સુરતના હીરા ઉદ્યોગમાં છેતરપિંડીના બનાવો વધ્યા, હીરાના ઉદ્યોગકારોમાં ચિંતા
અહેવાલ---આનંદ પટણી, સુરત સુરતની અંદર ચાલતા હીરા ઉદ્યોગને કારણે સુરત શહેરનું નામ ડાયમંડ સિટી પડ્યું. ડાયમંડ ઉદ્યોગને કારણે સુરત શહેરની ચમકદમકમાં પણ સમયાંતરે વધારો થતો ગયો.આજે સુરત વિશ્વના સૌથી ઝડપી વિકાસ પામતા શહેરોની યાદીમાં સામેલ થયું છે ત્યારે ડાયમંડ સિટીની...
Advertisement
અહેવાલ---આનંદ પટણી, સુરત
સુરતની અંદર ચાલતા હીરા ઉદ્યોગને કારણે સુરત શહેરનું નામ ડાયમંડ સિટી પડ્યું. ડાયમંડ ઉદ્યોગને કારણે સુરત શહેરની ચમકદમકમાં પણ સમયાંતરે વધારો થતો ગયો.આજે સુરત વિશ્વના સૌથી ઝડપી વિકાસ પામતા શહેરોની યાદીમાં સામેલ થયું છે ત્યારે ડાયમંડ સિટીની ચમક ઓછી કરવાનો પ્રયાસ કેટલાક લેખો તત્વો દ્વારા કરવામાં આવી રહ્યો છે કેટલાક લેભાગુતત્વો હીરાની દલાલીમાં આવીને લોકો સાથે છેતરપિંડી કરી ફરાર થતા હોવાના કિસ્સાઓમાં ચોકાવનારો વધારો જોવા મળી રહ્યો છે
હીરાની જગ્યાએ બીજી જ કોઈ વસ્તુ આપી દેતા હોવાનું સામે આવ્યું
છેલ્લા એક મહિનામાં સુરત શહેરમાં વિવિધ કિસ્સાઓમાં હીરાના વેપારીઓ સાથે છેતરપિંડી થયાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાઓ પર નજર કરીએ તો કેટલાક તત્વો હીરાનું પડીકું લીધા બાદ તેને પરત આપવાનો દોડતો કરે છે પરંતુ તેમાં હીરાની જગ્યાએ બીજી જ કોઈ વસ્તુ આપી દેતા હોવાનું સામે આવી રહ્યું છે. હીરાના ઉદ્યોગકારો પાસેથી મળતી માહિતી મુજબ સમગ્ર વર્ષ દરમિયાન આ પ્રકારના 70 થી 80 કિસ્સા બનતા હોય છે પરંતુ કાયદાકીય ગુંચને કારણે જૂજ કિસ્સામાં જ ફરિયાદો થતી હોય છે
દલાલ હીરા વેપારીને છેતરીને પલાયન થઈ જાય છે
હીરા ઉદ્યોગમાં આ પ્રકારની ઘટનામાં વધારો થયો છે તો કેટલાક કિસ્સાઓમાં વેપારી પોતે પણ થોડા વધુ રૂપિયા કમાવવાની લાલચમાં આવા પ્રકારના શિકાર બની જતા હોય છે. બજારમાં જે હીરાની કિંમત હોય તેના કરતાં ચીટર દલાલ વધુ કિંમતે વેચવાની લાલચ આપે છે અને એક કે બે વાર સોદો કર્યા હોવાનો ડોળ કરીને રૂપિયા પણ હીરાના વેપારીને આપી દે છે. આવો ડોળ કર્યા પછી દલાલ હીરા વેપારીને છેતરીને પલાયન થઈ જાય છે.
કાયદાકીય ગૂંચને લીધે હીરા માલિકો પોલીસ સ્ટેશનનો દાદરો ચડવાથી ગભરાય છે
ચીટર દલાલો હીરા વેપારીનો ભરોસો જીત્યા બાદ હીરાના પડીકામાંથી અસલી હીરા કાઢીને તેની જગ્યા ઉપર કાચના ટુકડા, ઘઉં, ખાંડ, ગુટખા વસ્તુઓ પધરાવી દે છે જ્યારે મૂળ માલિકને ખબર પડે ત્યાં સુધી તો ઘણું મોડું થઈ ગયું હોય છે. કેટલાક કિસ્સાઓમાં મોડું થવાને કારણે તો કેટલાકમાં કાયદાકીય ગૂંચને લીધે હીરા માલિકો પોલીસ સ્ટેશનનો દાદરો ચડવાથી ગભરાતા હોય છે. કેટલાક કિસ્સામાં તો આરોપીઓની પહોંચ પણ ઉપર સુધી હોવાથી નાના વેપારીઓ તેમની સામે પડતા પણ ગભરાય છે
મામલો પોલીસમાં પણ પહોંચે છે
હાલમાં બનેલા કિસ્સાઓની વાત કરીએ તો સુરતના પુરામાં હીરાના પેકેટમાં થી ઓરીજનલ હીરા કાઢીને તેની જગ્યાએ ગુટકા મુકીને પાર્સલ પકડાવી દેવામાં આવ્યું હતું જે અંગે પોલીસમાં ફરિયાદ થતા પોલીસે હીરા દલાલની ધરપકડ કરી છે. અને કિસ્સામાં હીરા દલાલે અસલી હીરા કાઢીને તેની જગ્યાએ ચણાની દાળ મૂકીને પેકેટ આપી દીધું હતું આ કિસ્સામાં પણ પોલીસે હીરા દલાલની વિરુદ્ધ કાર્યવાહી કરતા કિસ્સો બહાર આવ્યો હતો.
હીરા દલાલો ન ઓળખતા હોય તો તેમનાથી દૂર રહેવાની સલાહ
હીરાના વેપારીઓ માટે કામ કરતી મહત્વની બે સંસ્થાઓમાં પ્રથમ સંસ્થા સુરત ડાયમંડ એસોસિએશન અને બીજી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ આ બંને સંસ્થાઓ દ્વારા વારંવાર વેપારીઓને લાલચમાં ન પડવા તેમજ હીરા દલાલો ન ઓળખતા હોય તો તેમનાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે પરંતુ ક્યાંક વ્યાપારી પણ વધુ નાણાં કમાવાની લાલચમાં છેતરપિંડીનો ભોગ બને છે


