KUTCH : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા ભુજમાં યોજાઈ રહેલ રાષ્ટ્રીય બેઠકને અપાયો આખરી ઓપ
અહેવાલ - કૌશિક છાયા, ક્ચ્છ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કાર્યપ્રણાલી અનુસાર પ્રતિ વર્ષ દિવાળી પૂર્વે ભારતીય કાર્યકારી મંડળીની બેઠક દેશના કોઈ એક સ્થાન પર યોજાતી હોય છે, જેના ભાગરૂપે આ વર્ષે આ બેઠક ભુજ ખાતે 3 નવેમ્બરથી રોજ યોજાવા જઈ રહી...
Advertisement
અહેવાલ - કૌશિક છાયા, ક્ચ્છ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કાર્યપ્રણાલી અનુસાર પ્રતિ વર્ષ દિવાળી પૂર્વે ભારતીય કાર્યકારી મંડળીની બેઠક દેશના કોઈ એક સ્થાન પર યોજાતી હોય છે, જેના ભાગરૂપે આ વર્ષે આ બેઠક ભુજ ખાતે 3 નવેમ્બરથી રોજ યોજાવા જઈ રહી છે, ત્યારે તેની તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.
આ બેઠકમાં રામ મંદિર નિર્માણ, સરહદી ક્ચ્છ જિલ્લામાં હિન્દુઓની હિજરત, દેશની સુરક્ષાના મુદ્દાને કેન્દ્ર સ્થાને રાખવામાં આવશે. રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સર સંઘ સંચાલક ડો. મોહનજી ભાગવત, સહ કાર્યવાહક દત્તાત્રેય હોશબોલે પ્રમુખ સ્થાને બેઠકમાં રહેશે
લોકસભાની ચૂંટણી પૂર્વે યોજાતી આ સંઘની બેઠક મહત્વની
આગામી દિવસોમાં યોજાનાર આ બેઠકમાં ડો.મોહન ભાગવતજી સહિત ભારતીય ક્ષેત્રના તમામ વિભાગના મુખ્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે.આ બેઠકમાં વિવિધ પ્રાંત અને ક્ષેત્રના ટીમના સભ્યો ઉપસ્થિત રહેશે. વધુમાં દેશના જુદા જુદા રાજ્યો અને 500થી વધારે ક્ષેત્રના નેતાઓ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે. આજે 25 સંઘ પ્રચારકો ભુજ આવી પહોંચ્યા હતા, ત્યારે 2 નવેમ્બરના 67 અને 3 નવેમ્બરના 167 પ્રચારકો અલગ અલગ રાજ્યમાંથી આવશે. 2024 ની લોકસભાની ચૂંટણી પૂર્વે યોજાતી આ સંઘની બેઠક મહત્વની માનવામાં આવી રહી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement


