Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar : ધ્રાગડા ગામમાં ધાક જમાવવા એક શખ્સે કર્યું ફાયરિંગ, SOG એ કરી ધરપકડ Viral Video

જામનગરમાંથી એક ફાયરિંગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક શખ્સ જાહેરમાં પોતાના હાથમાં બંદૂક લઇ ફાયરીંગ કરતો હતો. આ અંગે તપાસ કરાતા આરોપી સોહિલ ઓસમાણ રાઉમાએ તેના કુટુંબી ભાઇ આકીબ સફિયાની ધ્રાંગડા ગામે આવેલા વાડી ખેતરમાં બંદૂકથી જાહેરમાં...
jamnagar   ધ્રાગડા ગામમાં ધાક જમાવવા એક શખ્સે કર્યું ફાયરિંગ  sog એ કરી ધરપકડ viral video
Advertisement

જામનગરમાંથી એક ફાયરિંગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક શખ્સ જાહેરમાં પોતાના હાથમાં બંદૂક લઇ ફાયરીંગ કરતો હતો. આ અંગે તપાસ કરાતા આરોપી સોહિલ ઓસમાણ રાઉમાએ તેના કુટુંબી ભાઇ આકીબ સફિયાની ધ્રાંગડા ગામે આવેલા વાડી ખેતરમાં બંદૂકથી જાહેરમાં ફાયરીંગ કરતો હોય તેવો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.

મળતી જાણકારી અનુસાર, ધ્રાગડા ગામની સીમમાં લાયસન્સ વાળું હથિયાર કાઢી ફાયરીંગ કરી સીનસપાટા કરતો વીડિયો બનાવનાર એક શખ્સને જામનગર એસઓજી પોલીસે ઝડપી લઇ રૂપિયા પાંચ હજારની કિંમતનું લાયસન્સ વાળું હથિયાર કબજે કરી આર્મ્સ એકટ હેઠળ ગુન્હો દાખલ કર્યો હતો.

Advertisement

જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી એસઓજીના પીઆઇ બીએન ચૌધરી તથા પીએસઆઇ જયદીપ પરમાર આર.એચ. બાર સહિતના સ્ટાફ દ્વારા સોહિલ ઓસમાણ રાઉમા નામના શખ્સને ઝડપી પડ્યો હતો અને હથિયાર કબજે કરી પંચ એ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ હેઠળ ગુનો દાખલ કરાવવા કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

આ પણ વાંચો : Ahmedabad : વિરમગામમાં રવિન્દ્ર અને અમદાવાદમાં સ્મિતની હત્યા અંગે મોટો ખુલાસો

Tags :
Advertisement

.

×