Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપી કાર્યકર્તાને ધમકી!

Gujarat: ગુજરાતનું રાજકારણ ફરી એકવાક ગરમાયું હોય તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી (Former Deputy Chief Minister) નીતિન પટેલ (Nitin Patel)એ પોતાના કાર્યકર્તાઓને ધમકી આપી હોવાના સમાચાર સામે આવ્યા છે. વિગતે વાત...
gujarat  પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપી કાર્યકર્તાને ધમકી
Advertisement

Gujarat: ગુજરાતનું રાજકારણ ફરી એકવાક ગરમાયું હોય તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી (Former Deputy Chief Minister) નીતિન પટેલ (Nitin Patel)એ પોતાના કાર્યકર્તાઓને ધમકી આપી હોવાના સમાચાર સામે આવ્યા છે. વિગતે વાત કરવામાં આવે તો એક રેકોર્ડિય વાયરલ થયું છે જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ હવે કાર્યકરોને ધમકીઓ આપી રહ્યાં છે.

વાયરલ ઓડિયોમાં કાર્યકર્તાના વાણી વર્તને બાદ નીતિન પટેલ ઉશ્કેરાયા હતા. કાર્યકર્તાએ કહ્યું કે, કડીમાં ક્યા કોઈ ધણી છે!... બધાએ માપમાં જ રેવું જોઈએ, ચો માપમાં રહ્યો છે એ પારિયો.... નડે છે કોણ તમને જ નડો છો વચ્ચે!’ કાર્યકર્તાની આ ભાષા બાદ નીતિન પટેલ બગડ્યા હતા. અને કહ્યું કે, ‘તું વધારે પડતું બોલે છે એવું મને લાગે છે’

Advertisement

કાર્યકરને ધમકી આપતા હોવાનો ઓડિયો થયો વાયરલ

વિગતે વાત કરવામાં આવે તો, કડીમાં આવેલા મણીપુર ગામના કાર્યકરને ધમકી આપતા હોવાનો એક ઓડિયો વાયરલ થયો છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ડીના મણીપુર ગામના કાર્યકર રાકેશ પટેલને ધમકી આપતા હોય તેવો એક ઓડીયો વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર વિવાદની વાત કરવામાં આવે તો કડી નગરપાલિકાની ચૂંટણીમાં કાર્યકર્તા રાકેશ પટેલના વાર્ડમાં કોઈ પારસ કણિકને ટિકિટ આફવામાં આવી હતી, જેનો અહીંના લોકોએ ભારે વિરોધ પણ કર્યો હતો.

Advertisement

નીતિન પટેલે રાકેશ પટેલ નામના કાર્યકર્તાને ધમકાવ્યો

સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે તે વખતે નીતિન પટેલને રજૂઆત પણ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, પારસ કણિકની તે વખતે જીત થઈ હતી અને તેઓ અત્યારે કડી નગરપાલિકમાં કોર્પોરેટર પણ છે. આ બાબતે નીતિન પટેલે રાકેશ પટેલ નામના કાર્યકર્તાને ધમકાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ બાબતની એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ રહીં છે. જેમાં નીતિન પટેલ કહીં રહ્યા છે કે, ‘તુ તારી મર્યાદામાં રહે તો સારૂ છે, શિખામણ આપવાની જરૂર નથી, એ સમજી લેજે.’ વધુમાં નીતિન પટેલે કહ્યું કે, ‘મણીપુરનો છોકરો સમજીને બોલતા નથી એટલે, મેં બધું સોપી દીધું છે?’ નોંધનીય છે કે, આ ઓડિયોને લઈને ફરી એકવાર ગુજરાતનું રાજકારણ ગરમાય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો: Bharuch: એક ખોટી પોસ્ટે હજારો ગ્રામજનોને ભયમાં મૂક્યા, જાણો શું હતો એ મેસેજ…

આ પણ વાંચો: Ahmedabad: પોલીસ કસ્ટડીમાંથી અપહરણ અને દુષ્કર્મનો ગુનેગાર થયો ફરાર

આ પણ વાંચો: Kheda: વિદ્યાર્થીઓને આપવામાં આવતી સાયકલો ખાઈ રહી છે ધૂળ! આને ભ્રષ્ટાચાર ગણવો કે બેદરકારી?

Tags :
Advertisement

.

×