અમદાવાદની આ સોસાયટીમાં ભગવાન શ્રી રામના ભક્તોએ બનાવી સુંદર રંગોળી
અહેવાલ - પ્રદીપ કચિયા
આજથી નૂતન વર્ષ 2080 ની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે રાજ્યભરની અંદર નવા વર્ષની ઉજવણી હર્ષ અને ઉલ્લાસ સાથે થઈ રહી છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારની અંદર વિવિધ રીતે રિવાજ મુજબ આ નિતન વર્ષની ઉજવણી ચાલી રહી છે. દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ અમદાવાદની નગરદેવી માં ભદ્રકાળી ના દર્શન પણ કર્યા હતા.
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી સહજાનંદ પાર્ક સોસાયટીમાં છેલ્લા 30 વર્ષથી ચાલી આવતી એક પરંપરા આજે પણ જાળવી રાખી છે. આ સોસાયટીના યુવાનો સાથે મળીને દર વર્ષે નવા વર્ષની ઉજવણી કરે છે. ત્યારે આ વર્ષે પણ સહજાનંદ યુવક મંડળ દ્વારા નવા વર્ષની ઉજવણી ભગવાન શ્રીરામની પાંચ ફૂટ પહોળી રંગોલી બનાવીને કરી હતી.
આ નૂતન વર્ષે તમામ સોસાયટીના સભ્યો એ વર્ષ દરમિયાન થયેલા નાના-મોટા ઝઘડા ભુલાવીને સૌ સાથે મળી અને નવા વર્ષની ઉજવણીમાં સહભાગી થયા હતા. છેલ્લા 30 વર્ષથી આ સોસાયટીમાં યુવાનો દ્વારા જે આયોજન કરવામાં આવે છે. તેમાં સોસાયટીના તમામ સભ્યો સાથ અને સહકાર આપે છે અને આ સોસાયટીના યુવાનો દ્વારા દર વર્ષે નવી થીમ પર નવી રંગોળીઓ બનાવવામાં આવે છે.
આ પણ વાંચો - વિક્રમ સંવત 2080ના નૂતન વર્ષનો આજથી પ્રારંભ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જનતાને પાઠવી શુભેચ્છાઓ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે




