Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગોધરા APMC ની સામાન્ય ચૂંટણીનું પરિણામ જાહેર, ભાજપનો ભગવો લહેરાયો

ગોધરા APMC ની ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં આખરે ભાજપનો ભગવો લહેરાયો છે.ગઈકાલે ખેડૂત વિભાગના દશ સભ્યો માટે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી . જેમાં 15 ઉમેદવારોના ભાવિ 241 મતદારોએ ઉત્સાહભેર મતદાન કરી મત પેટીમાં સીલ કર્યા હતા.જેનાબાદ આજે ગોધરા APMC ખાતે...
ગોધરા apmc ની સામાન્ય ચૂંટણીનું પરિણામ જાહેર  ભાજપનો ભગવો લહેરાયો
Advertisement

ગોધરા APMC ની ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં આખરે ભાજપનો ભગવો લહેરાયો છે.ગઈકાલે ખેડૂત વિભાગના દશ સભ્યો માટે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી . જેમાં 15 ઉમેદવારોના ભાવિ 241 મતદારોએ ઉત્સાહભેર મતદાન કરી મત પેટીમાં સીલ કર્યા હતા.જેનાબાદ આજે ગોધરા APMC ખાતે ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં મત ગણતરી પ્રક્રિયા યોજવામાં આવી હતી.બે રાઉન્ડમાં યોજાયેલી મત ગણતરી દરમિયાન જાહેર થયેલા પરિણામમાં ભાજપા પ્રેરિત પેનલના તમામ એટલે કે દશ ઉમેદવારો પૈકી પ્રત્યેક ઉમેદવારને 200 ઉપરાંત મત પ્રાપ્ત થયા હતા જેથી ભાજપ પ્રેરિતનો ભવ્ય વિજય થયો છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ ભાજપા પ્રેરિત પેનલના વેપારી અને સહકાર વિભાગમાંથી કુલ છ સભ્યો ઉમેદવારી પત્ર પરત ખેંચવાના દિવસે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. મત ગણતરી બાદ વિજેતા સભ્યો અને ગોધરા ધારાસભ્યએ ચૂંટાઈ આવેલી નવી પેનલ ગોધરા તાલુકાના ખેડૂતોના હિતલક્ષી કામગીરી અને પારદર્શી વહીવટ કરશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને વિજ્યોત્સવ મનાવવામાં આવ્યો હતો.

Advertisement

Advertisement

ગોધરા APMC સમિતિની ચૂંટણી પ્રક્રિયા યોજાતા પૂર્વે જ આંતરિક રાજકારણ ગરમાયું હતું.ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં પૂર્વે કેટલીક મંડળીઓ અને અન્ય વિભાગના મતદારો કમી કરવામાં આવ્યા હતા જેથી મુદ્દો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો પરંતુ કોર્ટે અપીલ અરજીઓ ડિસમીસ કરી દીધી હતી. દરમિયાન 17 મેના રોજ ઉમેદવારી પત્ર મેળવવા અને જમા કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી એ વેળાએ ઇચ્છુક દાવેદારોએ ઉમેદવારી પત્ર મેળવ્યા હતા પરંતુ ભાજપ દ્વારા પ્રેરિત પેનલના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. જેથી કેટલાક ઇચ્છુક દાવેદારો ચૂંટણી જંગના મેદાન માંથી બહાર નીકળી ગયા હતા તો કેટલાકના ટેકનીકલ કારણોસર ઉમેદવારી પત્ર ચકાસણીમાં રદ થયા હતા.

જેના બાદ ઉમેદવારી પત્રો પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી . દરમિયાન સહકાર અને ખેડૂત વિભાગના ભાજપ પ્રેરિત પેનલના કુલ છ સભ્યો બિનહરીફ જાહેર થયા હતા.જયારે ખેડૂત વિભાગની 10 બેઠક માટે 15 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા. જે પૈકી 10 ઉમેદવાર ભાજપ પ્રેરિત પેનલના અને અન્ય પાંચ ઉમેદવાર અપક્ષ માંથી દાવેદાર હતા.

ખેડૂત વિભાગના આ ઉમેદવારો માટે 31 મે ના રોજ ચૂંટણી મતદાન પ્રક્રિયા ગોધરા APMC ખાતે યોજવામાં આવી હતી . દરમિયાન 245 મતદારો પૈકી 241 મતદારોએ ઉત્સાહભેર મતદાન કરી 15 ઉમેદવારોના ભાવિ મત પેટીમાં સીલ કર્યા હતા જેનો ફેંસલો આજ રોજ ગોધરા APMC ખાતે યોજાયેલી મત ગણતરીના અંતે થયો હતો. મતગણતરી દરમિયાન ભાજપા પ્રેરિત પેનલ ના પ્રત્યેક ઉમેદવારને 200 ઉપરાંત મત પ્રાપ્ત થયા હતા જેથી અપક્ષ પાંચ ઉમેદવારોનો સામાન્ય મત મળતાં કારમો પરાજય થયો હતો.

જ્યારે ભાજપા પ્રેરીત પેનલના તમામ 10 ઉમેદવારો વિજેતા થયા હતા. આમ ભાજપ પ્રેરિત પેનલના તમામ એટલે કે 16 સભ્યો વિજેતા થતાં ગોધરા APMC ખાતે પુનઃ ભાજપનો ભગવો લહેરાયો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ભાજપા પ્રેરિત પેનલ APMCમાં વહીવટ કરી રહી હતી પરંતુ આંતરિક રાજકારણ ના દાવ પેચ વચ્ચે આખરે તત્કાલીન શાસકો APMC સમિતિની ચૂંટણી પ્રક્રિયામાંથી ટેકનિકલ કારણો વચ્ચે બહાર નીકળી ગયા છે.

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ

આ પણ વાંચો : PM મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના 9 વર્ષોમાં ગુજરાતમાં થયાં આ વિકાસકાર્યો

Tags :
Advertisement

.

×