Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

SURAT : નર્મદ યુનિવર્સિટીની સિન્ડિકેટ, સેનેટનું વિસર્જન થતાં શિક્ષણ જગતમાં હડકંપ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ, સેનેટનું વિસર્જન થયું હોવાની ચર્ચા ઉઠી છે. બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ લાગુ થતાં કાઉન્સિલના માળખાનું વિસર્જન થઈ ગયું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ સાથે જ એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. આમ...
surat   નર્મદ યુનિવર્સિટીની સિન્ડિકેટ  સેનેટનું વિસર્જન થતાં શિક્ષણ જગતમાં હડકંપ
Advertisement

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ, સેનેટનું વિસર્જન થયું હોવાની ચર્ચા ઉઠી છે. બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ લાગુ થતાં કાઉન્સિલના માળખાનું વિસર્જન થઈ ગયું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ સાથે જ એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યોની નિમણૂક કરવામાં આવી છે.

આમ તો યુનિવ્સિટીમાં નામાંકિત સભ્યોની મુદત અઢી વર્ષની હોય છે અને કોઈપણ સભ્યની ઉંમર ૬૨ વર્ષની વય મર્યાદામાં રાખવામાં આવી છે.વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વર્તમાન સત્તાધિશોનું વિસર્જન થયું છે. સિન્ડિકેટ, સેનેટ, એકેડેમિક કાઉન્સિલ સહિતના લોકોની બાદબાકી કરી નવા સત્તા મંડળો બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલના નિર્ણયને  અમલમાં મુકવામાં આવ્યો છે.

Advertisement

નર્મદ યુનિવર્સિટિ

નર્મદ યુનિવર્સિટિ

Advertisement

ઉલેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા પબ્લીક યુનિવર્સિટી બીલને અમલમાં મૂકયા બાદ રાજ્યની તમામ યુનિવર્સિટીના વહીવટી માળખા, પ્રણાલીમાં બદલાવ આવવાની ચર્ચા સેવાઈ હતી. તેવામાં નર્મદ યુનિવર્સિટીમાં આવેલા નવા ફેરફારએ સૌ કોઈ ને આશ્ચર્યમાં મૂકી દીધા છે. યુનિવર્સિટી દ્વારા મંગળવારે મોડી સાંજે સત્તાવાર રીતે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.

જે મુજબ યુનિવર્સિટી, કોલેજ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં ચેરપર્સન સહિત ૧૮ સભ્યોમાંથી ૯ સભ્યોની નિમણૂક કરવામાં આવી હોવાનું કુલપતિ એ જણાવ્યું હતું. જ્યારે એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં ચેરપર્સન સહિત ૨૨ સભ્યોમાંથી ૧૨ સભ્યોની પસંદગી કરવામાં આવી છે. આ સાથે  બંને સત્તા મંડળોમાં ફક્ત એક-એક મહિલાનીને સિલેક્ટ કરતા અન્યના સ્વપ્ન પણ પાણી ફરી વળ્યુ છે.

હાલ સમગ્ર શિક્ષણજગતમાં ભારે હડકંપ મચી ગયો છે. નિમણુક થયેલા સભ્યમાં કુલપતિ.  ડો.કે.એન. ચાવડા, પરીક્ષા નિયામક અરવિંદ ધડુક , વિભાગીય વડા, રજીસ્ટ્રાર ડો.રમેશદાન ગઢવી અને રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત ચાર સભ્યો અને ઉદ્યોગ ક્ષેત્રના પ્રતિનિધી તરીકે એક વ્યક્તિ અને એક શિક્ષકની પસંદગી કરાઈ છે. યુનિવર્સિટીએ એક્ઝીક્યુટીવ કાઉન્સિલની કરેલી જાહેરાતમાં આ નામની પસંદગી કરાઈ છે.

યુનિવર્સિટીની સેનેટ, સિન્ડિકેટ માળખું વિસર્જિત થતાં હાલ શિક્ષણ જગતમાં સન્નાટો ફેલાયો છે. કારણ કે દક્ષિણ ગુજરાતની ૨૫૦ કોલેજનું સંચાલન કરતી અને ૩ લાખ વિદ્યાર્થીઓને ભણાવતી વીર નર્મદ યુનિવર્સિટીના વહીવટી માળખામા એક મોટો ફેરફાર કરાયો છે.

અહેવાલ - રાબીયા સાલેહ 

આ પણ વાંચો -- Shocking : રાજ્યની સરકારી શાળાઓમાંથી 4300 શિક્ષકોને કરાશે છૂટા

Tags :
Advertisement

.

×