Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

ચોમાસાના પ્રારંભે જ મેઘરાજા સમગ્ર ગુજરાતને ધમરોળી રહ્યા છે. ત્યારે આજે ફરી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે સુરત, નવસારી, વલસાડ, નર્મદા, દાદરા નગર હવેલી અને દમણમાં અતિ ભારે...
દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
Advertisement

ચોમાસાના પ્રારંભે જ મેઘરાજા સમગ્ર ગુજરાતને ધમરોળી રહ્યા છે. ત્યારે આજે ફરી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે સુરત, નવસારી, વલસાડ, નર્મદા, દાદરા નગર હવેલી અને દમણમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે.

Advertisement

જ્યારે અરવલ્લી અને સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. બીજી તરફ સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે. તો આ તરફ વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, તાપી અને ડાંગ સહિતના વિસ્તારોમાં પણ મેઘમહેર યથાવત રહી શકે છે.

Advertisement

નવસારીમાં એક NDRFની ટીમ સ્ટેન્ડ બાય
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે નવસારી જિલ્લામાં પણ વરસાદને લઇને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. રાજ્યમાં આગામી 30 જૂન સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેને લઇને જિલ્લામાં પૂર કે અન્ય કોઈ પરિસ્થિતિમાં પહોંચી વળવા તંત્ર સજ્જ બન્યુ છે.

રેસ્ક્યુ કામગીરી માટે NDRFની 6 બટાલિયનની 22 જવાનોની ટુકડી નવસારી ખાતે બંદોબસ્ત કરવામાં આવી છે. મોડી રાત્રે નવસારી જિલ્લા ખાતે NDRFની ટુકડી બચાવ સાધન સામગ્રી સાથે પહોંચી ગઈ છે. નવસારી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં NDRFની ટીમ દ્વાર નિરીક્ષણ કરવામાં આવશે અને જરૂર જણાય ત્યાં વરસાદ દરમિયાન જો કપરી પરિસ્થિતિ સર્જાય તો રેસ્ક્યુ પણ હાથ ધરવામાં આવશે.

અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં તાપમાન 30 ડિગ્રી રહે તેવી સંભાવના
આજે ગુરુવારે ગીરસોમનાથ, જુનાગઢ, નવસારી, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ મહીસાગર, નર્મદા જિલ્લાઓમાં 29 ડિગ્રી રહે તેવી સંભાવના છે. અમદાવાદ, અમરેલી, ગાંધીનગર, ખેડા અને વલસાડમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહે તેવી સંભાવના છે. જ્યારે છોટાઉદેપુર, જામનગર,કચ્છ, મોરબી,પાટણ,પોરબંદર જેવા જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહે તેવી સંભાવના છે.

આપણ  વાંચો-આવતીકાલે 29 જૂને આ જિલ્લાઓમાં મેઘરાજાનું તાંડવ થઇ શકે..!

Tags :
Advertisement

.

×