Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dussehra 2023 : ફાફડા અને જલેબીના ભાવ પહોંચ્યા આસમાને, જાણો ભાવ વધારા પાછળનું કારણ...

ફાફડા જલેબીની વાત આવે તો ભલભલાને મોંમાં પાણી આવી જાય છે. પરંતુ આ અખતે દશેરાના દિવસે ફાફડા અને જલેબીનો સ્વાદ મોંઘો પાડવાનો છે. તમને ખબર હશે કે દર વર્ષે દશેરાના દિવસે કરોડો રૂપિયાના ફાફડા અને જલેબી અમદાવાદીઓ આરોગી જાય છે....
dussehra 2023   ફાફડા અને જલેબીના ભાવ પહોંચ્યા આસમાને  જાણો ભાવ વધારા પાછળનું કારણ
Advertisement

ફાફડા જલેબીની વાત આવે તો ભલભલાને મોંમાં પાણી આવી જાય છે. પરંતુ આ અખતે દશેરાના દિવસે ફાફડા અને જલેબીનો સ્વાદ મોંઘો પાડવાનો છે. તમને ખબર હશે કે દર વર્ષે દશેરાના દિવસે કરોડો રૂપિયાના ફાફડા અને જલેબી અમદાવાદીઓ આરોગી જાય છે. પણ આ વખતે ખાદ્ય તેલના ભાવ આસમાને પહોંચી જતા ફાફડા અને જલેબીના ભાવમાં 10 ટકાથી વધુનો વધારો જોવા મળી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, દશેરાના દિવસે ગુજરાતમાં વર્ષોથી લોકો ફાફડા અને જલેબી ખાવાની પરંપરા નિભાવતા આવે છે. ત્યારે આ વખતે ફાફડા અને જલેબીનો સ્વાદ મોંઘો પાડવાનો છે. વધતી મોંઘવારીના કારણે ફરસાણની ચીજવસ્તુઓના ભાવમાં મ્પ્ત્પ વધારો જોવા મળે છે.

Advertisement

અમદાવાદમાં ફાફડાના પ્રતિ કીલોના ભાવ 700 થી 800 થયા છે. જે પહેલા ફાફડાના ભાવ 400 હતા. શુદ્ધ ઘીની જલેબીના પ્રતિ કીલોના ભાવ 800 થી 1200 છે, જે શુદ્ધ ઘીની જલેબીના પહેલા 600 રૂપિયા હતા. તેલની જલેબીના પ્રતિકિલો ભાવ 800 થી 900 થયા છે. કેસર જલેબીના 500 થી 900 પહેલા કેસર જલેબીના 300 હતા.

Advertisement

ત્યારે દશેરાને લઈને ફરસાણની દુકાનોમાં તૈયારીઓ શરુ થઇ ગઈ છે. અનેક જગ્યાએ તો મોટા મોટા સ્ટોલ પણ બનાવવામાં આવ્યા છે. મહત્વનું છે કે, આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પ્રતીક એવા વિજયા દશમી પર્વને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે પરંતુ દશેરાની ઉજવણીની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને અમદાવાદમાં વર્ષોથી ફાફડા જલેબી ખાવાની પરંપરા છે.

આ પણ વાંચો : Ahmedabad : વધુ એક પરિણીતાનો આત્મહત્યા કરવાનો પ્રયાસ, ઊંઘની ગોળીઓ ખાઈ રિવરફ્રન્ટ પરથી ઝંપલાવ્યું

Tags :
Advertisement

.

×