ડભોