સાળંગપુરમાં દાદાને સોનાના વાઘાનો શણગાર, શતામૃત મહોત્સવની કરાશે ઉજવણી
અહેવાલ - ગજેન્દ્ર ખાચર, બોટાદ
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિરે નવા વર્ષના પ્રારંભે વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી છે. હનુમાનજી દાદાને રૂ.6.50 કરોડની કિંમતના 8 કિલો સોનાના વાઘાનો શણગાર કરાયો છે. મંદિરનાં સંતો દ્વારા પૂજન આરતી યોજી અને મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દિવ્ય દર્શન કરી નવા વર્ષનો પ્રારંભ કર્યો છે.
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા સાળંગપુર ગામ કે જ્યાં સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર આવેલું છે. મંદિર પ્રશાસન દ્વારા દરેક ધાર્મિક તહેવારોની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે દિવાળી અને બેસતા વર્ષની પણ ભવ્ય ઉજવણી કરાઈ રહી છે.
હનુમાનજી દાદાની સ્થાપનાને 175 વર્ષ પૂર્ણ થયા છે. જેથી 16થી 22 નવેમ્બર સુધી 175માં શતામૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દિપાવલીના તહેવાર નિમિત્તે દાદાના મંદિરને રંગબેરંગી રોશની કરાઈ છે અને ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા આજે નવા વર્ષના દિવસે રૂ.6.50 કરોડના ખર્ચે તૈયાર થયેલા 8 કિલો સોનાના સુવર્ણ વાઘાનો હનુમાનજી દાદાને શણગાર કરવામાં આવ્યો છે.
તેમજ દાદાની મૂર્તિ ફરતે અલગ અલગ રંગબેરંગી ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે. મંદિરના સંતો દ્વારા દાદાની મહાઆરતી અને પૂજન અર્ચન કર્યુ હતું. જ્યારે દાદાના દર્શને વહેલી સવારથી ભક્તોની ભીડ જામી હતી. જ્યારે ભક્તોએ હનુમાનજી દાદાના દર્શન કરી નવા વર્ષનો પ્રારંભ કર્યો હતો.
આ પણ વાંચો - Botad : શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે