Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kheda: માતરમાં નવનિર્મિત ભવ્ય દત્ત મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

અહેવાલ - કિશનસિંહ રાઠોડ, ખેડા ખેડા જિલ્લાના રંગ અવધૂત લીલા વિહારધામ ગામા ક્ષેત્ર માતરમાં નવનિર્મિત ભવ્ય દત્ત મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. ચાર વેદના બ્રાહ્મણો દ્વારા વેદગાન કરાયું પાંચ દિવસના આ મહોત્સવ દરમિયાન ગુરુ મહારાજની પાદુકાનું...
kheda  માતરમાં નવનિર્મિત ભવ્ય દત્ત મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
Advertisement

અહેવાલ - કિશનસિંહ રાઠોડ, ખેડા

ખેડા જિલ્લાના રંગ અવધૂત લીલા વિહારધામ ગામા ક્ષેત્ર માતરમાં નવનિર્મિત ભવ્ય દત્ત મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો.

Advertisement

ચાર વેદના બ્રાહ્મણો દ્વારા વેદગાન કરાયું

Advertisement

પાંચ દિવસના આ મહોત્સવ દરમિયાન ગુરુ મહારાજની પાદુકાનું આગમન અને પૂજનના કાર્યક્રમો ,સુંદરકાંડ,વેદઘોષ, ચારવેદના ગાન,દિકપાલ મંડપ પૂજન,શિખર પૂજન ગુરુ મહારાજ ફિલ્મ પ્રદર્શન સહિત અનેક કાર્યક્રમોનો દૂર સુદૂર,દેશ વિદેશના શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો. વૈદિક પરંપરા મુજબ ચાર વેદના બ્રાહ્મણો દ્વારા વેદગાન કરાયું હતું.

દત્ત ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું

તા.20મી નવેમ્બરે ધજા રોહણ, ગર્ભગૃહ દીપ પ્રાગટય અને રંગ અવધૂત મહારાજ દત્ત ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનેકવિધ આધ્યાત્મિક ગાદીના મહાનુભાવો,સંતો,મહંતો સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આચાર્ય કિરીટભાઈ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે,રંગ અવધૂત મહારાજના શિષ્ય બાલ અવધૂતજી મહારાજના શુભ સંકલ્પોથી આ ગામા ક્ષેત્ર માતરમાં દત્ત મંદિરનું નિર્માણ થયું છે.

ભવ્ય શીખરબદ્ધ મંદિર દર્શનીય તીર્થધામ બની રહ્યું છે

અહીં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સહિત હિન્દૂ સંસ્કૃતિના દેવ દેવીઓ,નવ ગ્રહનું નિરૂપણ સહિત અનેક આધ્યાત્મિક બાબતોને આવરી લેતું આ મંદિર દર્શનીય છે.નાગર શૈલી અને અષ્ટ ભદ્રી શૈલીથી માતર વાત્રક નદી તટ પરનિર્માણ થયેલુ આ ભવ્ય શીખરબદ્ધ મંદિર દર્શનીય તીર્થધામ બની રહ્યું છે.જ્યાં વૃક્ષોની વનરાજીમાં પક્ષીઓનો કલરવ પણ કર્ણ પ્રિય બની રહે છે.

આ પણ વાંચો - મુન્દ્રામાં ચોખા ભરેલા જહાજમાં લાગી આગ

Tags :
Advertisement

.

×