GONDAL : ગોંડલ માર્કેટ યાર્ડમાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ડુંગળીની હરાજી શરૂ
અહેવાલ - વિશ્વાસ ભોજાણી સૌરાષ્ટ્ર અને ગુજરાતના નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ખેડૂતો અને વેપારીના વિરોધ વચ્ચે બે દિવસ બાદ ડુંગળીની હરાજી શરૂ થવા પામી છે. સરકાર દ્વારા ઓચિંતા ડુંગળીની નિકાસ બંધી કરવામાં આવતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની બજારમાં...
Advertisement
અહેવાલ - વિશ્વાસ ભોજાણી
સૌરાષ્ટ્ર અને ગુજરાતના નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ખેડૂતો અને વેપારીના વિરોધ વચ્ચે બે દિવસ બાદ ડુંગળીની હરાજી શરૂ થવા પામી છે. સરકાર દ્વારા ઓચિંતા ડુંગળીની નિકાસ બંધી કરવામાં આવતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની બજારમાં મોટુ ગાબડુ પડ્યું હતું. નિકાસ બંધી પહેલા ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 700/-સુધીના બોલાતા હતા.
પરંતુ, સરકાર દ્વારા ડુંગળીની ઓચિતા નિકાસ બંધી કરવામાં આવતા ડુંગળીના ભાવમાં રૂપિયા 300/-નું ગાબડું પડ્યુ હતું. જેમને લઈને ખેડૂતો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ સાથે જ ખેડૂતોએ ગોંડલ માર્કેટ યાર્ડમાં બે દિવસ સુધી ચક્કાજામ કરીને વિરોધ સરકાર સામે પ્રદર્શિત કર્યો હતો. ખેડૂતોએ ઉચ્ચારેલ આત્મવિલોપનની ચિમકી સાથે ગોંડલ માર્કેટ યાર્ડમાં બે દિવસ સુધી ડુંગળીની હરાજી બંધ થઈ જવા પામી હતી.
પરંતુ, ગોંડલ માર્કેટ યાર્ડમાં યાર્ડ સત્તાધીશો દ્વારા ડુંગળીની બે દિવસ પહેલા આવક શરૂ કરવામાં આવતા એક જ દિવસમાં ડુંગળીના 55000 કટ્ટાની આવક થવા પામી હતી. આ સાથે જ ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે ખેડૂતોના વિરોધ વચ્ચે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ડુંગળીની હરાજીનો બે દિવસ બાદ પ્રારંભ કરવામાં આવતા હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 51/-થી લઈને 481/-સુધીના બોલાયા હતા. આ સાથે જ ખેડૂતો વેપારીઓની સરકાર સામે ડુંગળીની નિકાસ બંધી હટાવવાની માંગ યથાવત જોવા મળી હતી.


