Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Hind First

Hind First (English)

  • ftr-facebook
  • ftr-twitter
  • ftr-youtube
  • ftr-instagram
logo
tlbr_img1 Home tlbr_img1 Shorts tlbr_img1 Stories tlbr_img1 Videos
search_img
external_link1
  • logo
    closebtn
  • ગુજરાત
    • સુરત
    • વડોદરા
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ગાંધીનગર
    • અમદાવાદ
  • ટેક & ઓટો
  • આંતરરાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • લાઇફ સ્ટાઇલ
  • રાષ્ટ્રીય
  • બિઝનેસ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • એક્સક્લુઝીવ
  • facebook
  • twitter
  • youtube
  • instagram
ગુજરાત ▾
ગુજરાત| સુરત વડોદરા રાજકોટ ભાવનગર જૂનાગઢ જામનગર ગાંધીનગર અમદાવાદ
રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ સૌરાષ્ટ્ર
+
  • icon74ગુજરાત
    sub_icon74ગુજરાત સુરત વડોદરા રાજકોટ ભાવનગર જૂનાગઢ જામનગર ગાંધીનગર અમદાવાદ
  • icon81રાષ્ટ્રીય
  • icon72આંતરરાષ્ટ્રીય
  • icon80મનોરંજન
  • icon85સ્પોર્ટ્સ
  • icon79ધર્મ ભક્તિ
  • icon1185એક્સક્લુઝીવ
  • icon78બિઝનેસ
  • icon76ટેક & ઓટો
  • icon82લાઇફ સ્ટાઇલ
  • icon83વાયરલ & સોશિયલ
  • icon146076ક્રાઈમ
  • icon229865સૌરાષ્ટ્ર
Powered by sidemenu-logo
home-icon-img › ગુજરાત › GONDAL : પુર જેવી પરિસ્થિતિમાં હવે પાણીમાં ડૂબતા બચાવશે આ રોબોટ!
Advertisement

GONDAL : પુર જેવી પરિસ્થિતિમાં હવે પાણીમાં ડૂબતા બચાવશે આ રોબોટ!

GONDAL : રાજ્યમાં હાલ ચોમાસાની સિઝનની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે વરસાદી વતારણમાં ગોંડલ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં નાની મોટી નદીઓ તેમજ ચેકડેમ ઓવરફ્લો થતા હોય છે. ત્યારે પૂર સહિતની પરિસ્થિતિમાં બચાવ કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા ગોંડલ નગરપાલિકાને...
Author Image Harsh Bhatt
03:47 PM Jun 26, 2024 IST
Follow Us Follow Us
gondal   પુર જેવી પરિસ્થિતિમાં હવે પાણીમાં ડૂબતા બચાવશે આ રોબોટ
gondal   પુર જેવી પરિસ્થિતિમાં હવે પાણીમાં ડૂબતા બચાવશે આ રોબોટ
share Share
  • ftr-fb-icon
  • ftr-twitter-icon
  • ftr-linkedin-icon
  • ftr-linkedin-icon
  • ftr-linkedin-icon
Next »
Advertisement
GONDAL : રાજ્યમાં હાલ ચોમાસાની સિઝનની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે વરસાદી વતારણમાં ગોંડલ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં નાની મોટી નદીઓ તેમજ ચેકડેમ ઓવરફ્લો થતા હોય છે. ત્યારે પૂર સહિતની પરિસ્થિતિમાં બચાવ કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા ગોંડલ નગરપાલિકાને રેસ્ક્યુ રોબોટ આપવામાં આવ્યો છે. જેનાથી પાણીમાં ડુબતા વ્યક્તિને બચાવી શકાય છે. જેનું ગોંડલ પાલિકા ફાયર વિભાગ દ્વારા  ટેસ્ટિંગ કરાયું હતું.

