Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Police: પોલીસ બેડામાં બદલીઓનો દોર યથાવત, ગૃહ વિભાગે આપ્યા આદેશ

Gujarat Police: ગુજરાતમાં હમણાં જ થોડા સમય પહેલા મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટરની બદલીના ઓર્ડર થયા છે, ત્યારે ફરી એકવાર વાર પોલીસ બેડામાં બદલીઓનો દોર યથાવત જોવા મળ્યો છે. અત્યારે હથિયારી અને બિન હથિયારી PSI ની મોટાપાયે બદલીઓના ઓર્ડર કરી લેવામાં...
gujarat police  પોલીસ બેડામાં બદલીઓનો દોર યથાવત  ગૃહ વિભાગે આપ્યા આદેશ
Advertisement

Gujarat Police: ગુજરાતમાં હમણાં જ થોડા સમય પહેલા મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટરની બદલીના ઓર્ડર થયા છે, ત્યારે ફરી એકવાર વાર પોલીસ બેડામાં બદલીઓનો દોર યથાવત જોવા મળ્યો છે. અત્યારે હથિયારી અને બિન હથિયારી PSI ની મોટાપાયે બદલીઓના ઓર્ડર કરી લેવામાં આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે 551 બિન હથિયારી PSIની એક સાથે બદલીઓ કરવામાં આવી છે. તેની સાથે 43 જેટલા હથિયારી PSIની પણ બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગૃહ વિભાગ દ્વાકા આ બદલીઓના આદેશ કરવામાં આવ્યા છે.

Advertisement

Advertisement

તાત્કાલિક અસરથી બદલીના ઓર્ડર કરવામાં આવ્યા

મળતી વિગતો પ્રમાણે હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટરો અને બીન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટરોની તાત્કાલિક અસરથી બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. તેમણે અત્યારની ફરજ પરની જગ્યાએથી છુટા કરીને બદલીના જગ્યાએ હાજર થવાના ઓર્ડર કરવામાં આવ્યા છે. લોકસભાની ચૂંટણીને લઈને અત્યારે ગૃહ વિભાગ દ્વારા બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યારે હથિયારી અને બિન હથિયારી પીએસઆઈની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત વાત કરવામાં આવે તો 232 એટલા પીઆઈની પણ બદલી કરવામાં આવી છે.

રાજ્યમાં અત્યારે બદલીનો દોર યથાવત

ઉલ્લેખનીય છે કે, આગામી ટૂંક સમયમાં 2024ની લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થવાની છે. તેને લઈને અત્યારે રાજ્યમાં બદલીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. અત્યારે મળતી વિગતો પ્રમાણે 551 બિન હથિયારી પીએસઆઈ અને 43 હથિયાર પીએસઆઈની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. ગૃહ વિભાગ દ્વાકા આ બદલીઓના આદેશ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ, મંત્રી બળવંતસિંહ રાજપૂતે ગૃહમાં રજૂ કર્યુ આ બિલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×