Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હિંમતનગરમાં જાહેર રસ્તાઓ પર ચાલતી નોનવેજની હાટડીઓ બંધ કરાવવા માંગ

Himatnagar News : વહીવટી તંત્ર (administration) દ્વારા ખાસ્સા સમય અગાઉ જાહેર રસ્તા (public roads) પર ખુલ્લેઆમ નોનવેજ (non-veg) વેચવાનો પ્રતિબંધ મુકયો હોવા છતાં અનેક લોકો આજે પણ હિંમતનગર (Himatnagar) ના વિવિધ જાહેર રસ્તા પર સાંજના સમયે નોનવેજની હાટડી (non-veg stalls)...
હિંમતનગરમાં જાહેર રસ્તાઓ પર ચાલતી નોનવેજની હાટડીઓ બંધ કરાવવા માંગ
Advertisement

Himatnagar News : વહીવટી તંત્ર (administration) દ્વારા ખાસ્સા સમય અગાઉ જાહેર રસ્તા (public roads) પર ખુલ્લેઆમ નોનવેજ (non-veg) વેચવાનો પ્રતિબંધ મુકયો હોવા છતાં અનેક લોકો આજે પણ હિંમતનગર (Himatnagar) ના વિવિધ જાહેર રસ્તા પર સાંજના સમયે નોનવેજની હાટડી (non-veg stalls) ઓ ખુલ્લેઆમ ચલાવી રહયા છે. તેમ છતાં તેમની સામે કોઈ કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ કરીને તાજેતરમાં મહેતાપુરાના એક રહીશે હિંમતનગર પાલિકાના ચીફ ઓફીસર (Chief Officer of Himatnagar Municipality) ને ઘટતી કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Himatnagar તંત્રની નિંદર ક્યારે ઉડશે ?

આ અંગે એક જાગૃત નાગરિકે લેખિત રજુઆતમાં કરેલા આક્ષેપ મુજબ હિંમતનગર (Himatnagar) ના હુસેનીચોક અને જુના બજાર વિસ્તારમાં છેલ્લા ગણા સમયથી સાંજના સુમારે કેટલાક માથાભારે તત્વો ખુલ્લે આમ નોનવેજની હાટડીઓ ચલાવી રહ્યા છે. જેના લીધે અવાર નવાર ગંદકીનો ઉપદ્રવ થઈ રહ્યો છે તેમ છતાં આરોગ્ય વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા દેખાવ ખાતર આવા લોકોને પકડી નજીવો વહીવટી ચાર્જ લઈને છોડી મુકવામાં આવતા હોવાનો રજુઆતમાં આક્ષેપ કરાયો છે. જુના બજાર વિસ્તારમાં ચાલતી આ હાટડીઓ તેમજ લારીઓ જયાં ઉભી રહે છે તેના માલિકાઓ નગરપાલિકામાં નોંધણી, વ્યવસાય વેરો અને ફુડ લાયસન્સ લીધુ છે કે નહીં તેની તપાસ સત્વરે કરીને ચીફ ઓફીસરે કાયદાની પરવા ન કરતાં ઈસમો સામે સખ્ત કાર્યવાહી કરવી જોઈએ.

Advertisement

અહેવાલ - યશ ઉપાધ્યાય

Advertisement

આ પણ વાંચો - ‘શ્રાવણ’માં ટ્રેનોમાં ‘નોન વેજ’ નહીં મળે? IRCTC એ ટ્વિટ કરીને આપ્યો જવાબ

આ પણ વાંચો - સાબરકાંઠા નગરપાલિકા આકરાં પાણીએ : જિલ્લા કલેક્ટરના જાહેરનામા તેમજ ફુડ એન્ડ સેફ્ટીના ભંગ બદલ કાર્યવાહી

Tags :
Advertisement

.

×