રેસ્ક્યુ રોબોટનું ફાયર વિભાગ દ્વારા ટેસ્ટિંગ કરાયુ

GONDAL નગરપાલિકાનું ફાયર વિભાગ વધુ આધુનિક બન્યું છે. રાજ્ય સરકાર દ્વારા ફાયર વિભાગને રેસ્ક્યુ રોબોટ આપવામાં આવ્યો છે. ગોંડલ શહેરમાં આવતા વેરી તળાવ, આશાપુરા ડેમ, સેતુબંધ ડેમ તેમજ ગોંડલી નદી સહિત આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં આવતી નદીઓ તેમજ ચેકડેમોમાં આવતા પૂર સહિતની પરિસ્થિતિમાં રેસ્ક્યુ રોબોટ પ્રાણરક્ષક થનાર છે. રિમોટથી સંચાલિત રેસ્ક્યુ રોબટથી પાણી વચ્ચે ફસાયેલા લોકોના જીવ બચાવી શકાશે. આ રોબોટનું ગોંડલ નગર પાલિકાના ફાયર વિભાગ દ્વારા શહેરના જીવાદોરી સમાન વેરી તળાવ ખાતે ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું.

પુરમાં પાણીની વચ્ચે ફસાયેલ લોકોનું રેસ્ક્યુ કરી શકાશે

ગુજરાત રાજ્ય સરકારની સ્ટેટ ફાયર પ્રીવેન્શન સોસાયટી દ્વારા આ ખાસ પ્રકારનો રેસ્ક્યુ રોબોટ ગોંડલ નગરપાલિકાને આપવામાં આવ્યો છે. ચોમાસાના સમય દરમ્યાનમાં શહેરમાં અનેક નાની મોટી નદીઓ, ચેકડેમો અને તળાવો ઓવરફ્લો થતા હોય છે તેમજ પાણીના ધસમસતા પ્રવાહમાં અનેક વાર રાહદારીઓ, વાહનચાલકો જોખમી પુલ પરથી પસાર થતા હોય છે. ત્યારે અનેક લોકો પાણી વચ્ચે ફસાઈ જાય છે, તેઓને બચાવવામાં આ રેસ્ક્યુ રોબોટ અસરકારક સાબિત થશે.

રોબોટ પાણીમાં એક કિલોમીટરની રેન્જ સુધી જઈ શકશે

આ અંગે પાલિકાના ફાયર ઓફિસર સંજયભાઈ વાછાણીએ જણાવ્યું હતું કે, ગોંડલ શહેરમાં ચોમાસા દરમ્યાન અનેક વખતે પુર સહિતની આપદાઓ આવતી હોય છે. ત્યારે સરકારના તરફથી આપવામા આવેલો આ રેસ્ક્યુ રોબોટ ખરે ખરે લોકનો જીવ બચાવનાર બની રહેશે. તેમજ રેસ્ક્યુ રોબોટ ટેસ્ટિંગ દરમ્યાન નગરપાલિકા વાહનશાખાના ચેરમેન રફીકભાઈ કૈડા, ફાયર વિભાગના કર્મચારી રવિભાઈ વ્યાસ, કિશોરભાઈ ગોહિલ,  નયનભાઈ ગોંડલીયા, જયરાજસિંહ ચુડાસમા, સિદ્ધરાજસિંહ ઝાલા સહિતનો ફાયર સ્ટાફ દ્વારા રેસ્ક્યુ રોબોટ ટેસ્ટિંગમાં જોડાયો હતો.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી 
આ પણ વાંચો : Panchmahal : વાવડી બુઝુર્ગની શાળાના બાળકો જર્જરિત ઓરડામાં કરી રહ્યા છે અભ્યાસ
Advertisement
Tags :
drowningfire departmentflood situationsGondalGondal MunicipalityGujarat Firstlocal newsMunicipalityrobotrobot rescue
Advertisement

.

×
logo

For all the important news, live updates, videos and photos of atrocities in Gujarat and the world | GujaratFirst | ગુજરાત સમાચાર

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors.

Quick Links

  • About Us
  • Contact Us
  • Privacy policy

Menu

  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • એક્સક્લુઝીવ
  • બિઝનેસ
  • ટેક & ઓટો
  • લાઇફ સ્ટાઇલ
  • વાયરલ & સોશિયલ
  • ક્રાઈમ
  • સૌરાષ્ટ્ર

Regional News

    • ftr-facebook
    • ftr-twitter
    • ftr-youtube
    • ftr-instagram

    © Copyright, All Rights Reserved.

    • ftr-facebook
    • ftr-twitter
    • ftr-youtube
    • ftr-instagram
    Powered by : logo
    Sent from the Gujarat First App
    Open In
    GujaratFirst App
    GujaratFirst App
    Browser Logo
    tlbr_img1 Home tlbr_img2 Shorts tlbr_img3 Stories tlbr_img4 Videos