Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઈન્સ્ટાગ્રામથી પ્રેમી ઉપર વિશ્વાસ મૂકી અઢી વર્ષથી રિલેશનશિપમાં રહેતી યુવતીને ભારે પડ્યું

અહેવાલ--દિનેશ મકવાણા, ભરૂચ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં 2 ભાઈઓએ એક યુવતીની હત્યા કરી તેના મિત્રોની મદદથી લાશનો નિકાલ કર્યો હોવાની બાતમી પોલીસને મળી હતી અને પોલીસે પણ આરોપીઓની પૂછપરછ કરતા બાતમી હકીકત બની ગઈ હતી. આરોપીઓએ યુવતીની હત્યા બાદ ક્યાં...
ઈન્સ્ટાગ્રામથી પ્રેમી ઉપર વિશ્વાસ મૂકી અઢી વર્ષથી રિલેશનશિપમાં રહેતી યુવતીને ભારે પડ્યું
Advertisement

અહેવાલ--દિનેશ મકવાણા, ભરૂચ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં 2 ભાઈઓએ એક યુવતીની હત્યા કરી તેના મિત્રોની મદદથી લાશનો નિકાલ કર્યો હોવાની બાતમી પોલીસને મળી હતી અને પોલીસે પણ આરોપીઓની પૂછપરછ કરતા બાતમી હકીકત બની ગઈ હતી. આરોપીઓએ યુવતીની હત્યા બાદ ક્યાં કરી અને કેવી રીતે લાશનો નિકાલ કરી પુરાવાનો નાશ કર્યો છે તે તમામ હકીકત કબૂલી લેતા હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે.

Advertisement

અઢી વર્ષની રિલેશનશિપમાં બંને વચ્ચે ઝઘડો થતો હતો

Advertisement

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં એક ફરિયાદ નોંધાય છે જેમાં ફરિયાદી પણ પોલીસ છે. પોલીસ કર્મીને બાતમી મળી હતી કે એક યુવકે તેની સાથે અઢી વર્ષથી રિલેશનશિપમાં રહેલી યુવતીની હત્યા કરી તેની લાશનો નિકાલ કરી દીધો છે. પોલીસ કર્મીએ પણ બાતમીદારની બાતમીના આધારે સૌ પ્રથમ તો શંકાસ્પદ યુવકોને ઊંચક્યા અને તેમની કડક પૂછપરછ કરી જેમાંથી હત્યામાં પ્રેમીના મોટાભાઈ સૌરભ ગોવિંદલાલ ગેંગવાણીએ સમગ્ર હત્યાનો ભાંડો કબૂલ્યો હતો અને તેના નાના ભાઈ સંજય ગોવિંદલાલ ગેંગવાણી મયુરી ભગત નામની યુવતી સાથે છેલ્લા અઢી વર્ષથી રિલેશનશિપમાં હતો અને બંને વચ્ચે ઝઘડો થતો હોય જેને લઇ મોટા ભાઈ સૌરભ ગેગવાણીએ યુવતીની હત્યાનું કાવતરું રચી નાખ્યું હતું.

તળાવમાં યુવતીની લાશ ફેંકી દીધી

સૌરભ ગોવિંદલાલ ગેગવાણીએ યુવતીની હત્યા બાદ હાથ અને પગ બાંધી કોથળામાં પેક કરી તેમના મિત્ર મન ઉર્ફે ગોલુ તુકારામ વેરેકર અને અન્ય એક ભરથરી ઉર્ફે બદ્રીએ થેલામાં પેક કરેલો યુવતીનો મૃતદેહ બાઇક ઉપર લઈ જઈ ઢેઢિયા તળાવમાં અવાવરૂ જગ્યાએ પથ્થર બાંધીને નાખ્યો હોવાની કબુલાત કરી હતી જેના પગલે પોલીસે બાતમીના આધારે તળાવમાં ફાયર ફાઈટરની ટીમ સહિત વિવિધ મેડિકલ અને અધિકારીઓની ટીમ સાથે સર્ચ ઓપરેશન હાથ ધરી તળાવમાં આરોપીઓએ કરેલી કબુલાત મુજબનો કોથળામાં બાંધેલો યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો.

મયુરી ભગતને સંજય ગોવિંદ લાલ ગેગવાણી સાથે instagram ઉપર પ્રેમ થયો હતો

યુવતી મયુરી ભગત હોવાનું ઈન્સ્ટાગ્રામ ઉપરથી જાણવા મળ્યું છે પરંતુ તેના હજુ વાલી વારસો મળી આવ્યા નથી અને મયુરી ભગત ને સંજય ગોવિંદ લાલ ગેગવાણી સાથે instagram ઉપર પ્રેમ થતા તેઓ અઢી વર્ષથી સાથે રહેતા હતા જેના પગલે સમગ્ર ઘટના બાદ પ્રેમી સંજય ગેગવાણી પણ ભાગી ગયો હતો. તપાસ દરમિયાન બેંગ્લોરમાં સંતાયો હોવાની માહિતી મળતા જ ભરૂચની એલસીબી પોલીસ બેંગલોર ખાતેથી મુખ્ય આરોપીને ઝડપી લીધો હતો અને તેને 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

બાતમીદાર સામે પણ ધમકી આપવા બદલ ગુનો

આ સમગ્ર ઘટનામાં બાતમી આપનારે પણ હત્યા બાબતે કોઈને ધમકી અને પોતાની પાવર બતાવી હોય તેવો મામલો સામે આવતા બાતમીદાર સામે પણ ધમકી આપવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો----પેરા એશિયન ગેમ્સમાં ચેસમાં બ્રોન્ઝ મેડલ જીતનારી હિમાંશી રાઠીને IAS ઓફિસર બનવું છે

Tags :
Advertisement

.

×