Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

એકવાર ફરી ભાન ભૂલ્યા ગેનીબેન ઠાકોર, પોલીસને આપી ગર્ભિત ધમકી

Geniben Thakor Controversial Statement : કોંગ્રેસના બનાસકાંઠા બેઠક (Banaskantha Seat) પરથી લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર (Geniben Thakor) જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેઓ જ્યા પણ જાય છે ત્યા છવાઈ જાય છે. જોકે, તેઓ તેમના વિવાદાસ્પદ નિવેદન (Controversial Statement) ને...
એકવાર ફરી ભાન ભૂલ્યા ગેનીબેન ઠાકોર  પોલીસને આપી ગર્ભિત ધમકી
Advertisement

Geniben Thakor Controversial Statement : કોંગ્રેસના બનાસકાંઠા બેઠક (Banaskantha Seat) પરથી લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર (Geniben Thakor) જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેઓ જ્યા પણ જાય છે ત્યા છવાઈ જાય છે. જોકે, તેઓ તેમના વિવાદાસ્પદ નિવેદન (Controversial Statement) ને લઇને હરહંમેશા ચર્ચામાં બન્યા રહે છે. ત્યારે આજે એકવાર ફરી તેઓ પોતાના એક નિવેદનને લઇને ચર્ચામાં આવ્યા છે. શું છે આ વિવાદાસ્પદ નિવેદન આવો જાણીએ...

પ્રચાર દરમિયાન પોલીસને આપી ગર્ભિત ધમકી

લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે નેતાઓ જનતાને રીઝવવા સતત પ્રચાર કરી રહ્યા છે. બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર ગેનીબેન ઠાકોર (Geniben Thakor) પણ ખૂબ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. આજે તેઓ પ્રચાર કરતા દરમિયાન ભાન ભૂલ્યા હતા અને પોલીસને જ તેમણે ગર્ભિત ધમકી આપી દીધી હતી. તેમણે જાહેરસભામાં પોલીસને ચેતવણી આપતા જણાવ્યું કે, જો પોલીસ કોંગ્રેસના કાર્યકર્તાઓને હેરાન કરશે તો તેમને કોલર પકડીશ. તેમણે આગળ કહ્યું કે, મને DSP નો કોલર પણ પકડતા વાર નહીં લાગે. તેમણે કહ્યું કે, મે ભૂતકાળમાં પણ આવું કર્યું છે અને ભવિષ્યમાં પણ કરીશ. સરેજાહેર પોલીસને ગર્ભિત ધમકી આપ્યા બાદથી ગેનીબેન ઠાકોર (Geniben Thakor) ના વિસ્તાર બનાસકાંઠામાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

Advertisement

Advertisement

આ પહેલા પણ આપી ચુક્યા છે વિવાદાસ્પદ નિવેદન

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ગેનીબેન ઠાકોર વિવાદાસ્પદ નિવેદન આપી ચુક્યા છે. ગત વર્ષે જ તેમણે દિકરીઓને મોબાઈલ ન આપવાની વાતની તરફેણ કરી હતી. તેટલું જ નહીં તેમણે મહિલાઓને પોતાની સુરક્ષા માટે હથિયાર રાખવાની પણ વાત કરી હતી. તેમણે તે સમયે કહ્યું હતું કે, મોબાઈલ વપરાશના કારણે સમાજમાં મોટી બદીઓ આવી છે. જેથી સમાજ-સુધારણા માટે માતા-પિતાએ તેમની કુંવારી દીકરીઓ પર મોબાઈલ પ્રતિબંધનું પાલનુ કરાવવુ જોઈએ. મહત્વનું છે કે, આ પહેલા પણ ગેનીબેન ઠાકોર DJ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા આહવાન કરી ચૂક્યા છે. તેઓએ અગાઉ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, DJ વગર લગ્નના ફેરા ફરવા ના પાડનાર દિકરા- દિકરીઓની જીદ સામે માતા પિતાએ પોતાનાં દિકરા- દિકરીઓ સમજાવવાના પ્રયાસો કરવા પડશે. DJ ના કારણે લગ્ન પ્રસંગમાં મતભેદ ઊભા થાય છે. સાથે સાથે DJ ના કારણે જીવજંતુને પણ આડ અસરો થાય છે.

આ પણ વાંચો - બનાસકાંઠામાં શરૂ થઇ ‘ઘૂંઘટ’વાળી રાજનીતિ, રેખાબેને કર્યા ગેનીબેન પર શાબ્દિક પ્રહાર

આ પણ વાંચો - “કોઈથી ડરવાનું નથી ખોટું કરે એને ડરવું પડે આપણે બે નંબરના ધંધા કરવા નથી” ગેનીબેન ઠાકોરે કર્યો હુંકાર…

Tags :
Advertisement

.

×