Gondal : ગોંડલ પોલીસે પ્લાસ્ટિકના વેસ્ટ મટીરીયલની આડમાં લઇ જવાતો દારુ ઝડપ્યો
ગોંડલ (Gondal) તાલુકા પોલીસે નેશનલ હાઇવે પર ભરૂડી પાસે આવેલ હોટલના પાર્કિંગમાં પાર્કિંગ કરેલા ટ્રકમાં તપાસ કરતા પ્લાસ્ટિકના વેસ્ટ મટીરીયલની આડમાં બનાવેલ ચોરખાનામાં વિદેશી દારૂની 544 પેટી સાથે 2 શખ્સને ઝડપી લઇ 39,55, 000 રુપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દારુ...
Advertisement
ગોંડલ (Gondal) તાલુકા પોલીસે નેશનલ હાઇવે પર ભરૂડી પાસે આવેલ હોટલના પાર્કિંગમાં પાર્કિંગ કરેલા ટ્રકમાં તપાસ કરતા પ્લાસ્ટિકના વેસ્ટ મટીરીયલની આડમાં બનાવેલ ચોરખાનામાં વિદેશી દારૂની 544 પેટી સાથે 2 શખ્સને ઝડપી લઇ 39,55, 000 રુપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

દારુ સાથે 2 ઝડપાયા
ગોંડલ ડિવિઝન ના DYSP કે.જી.ઝાલા ના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ ના PSI જે.એમ.ઝાલા ને ખાનગી બાતમી આધારે રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પર આવેલ ભરૂડી ના પાટિયા પાસે રામદેવ હોટેલના પાર્કિંગમાં પાર્ક કરેલ ટ્રકમાં તપાસ કરતા ટ્રકના પાછળના ભાગે પ્લાસ્ટિકના વેસ્ટ મટીરીયલની પાછળ ચોરખાનામાં રાખેલ વિદેશી દારૂ ની પેટી ઝડપી પાડી હતી. જેમાં 544 વિદેશી દારૂ ની પેટી, વિદેશી દારૂ ની 5628 બોટલ કિં.રૂ. 24,48,000/- એક ટ્રક કી.રૂ. 15,00,000/- બે મોબાઈલ કી.રૂ. 7000/- મળી કુલ 39,55,000/- ના મુદામાલ સાથે શ્રીરામ માનારામ ચૌધરી અને ચૂનારામ ધમડારામ ચૌધરીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


