Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

CMના ભાષણ સમયે મીઠી નીંદર માણતા ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલ સસ્પેન્ડ

ભુજમાં યોજાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમ દરમિયાન મીઠી નીંદર માણી રહેલા ચીફ ઓફિસર જીગર પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઘટનાનો વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો. ભુજમાં યોજાયો હતો CMનો કાર્યક્રમ મહત્વનું છે કે, ભૂકંપના બે દાયકા બાદ પ્રોપર્ટી...
cmના ભાષણ સમયે મીઠી નીંદર માણતા ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલ સસ્પેન્ડ
Advertisement

ભુજમાં યોજાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમ દરમિયાન મીઠી નીંદર માણી રહેલા ચીફ ઓફિસર જીગર પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઘટનાનો વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો.

ભુજમાં યોજાયો હતો CMનો કાર્યક્રમ

Advertisement

મહત્વનું છે કે, ભૂકંપના બે દાયકા બાદ પ્રોપર્ટી કાર્ડ વિતરણ પ્રસંગે એક કાર્યક્રમ યોજાયા હતો આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપ સરકારના વિકાસ કાર્યની ગાથા તેમના પ્રાસંગિક પ્રવચનમાં કરી રહ્યાં હતા. તેમજ અધિકારીઓને મહત્વના સુચનો આપતા હતા. આ દરમિયાન શ્રોતાગણમાં બેઠેલા ભૂજના ચીફ ઓફિસર જીગર પટેલ આ બધાથી તદન અજાણ અને શાંતિથી ઊંઘતા જોવા મળ્યાં હતા. . ગેરશિસ્ત અને ફરજમાં ક્ષતિના પગલે ભૂજના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

Advertisement

વીડિયો વાયરલ થયા બાદ કાર્યવાહી

પપ્રાપ્ત જાણકારી અનુસાર, ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલની સામે શિસ્તભંગ બદલ આકરી કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્યમંત્રીના કાર્યક્રમ દરમિયાન ચીફ ઓફિસર ઉંઘતા હોવાનો વીડિયો વાયરલ થયા બાદ તેઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Tags :
Advertisement

.

×