KUTCH : ગ્રામ વિકાસ વિભાગના કમિશ્નર અને અન્ય હોદ્દેદારો આવ્યા ભારાસર ગામની મુલાકાતે
અહેવાલ -કૌશિક છાંયા ગ્રામ વિકાસના કમિશ્નર,સચિવ મનીષા ચંદ્રા અને મહિલા અને બાળ વિકાસ વિભાગના કમિશ્નર, સચિવશ્રી કે.કે નિરાલા કચ્છ જિલ્લાની ત્રણ દિવસીય મુલાકાતે આવેલા છે, ત્યારે તેમણે ભુજ તાલુકાના ભારાસર ગામની મુલાકાત લીધી હતી. આ તકે ભારાસર ગામમાં ગ્રામ વિકાસને...
Advertisement
અહેવાલ -કૌશિક છાંયા
ગ્રામ વિકાસના કમિશ્નર,સચિવ મનીષા ચંદ્રા અને મહિલા અને બાળ વિકાસ વિભાગના કમિશ્નર, સચિવશ્રી કે.કે નિરાલા કચ્છ જિલ્લાની ત્રણ દિવસીય મુલાકાતે આવેલા છે, ત્યારે તેમણે ભુજ તાલુકાના ભારાસર ગામની મુલાકાત લીધી હતી.
આ તકે ભારાસર ગામમાં ગ્રામ વિકાસને લગતી કરવામાં આવેલી કામગીરી તથા વિવિધ કમ્પોનેટની સ્થળ જાત મુલાકાત લઈને તેમનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે ગ્રામજનો સાથે સરકારશ્રીની યોજનાઓ બાબતે સંવાદ કરવામાં આવ્યો હતો, તેમજ સખીમંડળની બહેનો સાથે તેમને મળતા લાભો તથા તેમની કામગીરી વિશે જાણકારી તથા વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.
સ્વચ્છતાના કમ્પોનેટ જેવા કે સેગ્રીગેશન શેડ તેમજ પાણીના શુદ્ધિકરણ માટેના DEWATS પ્લાન્ટ વગેરેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ તકે ગ્રામ વિકાસના કમિશ્નરશ્રી દ્વારા વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ તથા એસ્પિરેશનલ તાલુકા અધિકારીશ્રીઓ સાથે મીટિંગ કરીને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઇન્ચાર્જ નિયામકશ્રી આર.કે.ઓઝા અને નવનિયુક્ત નિયામકશ્રી નિકુંજ પરીખ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની વિવિધ યોજનાઓના અધિકારીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી ભુજ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.


