53 વર્ષથી મેળો : ગોંડલમાં પોરબંદર સાંસદ અને ધારાસભ્યના પ્રતિનિધિના હસ્તે મેળો ખુલ્લો મુકાયો
સૌરાષ્ટ્રના મેળા દેશ વિદેશમાં પ્રસિદ્ધિ છે. તેમાં પણ ખાસ સાતમ આઠમના તેહવારમાં આયોજતા મેળાની વાત જ અલગ અલગ હોય છે. તેવો જ એક અદ્ભુત મેળો ગોંડલના કોલેજચોકમાં દર વર્ષે ભરાય છે. ત્યારે આજે સાંજે 6.00 વાગ્યે ગોંડલ નગરપાલિકા આયોજિત સાંસ્કૃતિક લોકમેળો પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય ના પ્રતિનિધી જ્યોર્તિરાદિત્યસિંહ જાડેજા, નગરપાલિકા ના પ્રમુખ ભાવનાબેન રૈયાણી, સંતો, મહંતોના હસ્તે લોક મેળો ખુલ્લો મુકાયો હતો. ગોંડલ નગરપાલિકા સંચાલિત સાંસ્કૃતિક લોક મેળા નું દીપ પ્રાગટય કરી ને રીબીન કાપી મેળો ખુલ્લો મુકાયો હતો.
સંતો, મહંતો અને મહાનુભાવોના હસ્તે મેળો ખુલ્લો મુકાયો
આ લોક મેળાના ઉદ્ઘાટન પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક, ગોંડલના ધારાસભ્યના પ્રતિનિધિ જ્યોર્તિરાદિત્યસિંહ જાડેજા, ગોંડલ નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન રૈયાણી, ઉપ પ્રમુખ ગૌતમભાઈ સિંધવ, કારોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજા, નાગરિક બેન્ક ના ચેરમેન અશોકભાઈ પીપળીયા, રાજકોટ જીલ્લા ભાજપ ઉપ પ્રમુખ રીનાબેન ભોજાણી, ચીફ ઓફિસર એ.જે.વ્યાસ, સંતો - મહંતો - નગરપાલિકાના સદસ્યો, કર્મચારી ગણ સહિત ના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
મેળા કમિટીની રચના કરવામાં આવી
ગોંડલ લોકમેળા માં મેળા કમિટીની રચના કરવામાં આવી છે આ કમિટીમાં ઓમદેવસિંહ જાડેજા, ચંદુભાઈ ડાભી, નિલેશભાઈ કાપડિયા, સંજીવકુમાર ઘીણોજા, જીગ્નેશભાઈ ઠૂંમર, અશ્વિન રૈયાણી સહિત ના મેળા કમિટી ના સભ્યો છે ગોંડલમાં 7 દિવસનો લોક મેળો યોજાશે લોક મેળામાં 7 દિવસ દરમિયાન લોકડાયરા, કૃષ્ણ જન્મોત્સવ, મ્યુઝિકલ ઓરક્રેસ્ટા સહિત ના કાર્યક્રમો યોજાશે.
7 દિવસ દરમિયાન કોલેજ ચોક ફરતેના રસ્તાઓ પર ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવશે. સેન્ટ્રલ સિનેમા ચોક થી કોલેજ ચોક સુધી ભારે વાહનો પર પ્રતિબંધ. શ્યામવાડી ચોકથી કોલેજચોક સુધી ભારે વાહનો પર પ્રતિબંધ. રિવર પેલેસથી કોલેજચોક સુધી ભારે વાહનો પર પ્રતિબંધ. જાગૃતિ સ્કૂલથી કોલેજ ચોક સુધી ભારે વાહનો પર પ્રતિબંધ.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો : વરસાદ ખેંચાતા સુરતના ખેડૂતો પરેશાન,સોયાબીનના પાકમાં ઈયળનો ઉપદ્રવથી પાકનો નાશ





