GIR SOMNATH : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લાનાં ચાંડુવાવ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ યોજાઈ
અહેવાલ - અર્જુન વાળા
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લાનાં ચાંડુવાવ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ યોજાઈ હતી. ચાંડુવાવ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના પ્રસંગિક ઉદબોધન દરમિયાન અમિત શાહે જણાવ્યું હતું કે - " આઝાદ ભારતમાં ઘણા વર્ષો સુધી લાઈટ,પાણી ઘર તેમજ અન્ય સુવિધા ન હતી તે એક ભારત હતું. 2014 બાદ નરેન્દ્રભાઈએ સંકલ્પ કર્યો અને અનેક પ્રકારની સુવિધાઓથી 60 કરોડ લોકોના જીવનના પરિવર્તનની શરૂઆત થઈ ", વધુમાં તેમણે જણાવ્યું હતું કે - "આઝાદ ભારતને 100 વર્ષ પુરા થાય ત્યારે ભારત સંપૂર્ણ પણે વિકસિત બને સૌ ભારતીય સુખી રહે વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ભારત આત્મ નિર્ભર બને તે સંકલ્પ આપણે કર્યો છે".
તેમણે પોતાની સ્પીચમાં ખેડૂતોને મળતી યોજનાના લાભ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે - જન સમૂહનો આત્મ વિશ્વાસ વધારવાનું કામ કરવાનું છે. સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવો અને વિકસિત ભારત બને તે ચોથો સંકલ્પ હતો. અનેક સુવિધા ભારતીય ખેડૂતોને મળી રહી છે, મોટાભાગની યોજનાનો લાભ ચાંડુવાવ ગામને મળી ચુક્યો છે.પરંતુ હજુ ઘણું બાકી છે, 100 ટકા નો લાભ હજુ મળ્યો નથી તે બાબતે હું ચિંતિત છું.
વધુમાં, આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે પોતાની સ્પીચમાં આ બાબતોનો પણ ઉલ્લેખ કર્યો હતો
- 70 કરોડની ફોજને ગરીબ છોડી કોઈ દેશ વિકસિત ન બની શકે..
- નરેન્દ્રભાઈ આપણા છે અને આપણે નરેન્દ્રભાઇ છીએ.ગુજરાતની વધુ જવાબદારી બને છે..
- દરેક રીતે લોકો ની સુખાકારી થાય તે માટેની આ યાત્રા છે.
- પ્રાકૃતિક ખેતી કરીશું,સૌનું સ્વાસ્થ્ય સારું રહે,શિક્ષણનો વ્યાપ વધે ત્યારે વિકસિત ભારત બનશે...
- વિકસિત ભારત સંકલ્પ યાત્રા 26 જાન્યુઆરી સુધીમાં દેશની તમામ પંચાયત સુધી પહોંચશે.દરેક નાનામાં નાનો વ્યક્તિને લાભ મળે તે નારેન્દ્રભાઈનું સ્વપ્ન છે.
આ પણ વાંચો -- નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરી પોલીસ અને શિક્ષકોને CPR તાલીમ આપનાર ગુજરાત પ્રથમ રાજ્ય




