Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આગામી ઓગષ્ટમાં ગુજરાતમાં રાજ્યસભાની 3 બેઠકો પર ચૂંટણી યોજાશે

આગામી ઓગષ્ટ માસમાં ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી યોજાવાની શક્યતા છે. ગુજરાતમાં 3 બેઠકો પર ચૂંટણી યોજાશે. વિદેશ મંત્રી એસ.જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાની ટર્મ પૂર્ણ થતાં આ ચૂંટણી યોજાવાની છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જાણ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જે...
આગામી ઓગષ્ટમાં ગુજરાતમાં રાજ્યસભાની 3 બેઠકો પર ચૂંટણી યોજાશે
Advertisement
આગામી ઓગષ્ટ માસમાં ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી યોજાવાની શક્યતા છે. ગુજરાતમાં 3 બેઠકો પર ચૂંટણી યોજાશે. વિદેશ મંત્રી એસ.જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાની ટર્મ પૂર્ણ થતાં આ ચૂંટણી યોજાવાની છે.
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જાણ
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જે રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે તે રાજ્યોના ચૂંટણી પંચને પત્ર લખીને આ બાબતે જાણ કરી છે. ગુજરાતમાં પણ 3 સભ્યોની ટર્મ પૂરી થઇ રહી છે જેથી ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણી પૂર્ણ કરવા માટે ચૂંટણી પંચ દ્વારા સંબંધિત અધિકારીઓની નિમણૂક કરવામાં આવે તેમ જણાવાયું છે.
 કોંગ્રેસનું સંખ્યાબળ ગત ટર્મ કરતાં ઓછું
હાલ ત્રણેય બેઠક ભાજપ પાસે છે અને આગામી ચૂંટણીમાં પણ ભાજપ પાસે જ આ બેઠકો રહે તેવી શક્યતા છે કારણ કે કોંગ્રેસનું સંખ્યાબળ ગત ટર્મ કરતાં ઓછું છે. વિદેશ મંત્રી એસ.જયશંકર ફરી વાર રિપીટ કરાય તેવી પ્રબળ સંભાવના છે જ્યારે અન્ય બે બેઠકો પર કોને ટિકીટ મળશે તે વિશે અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે.
Tags :
Advertisement

.

×