ગુજરાતમાં પ્રથમવખત ધર્મપરિવર્તનના ગુનામાં પાદરીને જેલવાસ
ગુજરાતમાં પહેલીવાર ધર્મપરિવર્તનના કેસમાં અમદાવાદ સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપતા પાદરીને કોર્ટે 3 વર્ષની સજા અને 1 હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે. પાદરીને સજા થઈ હોય તેવો આ પહેલો કિસ્સો છે. પાદરી 17 વર્ષની સગીરાના વાંધાજનક ફોટો પાડી ખિસ્તી ધર્મ નહી અપનાવના વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. તેમજ પાદરીએ હિંદૂ-દેવીદેવતાઓ વિશે પણ વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ સમગ્ર ઘટના વર્ષ 2019માં લોકડાઉનના સમયગાળામાં બની હતી અને આ મામલે અમરાઈવાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
શું કહ્યું સરકારી વકીલે
આ મુદ્દે સરકારી વકીલ ભરત પટ્ટણીએ જણાવ્યું કે, ભોગ બનનાર સાથે પરિચય કેળવી અને તેના ગુપ્ત ફોટાઓ મોકલાવવાનું કહી તેના સમાજમાં પ્રસિદ્ધ કરી ફરિયાદીના ઘરે જઈ હિંદુ ધર્મના ધતિંગ કરો છો. ફોટા-મંદિર તોડી નાખો એવું કહી તેને તોડવાનો પ્રયાસ કરેલો અને આ બાબતે નામદાર કોર્ટે આરોપીને સજા કરી છે.
શું કહે છે વકિલ
વકિલ નિર્મિત દિક્ષિતે જણાવ્યું કે, ભોગ બનનારની ઉંમર 16 વર્ષ 9 માસ હતી અને સરકારશ્રીએ જ્યારે ફરિયાદ દાખલ થઈ ત્યારે જે-જે હકિકતો તપાસમાં બહાર આવી તેમાં એવી માહિતી પ્રાપ્ત થઈ કે, ભોગ બનનાર સાથે મિત્રતા કેળવી તેના પરિવાર સાથે મિત્રતા કેળવી એનકેન પ્રકારે તેના ઘરે જઈ અને આ કામના આરોપી ચર્ચના પાદરીનું કામ કરતા હતા અને જેમતેમ કરી યુવતી સાથે સંપર્ક સાધી વ્હોટ્સ એપ ચેટમાં વાંધાજનક મેસેજ કરી કિશોરીનું શોષણ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન ધીરે-ધીરે આ પાદરીએ પોતાના પદનો દુરૂપયોગ કરવાનું શરૂ કર્યું અને જ્યારે જ્યારે આ આગળ વધીને વ્હોટ્સ એપ વીડિયો કોલ શરૂ કર્યું અને વ્હોટ્સ એપ વીડિયો ચેટમાં કિશોરીને કપડા ઉતારવાનું જણાવતો હતો અને તે વિઝ્યૂઅલનો સ્ક્રિનશોટ પાડી લેતો હતો અને આ સ્ક્રિન શોટનો ઉપયોગ કરીને ધીરે-ધીરે આ લોકોના ઘરે જઈ તેમને ડરાવવાનું શરૂ કર્યું. એક વખત તેમના ઘરમાં મંદિર હતું તેને જોઈ ને કહે આ તો શેતાન છે આને ઘરમાં ના રાખવો જોઈએ અને મંદિર બહાર લઈ જઈને તોડી નાખેલું. ધીરે-ધીરે બાળકીને વધારે દબાણ કરવા લાગ્યો અને તેણીને હિંદુ ધર્મ છોડી દેવા દબાણ કરવા લાગ્યો અને તે માટે તેના પરિવારજનો નહી માનતા તેથી એ વીડિયોને એ લોકોએ બીજા મિત્ર સગાઓને મોકલી આપ્યો અને એ આધારે પરિવારને જાણ થઈ કે તેમની બાળકી સાથે આવું કૃત્ય થઈ રહ્યું છે. પરિવારના લોકોને પણ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો આખરે ફરિયાદ દાખલ થઈ અને આરોપીને અટક કરી લેવામાં આવ્યો.
કોર્ટે શું નોંધ્યું
કોર્ટે ચુકાદામાં નોંધ્યું કે, સમાજને ગેરમાર્ગે દોરનાર ગુનાહિત માનસિકતા ધરાવતા પાદરીને દાખલારૂપ સજા થવી જોઇએ. ધર્મગુરુ હોવા છતાં અપકૃત્ય દ્વારા સમાજમાં ભોગ બનનારને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો છે. ધર્મગુરુ તરીકે જેના પર લોકો શ્રદ્ધા ધરાવે છે તે વ્યકિત કુમળા માનસને વિચલિત કરીને ગુનાહિત કૃત્ય કરે તેવા લોકોને સમાજમાં દાખલારૂપ સજા કરવી જોઇએ.
શું કહ્યું પિડીતાએ
લોકડાઉનમાં ઘટના બની હતી. પાદરી અમારા ઘરે આવ્યો હતો. અમારી બાજુમાં રહેતા પુનમ આંટી અમને લઈને ગયા હતા બોલ્યા કે પુજા કરવાની નહી ભગવાન નહી શૈતાન છે. અમને કહ્યું ચર્ચમાં ચાલો ત્યા ગયા. પાસ્ટરે કહ્યું ભગવાન નહી શૈતાન છે. આની પુજા ના કરો. ચર્ચમાં આવવું અને તે બાદ મુલાકાત થવા લાગી પછી ફરીવાર અમે ચર્ચામાં ગયા અને કહ્યું હું તમારી ઘરે આવીશ અને જણાવ્યા વિના અમારી ઘરે આવ્યો અને ચા-પાણી પીધાં. ઢોલ-મંજીરા લઈને આવ્યા ગીત ગાયું અને મંદિર ઉઠાવીને ફેંકી દીધું અને મને કિધું કે ક્રિશ્ચિયન ધર્મ અપનાવી લો હિંદૂ ધર્મ છોડી દો નહીતો તમને બ્લેક મેઈલ કરીશ. અમે તારા માતા-પિતાને મનાવી લઈશું.
આ પણ વાંચો : JUNAGADH : ખાનગી હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીનો આપઘાતનો પ્રયાસ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.



