Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જુનાગઢમાં જળપ્રલય,અનેક ગામડાઓમાં ભરાયા ત્રણ ફૂટ પાણી, જુઓ તસવીરો

સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ ભારે વરસાદ થતા ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જુનાગઢમાં સાંબેલાધાર વરસાદથી સ્થિતિ વણસી છે   ઘેડ વિસ્તારમાં આવેલા મતીયાણા ગામમાં ચારે કોર પાણી જ પાણી છે. ઘેડ પંથકના ગામડાઓ અને સીમમાં જ્યાં જુઓ...
જુનાગઢમાં જળપ્રલય અનેક ગામડાઓમાં ભરાયા ત્રણ ફૂટ પાણી  જુઓ તસવીરો

સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ ભારે વરસાદ થતા ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જુનાગઢમાં સાંબેલાધાર વરસાદથી સ્થિતિ વણસી છે

Advertisement

Advertisement

ઘેડ વિસ્તારમાં આવેલા મતીયાણા ગામમાં ચારે કોર પાણી જ પાણી છે. ઘેડ પંથકના ગામડાઓ અને સીમમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે.

Advertisement

ગામની અંદર પણ અઢીથી ત્રણ ફૂટ સુધી પાણી ભરેલું જોવા મળ્યું છે. ઘેડ વિસ્તારના અનેક ગામડાઓની આ પરિસ્થિતિ છે.

ઉપરવાસમાંથી પાણીની આવક અને ભેંસાણમાં પડેલા ભારે વરસાદને કારણે ઉબેણ ડેમ ઓવરફલો થયો

જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદને લઈને ઓજત નદી બે કાંઠે વહેતી થઈ છે, જેનું સીધું પાણી ઘેડ પંથકમાં પહોંચ્યું છે.

ઘેડ પંથકના અનેક ગામડાઓમાં ભારે વરસાદને લઈને જમીનોનું પણ ધોવાણ થયું છે.

વંથલી,મેંદરડા પંથકમાં આઠ-આઠ ઈંચ વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા હતા.


આ પંથકમાં વરસાદથી ગામડાઓને જોડતા માર્ગો જાણે નદી બનીને વહેવા લાગ્યા હતા.

સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જામનગર, જુનાગઢ, રાજકોટ, સોમનાથ જિલ્લામાં મેઘરાજાના રૌદ્રરૂપના દર્શન થયા હતા અને ચોતરફ ખેતરો અને ગામોમાં પાણી ભરાયા હતા.

આપણ  વાંચો -સાણંદ પાલિકાના અણઘડ આયોજનથી રહિશો હજું પણ પાણીમાં રહેવા મજબૂર..!

Tags :
Advertisement

.