Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અહી સ્મશાન યાત્રા કાઢીને અનોખી રીતે કરાય છે હોળીની ઉજવણી, વાંચો અહેવાલ

હોળીના પર્વમાં દરેક લોકો રંગ સાથે પોતા પોતાની રીતે ઉજવણી કરતાં હોય છે. ભારતમાં અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નામોથી આ હોળીનો ઉત્સવ ઉજવાય પણ છે. પરંતુ આજે તમને જે હોળી વિશે જણાવવા જઈ રહ્યા છે તે ખૂબ જ અલગ...
અહી સ્મશાન યાત્રા કાઢીને અનોખી રીતે કરાય છે હોળીની ઉજવણી  વાંચો અહેવાલ
Advertisement

હોળીના પર્વમાં દરેક લોકો રંગ સાથે પોતા પોતાની રીતે ઉજવણી કરતાં હોય છે. ભારતમાં અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નામોથી આ હોળીનો ઉત્સવ ઉજવાય પણ છે. પરંતુ આજે તમને જે હોળી વિશે જણાવવા જઈ રહ્યા છે તે ખૂબ જ અલગ અને ખાસ પ્રકારની ઉજવણી છે. આવી હોળી વિશે તમે પહેલા ક્યારેય પણ નહીં સાંભડયું હોય કે જ્યાં સ્મશાન યાત્રા કાઢીને હોળીની ઉજવણી કરવામાં આવે છે.

અહી હોલીકાના પ્રેમી ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવી તેની સ્મશાન યાત્રા કાઢવાની અનોખી માન્યતા છે . જંબુસર પાંજરાપોળ વિસ્તારની પટેલ ખડકીમા બાપ દાદાની પેઢીથી પરંપરાગત હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે.

Advertisement

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં પરંપરા મુજબ હોળીના દિવસે તળાવની માર્ટીમાંથી ઇલ્લાજીની પ્રતિમા બનાવવામાં આવે છે અને ફળિયાના યુવાનો દ્વારા તેને જરૂયિાત મુજબ ધાણી ચણા સહિતનો ભોગ ધરાવવામાં આવે છે અને ધુળેટીના દિવસે સવારે પટેલ ખડકી તથા આજુબાજુ ખડકીના લોકો એકત્ર થઈ નનામીમાં સુવડાવી કૂલહાર ચઢાવી આરતી કરી સ્વજનની જેમ સ્મશાનયાત્રા કાઢી વિદાય આપવામાં આવે છે લોકવાયકા મુજબ ઇલાજી હોલીકાનો પ્રેમી હતો .

Advertisement

હોળીના દિવસે હોલિકા અગ્નિમાં ભસ્મીભૂત થાય છે બીજા દિવસે ઇલ્લાજી લગ્ન કરવા માટે હિરણ્યકશ્યપને ત્યાં જાય છે અને જુએ છે તો હોલિકાનું દહન થઇ ગયું હતું અને રાખ જોઇ તે ખૂબ દુઃખી થાય છે તેનું મન વિચલિત થયું અને ભાવવિભોર બની તે રાખમાં ખુબજ આળોટે છે અને અલગ અલગ રંગ ઉત્પન્ન થાય છે અને ત્યારથી જ આ ધૂળેટીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે તેમ પાંજરાપોળ પટેલ ખડકીના યુવાનો એ જણાવ્યું હતું.ઇલ્લાજીની સ્મશાનયાત્રામાં યુવાઓ ભાઇઓ બહેનો જોડાયાં હતા.

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ 

આ પણ વાંચો : VADODARA : FRC દ્વારા નક્કી કરેલી ફી શાળા વસુલે તેવી માગ

Tags :
Advertisement

.

×