Cyclone Biporjoy : આંગણવાડી કાર્યકરો દ્વારા શેલ્ટર હોમમાં કરાઈ ઉમદા કામગીરી
અરબસાગરમાં ઉઠેલું ભીષણ વાવાઝોડું બિપરજોયની અસર કચ્છમાં શરુ થાય તે પહેલા અગમચેતીનાં ભાગરૂપે કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીનાં માર્ગદર્શન હેઠળ વિવિધ ક્ષેત્રોમાં પૂર્વ તૈયારી હાથ ધરવામાં આવી હતી.જેમાં આ કુદરતી સંકટથી સાવચેતી રાખવા સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ અંતર્ગત આંગણવાડી કક્ષાએ લાભ લેતા લાભાર્થીઓમાંથી દરિયાકાંઠા વિસ્તારથી ૦ થી ૧૦ કિલોમીટરનાં અંતરે આવેલા વિસ્તારમાં તથા નીચાણવાળા વિસ્તારનાં આંગણવાડી લાભાર્થીઓ તથા અન્ય લાભાર્થીઓને શેલ્ટર હોમમાં સ્થળાંતર કરવામાં આવ્યા.
આંગણવાડી કાર્યકરોની સેવા
સ્થળાંતરિત કરવામાં આવેલ બાળકોને કોઈ માનસિક કે શારીરિક અસુવિધા ન અનુભવાય તે માટે આ આફતને પણ આંગણવાડી કાર્યકર બહેનોએ અવસરમાં ફેરવી દીધી હતી. આ વિકટ પરિસ્થિતિની માનસિક અસર બાળકો પર ન થાય તથા શેલ્ટર હોમમાં રહેલા બાળકોમાં ભયના પ્રસરે તેમજ બાળકો માનસિક સ્વસ્થ અને ખુશ રહે તે માટે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણ ની પ્રવૃત્તિ કરાવવામાં આવી. જેમાં બાળકોને રમત રમાડવી, કાવ્યો કહેવા ,વાર્તાઓ કહેવી તેમજ વિવિધ રમકડાઓથી અલગ અલગ રમત રમાડવામાં આવી હતી.
નાના-નાની બાબતોનો ખ્યાલ રખાયો
ઉપરાંત જિલ્લાના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા વાવાઝોડા પ્રસંગે સ્થળાંતરની કામગીરી, મોનીટરીંગ, ફૂડ પેકેટ, શેલ્ટર હોમ ખાતે ભોજન વ્યવસ્થા તેમજ તે અંગે સામાજિક સંસ્થા સાથે સંકલનની કામગીરી કરવામાં આવી હતી. વાવાઝોડું આવે તે પહેલા તથા વાવાઝોડા દરમિયાન તેમજ ભારે વરસાદના પ્રસંગે લોકોને પબ્લીક એડ્રેસ સિસ્ટમથી માહિતગાર કરવા તેમજ સલામત સ્થળે ખસી જવા તથા અફવાઓ ન માનવા માટે પ્રચાર અને પ્રસારની કામગીરી કરવા સાથે શેલ્ટર હોમ ખાતે સફાઈ ,સ્વચ્છતા, જરૂરી ફૂડ પેકેટ, પીવાના પાણીની વ્યવસ્થા, તેમજ સગર્ભા સ્ત્રીઓને જરૂરિયાતના પ્રસંગે દવાખાને પહોંચાડવી, પરામર્શ દ્વારા ગંભીર કેસના કિસ્સામાં તમામ સુવિધાઓ પૂરી કરવા વગરે જેવી ઉમદા કામગીરી આંગણવાડી કાર્યકરો દ્વારા ઉમદા કામગીરી કરવામાં આવી હતી.
અહેવાલ : કૌશિક છાયા, કચ્છ
આ પણ વાંચો : ગુજરાત સરકારની આગોતરી તૈયારીથી ‘બિપોરજોય’થી થનારું ગંભીર નુકશાન ટળી ગયું..!
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.