Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદ શહેરમાં રસ્તા પર રખડતું મોત, હજુ કેટલા લોકો બનશે ભોગ ?

અમદાવાદમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે. તાજેતરમાં જ શિવરંજની ચાર રસ્તા પર બસ અને બાઈકના અકસ્માતમાં એક યુવતીના મોત થયું હતું. ત્યારબાદ હવે ચર્ચાઓ તેજ બની છે કે કેમ કાયદાનું પાલન કરવામાં આવી રહ્યું નથી. શહેરમાં સવારે 8...
અમદાવાદ શહેરમાં રસ્તા પર રખડતું મોત  હજુ કેટલા લોકો બનશે ભોગ
Advertisement

અમદાવાદમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે. તાજેતરમાં જ શિવરંજની ચાર રસ્તા પર બસ અને બાઈકના અકસ્માતમાં એક યુવતીના મોત થયું હતું. ત્યારબાદ હવે ચર્ચાઓ તેજ બની છે કે કેમ કાયદાનું પાલન કરવામાં આવી રહ્યું નથી. શહેરમાં સવારે 8 થી રાત્રે 10 વાગ્યા સુધી ભારે વાહનોને પરવાનગી નથી તેમ છતા કેમ શહેરમાં ભારે વાહનો ફરી રહ્યા છે. જોકે, પરવાનગી વિના પ્રવેશ કરતા ભારે વાહનોના માલિકો પર જાહેરનામાનો ભંગ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે આવો જાણીએ શહેરમાં પરવાનગી વગર પ્રવેશ કરતા ભારે વાહનો પર કેટલો દંડ કરવામાં આવે છે...

અમદાવાદ પોલીસે જાહેરનામાના ભંગ વિરૂદ્ધ કાર્યવાહી કરી

Advertisement

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ભારે વાહનોને સૌથી વધુ જોવા મળતા હોય છે. અહીં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ અને જીઆઇડીસી હોવાના કારણે સૌથી વધુ ભારે વાહનો જોવા મળે છે. જોકે, તેનો રાત્રે 10 વાગ્યા પછીનો સમય નિર્ધારિત છે. તેમ છતા પણ ઘણા ભારે વાહનો પરવાનગી વિના શહેરમાં દોડી રહ્યા છે. જણાવી દઇએ કે, ભારે વાહનોના કેસમાં IPC કલમ 188 અને GP એક્ટ 131 મુજબ કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે શહેરમાં સૌથી વધુ ભારે વાહનો પૂર્વ વિસ્તારમાં દોડતા જોવા મળી જાય છે. જ્યા ટ્રાફિક વિભાગના કુલ 6 પોલીસ સ્ટેશન છે. આ 6 પોલીસ સ્ટેશનમાં છેલ્લા 1 વર્ષમાં કુલ 1338 કેસ કરવામાં આવ્યા છે. છેલ્લા 1 વર્ષમાં જાહેરનામાના ભંગ બદલ 123 લોકો સામે IPC ની કલમ 188 વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વર્ષ 2022માં કુલ 213 કેસ કરીને 5 લાખ 14 હજાર 500 રૂપિયા દંડ વસુલવામાં આવ્યો તો. વર્ષ 2023માં પૂર્વ વિસ્તારમાં 1338 કેસમાં 37 લાખ 36 હજાર 300 રૂપિયા દંડ વસુલવામાં આવ્યો હતો. પૂર્વ વિસ્તારમાં આઈ ટ્રાફિક પોલીસ મથકે સૌથી વધુ 17 લાખ રૂપિયા દંડ વસુલ્યો હતો. કે ટ્રાફિક પોલીસે 8 લાખ 73 હજાર, જી ટ્રાફિક પોલીસે 6 લાખ 27 હજાર, જે ટ્રાફિક પોલીસે 3 લાખ 66 હજાર, એચ ટ્રાફિક પોલીસે 93 હજાર 500 રૂપિયા, એફ ટ્રાફીક પોલીસે 71 હજાર 500 રૂપિયા દંડ વસુલ્યો હતો.

Advertisement

શહેરમાં ભારે વાહનો દોડાવવાની છે સમય મર્યાદા

અમદાવાદ શહેરમાં ભારે વાહનો તમને દિવસના સમયે પણ જોવા મળી જાય છે. પણ શું તમે જાણો છો કે ભારે વાહનો માટે ચોક્કસ સમય મર્યાદા છે. જીહા, ચોક્કસ સમય મર્યાદા હોવા છતા પણ શહેર પોલીસ કમિશનરનાં જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે. ભારે વાહન અને ખાનગી બસને સવારના 8 વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું હોવા છતાં પણ શહેરમાં બેરોકટોક રીતે ખાનગી બસો દોડી રહી છે. આ બસો દિવસ દરમિયાન રોડ પર દોડતા મોતની જેમ ફરી રહી છે. ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેક કરતા સામ આવ્યું કે, દિવસ દરમિયાન પણ રોડ પર બેફામ બસો દોડી રહી છે.

કેટલો કરવામાં આવ્યો દંડ ?

