Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પૈસાની લેતીદેતીમાં યુવકનું અપહરણ, પોલીસે ગણતરીના કલાકોમાં અપહ્યત યુવકને છોડાવ્યો

અહેવાલઃ પ્રદિપ કચીયા, અમદાવાદ  પૈસાની લેતીદેતીમાં એક યુવકનું અપહરણ કરવાનો કિસ્સો સામે આવ્યો છે, જો કે પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાંજ ઝડપી લીધો, અને અપહ્યત યુવકને છોડાવ્યો હતો. બનાવની વિગત મુજબ  જયરાજ સુરતી ડીજે વગાડવાનો વ્યવસાય કરે છે...થોડાક દિવસ પહેલા આરોપી...
પૈસાની લેતીદેતીમાં યુવકનું અપહરણ  પોલીસે ગણતરીના કલાકોમાં અપહ્યત યુવકને છોડાવ્યો
Advertisement

અહેવાલઃ પ્રદિપ કચીયા, અમદાવાદ 

પૈસાની લેતીદેતીમાં એક યુવકનું અપહરણ કરવાનો કિસ્સો સામે આવ્યો છે, જો કે પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાંજ ઝડપી લીધો, અને અપહ્યત યુવકને છોડાવ્યો હતો. બનાવની વિગત મુજબ  જયરાજ સુરતી ડીજે વગાડવાનો વ્યવસાય કરે છે...થોડાક દિવસ પહેલા આરોપી ધીરજ પાંડે અને ફરિયાદી યુવક જયરાજ સુરતીએ ITC નર્મદા હોટલ ખાતે એક ઇવેન્ટનું કામ લીધું હતું..જે બાદ ફરિયાદી અને આરોપી વચ્ચે પૈસાની લેતીદેતી ચાલતી હતી..જેમાં આરોપીને 57 હજાર રૂપિયા ફરિયાદી જયરાજ સુરતી પાસે લેવાના હતા..આ પૈસા જયરાજ આપતો ના હોવાથી બન્ને આરોપીઓ ભેગા મળી અપહરણ કરી લઈ ગયા હતા..જેનો પોલીસ કંટ્રોલ રૂમ મેસેજ મળતા થલતેજ નજીક એસ.કે.કેટરસ ગૌડાઉનમાંથી યુવક છોડાવ્યો હતો...

Advertisement

આ સમગ્ર મામલે બોડકદેવ પોલીસ સ્ટેશનના PI અભિષેક ધવને જણાવ્યુ હતું કે, તપાસ કરતા દાણીલીમડા પાસે આવેલ આશિષ હોટલમાં ફરિયાદી જયરાજ બેઠો હતો..તે સમયે આરોપી ધીરજ પાંડે અને નીરજ પાઠક આવીને જયરાજ સાથે ઝઘડો કરીને બાઇક પર અપહરણ કરીને થલતેજ લઈ ગયા...જે થલતેજ વોટર વર્ક્સ પાસે આરોપી નીરજ પાઠક ડેકોરેશના ગોડાઉન માં બેસાડી રાખ્યો હતો.

Advertisement

રવિવારની સવારે 10.30 વાગ્યે ગોડાઉન પર ગોંધી રાખીને સાંજના 6.30 વાગ્યા સુધી રાખ્યો હતો..આરોપીઓ પૈસા આપવા ફરિયાદી જયરાજ પર દબાણ કરતા હતા..જેથી જયરાજએ એક ફોન કરવાનું કહ્યું હતું..બાદમાં આરોપીઓ ફોન આપ્યો હતો ત્યારે જયરાજે તેની માતા મીનાબેને સીધો ફોન કરીને કહ્યું કે મારું અપહરણ થઈ ગયું છે..જે બાદ મીનાબેન પોલીસ કંટ્રોલમાં જાણ કરતા બોડકદેવ પોલીસે મોબાઇલ ફોન ટ્રેસ કરીને આરોપી લોકેશન કાઢી ફરિયાદી જયરાજ છોડાવ્યો હતો..ત્યાં અપહરણ કરનાર બન્ને આરોપીની ધરપકડ કરી હતી..સામાન્ય પૈસાની લેતીદેતીમાં અપહરણ કરનાર બન્ને આરોપીને પોલીસે જેલ હવાલે કર્યા છે...બન્ને આરોપી અપહરણ કરવા પાછળ કોઈ અન્ય કારણ છે કે કેમ જેને લઈ તપાસ શરૂ કરી છે....

Tags :
Advertisement

.

×