Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ધો.12 વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહમાં ગોંડલ કેન્દ્રમાં ગંગોત્રી સ્કૂલનો દબદબો યથાવત

Gondal : આજરોજ ધો.12 વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહ (class 12th science stream and general stream) નું પરિણામ (Result) જાહેર થયું છે. ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ (Gujarat Education Board website) પર પરિણામ મુકવામાં આવ્યું હતું. જેમાં ઉત્તમ પરિણામોની પર્યાય બનેલી...
ધો 12 વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહમાં ગોંડલ કેન્દ્રમાં ગંગોત્રી સ્કૂલનો દબદબો યથાવત
Advertisement

Gondal : આજરોજ ધો.12 વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહ (class 12th science stream and general stream) નું પરિણામ (Result) જાહેર થયું છે. ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ (Gujarat Education Board website) પર પરિણામ મુકવામાં આવ્યું હતું. જેમાં ઉત્તમ પરિણામોની પર્યાય બનેલી ગોંડલ (Gondal) શહેરની અગ્રગણ્ય શૈક્ષણિક સંસ્થા ગંગોત્રી સ્કૂલે (Gangotri School) ધો.12 વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહના પરિણામમાં પણ ઉત્કૃષ્ટ પરિણામ ઊભરી આવ્યું છે. આ વર્ષે સામાન્ય પ્રવાહમાં ચાવડા આયુષી અને રખોલીયા ક્રીષ 99.98 PR સાથે સમગ્ર ગુજરાતમાં દ્વિતીય સ્થાને તેમજ ગોંડલ કેન્દ્રમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમજ વિજ્ઞાન પ્રવાહમાં રૈયાણી મહેક 99.95 PR સાથે સમગ્ર ગુજરાતમાં પાંચમા ક્રમે તેમજ સમગ્ર ગોંડલ કેન્દ્રમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમજ માનસરા રેનીશ 99.93 PR સમગ્ર ગુજરાત સાતમા ક્રમે અને ગોંડલ કેન્દ્રમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી ગોંડલ શહેર તેમજ શાળાનું પણ ગૌરવ વધાર્યું છે.

ગોંડલનું પરિણામ સામાન્ય પ્રવાહનું 91.89 % આવ્યું

સમગ્ર ગુજરાત બોર્ડનું સામાન્ય પ્રવાહનું 91.93% આવ્યું છે અને રાજકોટ જિલ્લામાં સામાન્ય પ્રવાહનું પરિણામ 93.29 % આવ્યું છે ત્યારે ગોંડલનું પરિણામ 91.89% સામાન્ય પ્રવાહ આવ્યું છે. જેમાં ગંગોત્રી સ્કૂલના બોર્ડ ટોપટેનમાં 04 વિદ્યાર્થીઓ અને 99 PR UP 18 વિદ્યાર્થીઓ, 98 PR UP 28 વિદ્યાર્થીઓ, 97 PR UP 34 વિદ્યાર્થીઓ, 96 PR UP 38 વિદ્યાર્થીઓ અને 90 PR UP 65 વિદ્યાર્થીઓ પરિણામ પ્રાપ્ત કરી શક્યા છે. જેમાં A1 ગ્રેડ 19 વિદ્યાર્થીઓને અને A2 ગ્રેડ 49 વિદ્યાર્થીઓએ મેળવ્યા છે. તેમજ આજરોજ જાહેર થયેલ 12 કોમર્સના પરિણામમાં ગંગોત્રી સ્કૂલના વિદ્યાર્થીઓમાં 700 ગુણ માંથી 600 ગુણથી વધુ ગુણ મેળવતા 39 વિદ્યાર્થીઓ રહ્યા છે. તેમજ અલગ અલગ વિષયોમાં 100 માંથી 100 ગુણ 20 વિદ્યાર્થીઓએ મેળવ્યા હતા.

Advertisement

Advertisement

ગોંડલ વિજ્ઞાન પ્રવાહનું 94.63% પરિણામ આવ્યું

સમગ્ર ગુજરાતમાં વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ આવ્યું છે. રાજકોટ જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું 92.06% પરિણામ આવ્યું છે. ત્યારે ગોંડલ કેન્દ્રનું વિજ્ઞાન પ્રવાહનું 94.63 % પરિણામ આવ્યું છે. જેમાં ગંગોત્રી સ્કૂલના બોર્ડ ટોપટેનમાં 2 વિદ્યાર્થીઓ 99 PR UP 3 વિદ્યાર્થીઓ, 98 PR UP 5 વોદ્યાર્થીઓ, 97 PR UP 10 વિદ્યાર્થીઓ પરિણામ પ્રાપ્ત કર્યું હતું. જેમાં A1 ગ્રેડ 04 વિદ્યાર્થીઓ અને A2 ગ્રેડ 20 વિદ્યાર્થીઓએ મેળવ્યા હતા. આજરોજ જાહેર થયેલ 12 વિજ્ઞાન પ્રવાહ પરિણામમાં ગંગોત્રી સ્કૂલના વિદ્યાર્થીઓમાં 650 માંથી 600 થી વધુ ગુણ 2 વિદ્યાર્થીઓએ મેળવ્યા હતા. અને અલગ અલગ વિષયોમાં 100 માંથી 100 ગુણ 5 વિદ્યાર્થીઓએ મેળવ્યા હતા.

ફટાકડા ફોડી મીઠું મોઢું કરાવી ઉજવણી કરાઈ

આ તકે ગંગોત્રી સ્કૂલના ફાઉન્ડર અને ચેરમેન સંદિપભાઈ છોટાળા અને આચાર્ય કિરણ મેડમે શાળા ખાતે ફટાકડા ફોડી વિદ્યાર્થીઓને મીઠું મોઢું કરાવી પોતાની લાગણી વ્યક્ત કરી હતી. તથા આવા શ્રેષ્ઠ પરિણામનો શ્રેય તજ્જ્ઞ શિક્ષકો, મેનેજમેન્ટ ટીમ, વિદ્યાર્થીઓની મહેનત તથા વાલીને આપ્યો હતો અને આવનારા સમયમાં આવું ઉત્કૃષ્ટ પરિણામ આપવા અમે પ્રતિબદ્ધ છીએ તેવું સંદિપભાઈ છોટાળાએ કહ્યું હતું. ગયા વર્ષે પણ ઝાલા રાજવીએ સામાન્ય પ્રવાહમાં 99.99 PR તેમજ વિજ્ઞાન પ્રવાહમાં મકવાણા જય 99.98 PR લાવી સમગ્ર ગુજરાત બોર્ડ પ્રથમ રહયા હતા.

ગોંડલમાં હીરા ઘસતા પિતાનો પુત્ર ઝાલા મિત આજે કોમર્સમાં મેળવ્યા 99.94 PR...

આજરોજ ધોરણ 12 કોમર્સનું પરિણામ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર થયું. જેમાં ગંગોત્રી સ્કૂલ-ગોંડલમાં અભ્યાસ કરતા ઝાલા મિત એ 99.94 PR સાથે સમગ્ર ગુજરાત બોર્ડમાં છઠું સ્થાન મેળવી હીરા ઘસનાર- પિતાના દીકરાએ સફળતાનો ડંકો વગાડ્યો છે. ઝાલા મિત એક ગરીબ પરિવારનો દીકરો છે. તેના પિતા અશોકભાઈ હીરા ઘસવાનું કામ કરે છે. અભ્યાસમાં તેજસ્વી એવાં મિતનાં ઘરની આર્થિક પરિસ્થિતિ ખુબ જ સામાન્ય છે- ધોરણ 12 કોમર્સમાં નિયમિત 9 થી 10 કલાકની તનતોડ મહેનત કરી છે. ત્યારે હીરા ઘસનાર પિતાના પુત્રએ આજે આવું ઉત્તમ પરિણામ મેળવી તેમણે પોતાના પિતાના સ્વપ્નને સાચા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે. ઝાલા મિતના કહેવા મુજબ તેઓ આ સમગ્ર પરિણામનો શ્રેય ગંગોત્રી સ્કૂલની ટીમને આપે છે. તેમના કહેવા મુજબ દરેક શિક્ષકો પાસે જરૂરી તાત્કાલિક માર્ગદર્શન મળી રહેતું. એજ્યુકેશન સિસ્ટમ, નિયમિતત અને સતત વ્યક્તિગત કાળજી આ સ્કૂલમાં અપાય છે. અને ખાસ તો ગંગોત્રી સ્કૂલના ચેરમેન સંદિપસરના વિશેષ માર્ગદર્શનથી આ સ્કૂલ દરેક ધોરણમાં વર્ષોથી આવું સુંદર પરિણામ મેળવે છે. હવે ઝાલા મિત અશોકભાઈને આગળ કોમર્સમાં C.A. નો અભ્યાસ કરી પિતાનું સ્વપ્ન પૂર્ણ કરવાની મહેચ્છા ધરાવે છે.

અહેવાલ - વિશ્વાસ ભોજાણી

આ પણ વાંચો - સામાન્ય પરિવારમાંથી આવતી મોમીન ઉમેહાનીએ ધોરણ 12 કોમર્સમાં મેદાન માર્યું

આ પણ વાંચો - HSC Result : ધો.12 સામાન્ય-વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર

Tags :
Advertisement

.

×