિક પર કુહાડી વડે ઘા ઝીંકી કરી નિર્મમ હત્યા
Advertisement

DAHOD : છેલ્લા થોડા સમયથી દાહોદ ( DAHOD ) જિલ્લામાં તસ્કરો આતંક વધી ગયો છે. જેને લઈને DAHOD જિલ્લામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગત મોડી રાત્રે સંજેલી તાલુકાના જીતપુરા ખાતે નિવૃત્ત શિક્ષક દીપસિંહ પલાસ પોતાના પરિવાર સાથે ઊંઘતા હતા તે દરમિયાન રાત્રિના 2 વાગ્યાની આસપાસ તસ્કરએ ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં અવાજ થતાં દીપસિંહ ભાઈ જાગી ગયા જેને પગલે તસ્કરે કુહાડી વડે તેમના ઉપર હુમલો કર્યો હતો કુહાડીના ઘા થી દીપસિંહ ભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેમજ દીપસિંહ ભાઈની પત્ની ઉપર પણ હુમલા કરતાં તેમને પણ ઇજા પહોચી હતી.

તસ્કર એ ઘરમાં મૂકેલા 3.50 લાખની કિમતના સોનાના દાગીના તેમજ ઘર બહાર પાર્ક કરેલી ટવેરા લઈ તસ્કર ફરાર થઈ ગયો હતો અને સાતથી આઠ કિલોમીટર દૂર આવેલા ગાડીયા ધોળીઘાટી વિસ્તારમાં ખેતરમાં ગાડી મૂક ને ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્ત દંપતીને સારવાર અર્થે દાહોદ ખસેડાયા હતા. જ્યાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા દીપસિંહ ભાઈનું સારવાર દરમિયાન નિધન થયું હતું. બનાવને પગલે પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બનાવની ગંભીરતાને ધ્યાન લઈ દાહોદ એસપી, ડીવાયએસપી, એલસીબી સહિતની પોલીસની ટીમો જીતપુરા ખાતે દોડી આવી હતી. એફએસએલ ડોગ સ્કવોડ સહિતની મદદ લઈ સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરી છે. બનાવને પગલે આસપાસના રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Advertisement

અહેવાલ : સાબિર ભાભોર 

Advertisement

આ પણ વાંચો : LOKSABHA 2024 : ગુજરાતમાં આજે આ ઉમેદવારો નોંધાવશે પોતાની ઉમેદવારી, રૂપાલા ઉપર રહેશે સૌની નજર

Tags :
Advertisement

.

×