Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal : સૌરાષ્ટ્રમાં ચાલતા ગેરકાયદેસર ડીઝલનો કારોબાર બંધ કરાવવા મુખ્યમંત્રીને ફરિયાદ

Gondal : ગોંડલમાં ચાલતા બાયોડીઝલના ગેરકાયદેસર વેપલા સામે ગોંડલ કોંગ્રેસે બાયો ચડાવી છે. ગેરકાયદેસર બાયો ડીઝલનો વેપાર બંધ કરાવવા ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષ કુંજડીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પત્ર લખ્યો છે. ગેરકાયદેસર બાયોડીઝલના દહનથી પર્યાવરણને ભારે નુકસાન થાય છે. આશિષ...
gondal   સૌરાષ્ટ્રમાં ચાલતા ગેરકાયદેસર ડીઝલનો કારોબાર બંધ કરાવવા મુખ્યમંત્રીને ફરિયાદ
Advertisement

Gondal : ગોંડલમાં ચાલતા બાયોડીઝલના ગેરકાયદેસર વેપલા સામે ગોંડલ કોંગ્રેસે બાયો ચડાવી છે. ગેરકાયદેસર બાયો ડીઝલનો વેપાર બંધ કરાવવા ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષ કુંજડીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પત્ર લખ્યો છે. ગેરકાયદેસર બાયોડીઝલના દહનથી પર્યાવરણને ભારે નુકસાન થાય છે.

Advertisement

આશિષ કુંજડિયાએ પત્રમાં લખ્યું કે, ગોડલ (Gondal) માં ચાલતા સૌરાષ્ટ્ર વ્યાપી બાયોડીઝલના ગેરકાયદેસર કારભારને બંધ કરવા માટે મેં તા. 9/1/2024 ના રોજ આવેદનપત્ર આપ્યું હતું. ત્યારબાદ તા.12/1/2024 ના રોજ બાયોડીઝલના વેપારીઓએ મારી ઉપર જીવલેણ હુમલો કરી મને જાનથી મારી નાખવાની કોશીશ કરી હતી. ત્યારબાદ તા. 21/2/2024 ના રોજ રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ લલીતભાઈ વસોયા અને પ્રદેશ કોંગ્રેસના આગેવાન ગાયત્રીબા વાઘેલાની આગેવાનીમાં અમોએ ફરીથી ડેપ્યુટી કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું. આવેદનમાં ગેરકાયદેસર બાયોડીઝલનો કારોબાર તાત્કાલીક બંધ કરાવવા અનુરોધ કર્યો હતો. તેમ છતા પણ આ તંત્રએ કોઈ પણ પ્રકારના પગલા લીધા નથી. તેથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ગેરકાયદેસર બાયોડીઝલનો વ્યાપાર બંધ કરાવવા માટે અરજ કરી છે.

Advertisement

બાયોડીઝલ ગોડાઉનમાં આગ લાગતા 3 ગંભીર દાઝી ગયા હતા

ગત તા. 28/2/2024 ના રોજ ગોંડલ (Gondal) ના જામવાળીના ઉદ્યોગનગરમાં બાયોડિઝલના કાળા કારભારમાં ભયંકર આગ લાગી હતી. દુર્ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. આગ પર કામ મેળવવામાં 6 કલાકનો સમય વિતી ગયો હતો. આ બાયો ડિઝલન કાળા કારભારમાં આગ લાગવાથી પર્યાવરણને પણ નુકશાન પહોંચ્યું છે. નકલી બાયો ડિઝાલનો કારોબાર તંત્રના હપ્તા ચાલે છે.

અહેવાલ - વિશ્વાસ ભોજાણી

આ પણ વાંચો - Gujarat Weather : રાજ્યમાં કમોસમી વરસાદ, ગાંધીનગરમાં ચોમાસા જેવો માહોલ

આ પણ વાંચો - Gujarat First Exclusive : અયોધ્યા જતા ગુજરાતના મંત્રીઓ સાથે Gujarat First ની Exclusive વાતચીત, જાણો કોણે શું કહ્યું?

Tags :
Advertisement

.

×