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ભારે વાહનોને સૌથી વધુ જોવા મળતા હોય છે. અહીં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ અને જીઆઇડીસી હોવાના કારણે સૌથી વધુ ભારે વાહનો જોવા મળે છે. જોકે, તેનો રાત્રે 10 વાગ્યા પછીનો સમય નિર્ધારિત છે. તેમ છતા પણ ઘણા ભારે વાહનો પરવાનગી વિના શહેરમાં દોડી રહ્યા છે. જણાવી દઇએ કે, ભારે વાહનોના કેસમાં IPC કલમ 188 અને GP એક્ટ 131 મુજબ કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે શહેરમાં સૌથી વધુ ભારે વાહનો પૂર્વ વિસ્તારમાં દોડતા જોવા મળી જાય છે. જ્યા ટ્રાફિક વિભાગના કુલ 6 પોલીસ સ્ટેશન છે. આ 6 પોલીસ સ્ટેશનમાં છેલ્લા 1 વર્ષમાં કુલ 1338 કેસ કરવામાં આવ્યા છે. છેલ્લા 1 વર્ષમાં જાહેરનામાના ભંગ બદલ 123 લોકો સામે IPC ની કલમ 188 વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વર્ષ 2022માં કુલ 213 કેસ કરીને 5 લાખ 14 હજાર 500 રૂપિયા દંડ વસુલવામાં આવ્યો તો. વર્ષ 2023માં પૂર્વ વિસ્તારમાં 1338 કેસમાં 37 લાખ 36 હજાર 300 રૂપિયા દંડ વસુલવામાં આવ્યો હતો. પૂર્વ વિસ્તારમાં આઈ ટ્રાફિક પોલીસ મથકે સૌથી વધુ 17 લાખ રૂપિયા દંડ વસુલ્યો હતો. કે ટ્રાફિક પોલીસે 8 લાખ 73 હજાર, જી ટ્રાફિક પોલીસે 6 લાખ 27 હજાર, જે ટ્રાફિક પોલીસે 3 લાખ 66 હજાર, એચ ટ્રાફિક પોલીસે 93 હજાર 500 રૂપિયા, એફ ટ્રાફીક પોલીસે 71 હજાર 500 રૂપિયા દંડ વસુલ્યો હતો.

છેલ્લા 2 વર્ષમાં શહેરમાં કેટલા થયા અકસ્માત ?

અમદાવાદ શહેરમાં ભારે વાહનોની અવર-જવર સતત વધી રહી છે. જેના કારણે શહેરીજનો ભયમાં જોવા મળી રહ્યા છે. જો છેલ્લા 2 વર્ષમાં શહેરમાં અકસ્માતથી થયેલા મોતના આંકડાની વાત કરીએ તો તે આશ્ચર્યજનક જોવા મળી રહ્યા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 2 વર્ષમાં 2650 અકસ્માત પોલીસ ચોપડે નોંધાયા છે. શહેરમાં રોજના સરેરાશ 4 અકસ્માત થાય છે. છેલ્લા 2 વર્ષમાં અમદાવાદ શહેરમાં કુલ 880 લોકોના મોત થયા છે. ઉપરાંત 1179 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે અને 600 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. શહેરના કુલ 2650 અકસ્માતમાં કુલ 2475 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 175 જેટલી હિટ એન્ડ રનની ઘટનામાં આરોપી પોલીસ પકડથી દૂર રહ્યા છે. રોજના થતાં સરેરાશ 4 અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત અને 2 વ્યક્તિ ગંભીર રીતે જ્યારે 1 વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોચે છે.

શહેરના માત્ર 45 જંકશન પર CCTV કેમેરા

અમદાવાદ શહેરના માત્ર 45 જંકશન પર CCTV કેમેરા છે. જેના કારણે અકસ્માત કરેલા લોકો ફરાર થઈ જતાં હોય છે. જો વર્ષ 2022ની વાત કરીએ તો આ સમયગાળામાં 1447 અકસ્માતો સર્જાયા હતા. જેમાં 467 વ્યક્તિના મોત અને 662 ગંભીર અકસ્માત થયા હતા. જ્યારે 318 સામાન્ય અકસ્માત થયા હતા. જ્યારે ચાલુ વર્ષે કુલ 1203 અકસ્માત થયા છે. જેમાં કુલ 413 લોકોના મોત થયા છે અને 517 ગંભીર અકસ્માત જ્યારે 273 સામાન્ય અકસ્માત થયા છે. અમદાવાદ ટ્રાફિક વિભાગ અને કોર્પોરેશનના દ્વારા આવનારા સમયમાં શહેરના વધુ કેમેરા લગાવવા અંગે વિચારણા કરવામાં આવી રહી હતી. જે જંકશન પર બંધ કેમેરા હશે તે ચાલુ કરવામાં આવશે અને શહેરના બ્રિજ પર પણ કેમેરા લગાવવામાં આવશે

આ પણ વાંચો - Gujarat : વીજળી પડવાના કારણે થયેલા મૃત્યું અંગે ગૃહમંત્રી અમિતભાઈ શાહે દુ:ખ વ્યક્ત કર્યુ

આ પણ વાંચો - Vadodara : 7 વર્ષથી 3 હજાર આવાસ અને 200 દુકાનો ખાઇ રહી છે ધૂળ..વાંચો, અહેવાલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×