Ambaji : ભાદરવી પૂનમના મેળામાં વર્ચ્યુઅલ રિયાલિટી કેન્દ્રનું ઉદ્ઘાટન
અહેવાલ---શક્તિસિંહ રાજપુત,અંબાજી ગુજરાતના સૌથી મોટા મેળાઓ પૈકીના એક એવા આદ્યશક્તિ મા અંબાના ધામ અંબાજી ખાતેના ભાદરવી પૂનમના મેળાનો આજથી વિધિવત પ્રારંભ થયો છે ત્યારે મેળામાં આ વખતે ઘણી નવી પહેલ કરવામાં આવી છે. આસ્થા સાથે મેળાનું આકર્ષણ જળવાઈ રહે એવા...
Advertisement
અહેવાલ---શક્તિસિંહ રાજપુત,અંબાજી
ગુજરાતના સૌથી મોટા મેળાઓ પૈકીના એક એવા આદ્યશક્તિ મા અંબાના ધામ અંબાજી ખાતેના ભાદરવી પૂનમના મેળાનો આજથી વિધિવત પ્રારંભ થયો છે ત્યારે મેળામાં આ વખતે ઘણી નવી પહેલ કરવામાં આવી છે. આસ્થા સાથે મેળાનું આકર્ષણ જળવાઈ રહે એવા નવીન અભિગમને ધ્યાનમાં રાખી યાત્રિકો અને માઇભક્તો મેળામાં એક સ્થળેથી અંબાજી મંદિર, ગબ્બર, 51 શક્તિપીઠ સહિતના મંદિરોના દર્શન કરી શકે એ માટે વર્ચ્યુઅલ રિયાલિટી કેન્દ્રની સુવિધા ઉભી કરવામાં આવી છે.

કલેક્ટરના હસ્તે ઉદ્ઘાટન
આજે મેળાના પ્રારંભે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટર વરુણકુમાર બરનવાલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કલેકટરે પોતે આ ટેકનોલોજીનો અનુભવ માણી અંબાજી આવતા માઇભક્તોની આ સુવિધાનો લાભ લેવા અપીલ કરી હતી.

વર્ચુઅલ રિયાલિટીનો અદભુત અનુભવ મળે એવો નવતર પ્રયાસ
અંબાજીના ભાદરવી પૂનમના મેળાની આગવી ઓળખ પગપાળા સંઘ છે. મેળામાં પકૃતિ અને સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે. લોકોની રહેવા, જમવાની અને વિશ્રામ એમ તમામ પ્રકારની સવલતો સચવાય એ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ભાતીગળ મેળામાં આધુનિક ટેકનોલોજીના માધ્યમથી લોકોને તમામ સુવિધાઓ સાથે મનોરંજન અને આકર્ષણ આપવા વોટ્સએપ ચેટ બોટ, કયું આર કોડ, ગુગલ મેપ્સ જેવી આજના યુગની અનિવાર્ય ટેકનોલોજીની સાથે વર્ચુઅલ રિયાલિટીનો અદભુત અનુભવ મળે એવો નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે.

સમગ્ર મેળાના મહોલનો વર્ચ્યુઅલ અનુભવ એક જ સ્થળે બેસીને માણી શકે
યાત્રિકો સમગ્ર મેળાના મહોલનો વર્ચ્યુઅલ અનુભવ એક જ સ્થળે બેસીને માણી શકે છે. વાસ્તવિક મેળો અને તેની વર્ચ્યુઅલ અનુભૂતિના અદભુત સમન્વયથી અંબાજી મેળાનું આકર્ષણ વધશે અને મેળાની લોકપ્રિયતાને નવી ઊંચાઈ મળશે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. આ માટે એક યાત્રિકે 120 રૂપિયા ચાર્જ આપવો પડશે. આ ટેકનોલોજી થી ભકતને માતાજીના સાક્ષાત દર્શન થાય તેવો અનુભવ થશે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, ઇ. ચા. પોલીસ અધિક્ષક તેજસ પટેલ, મદદનીશ કલેકટર સ્વપ્નિલ સિસલે, અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર સિદ્ધિ વર્મા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


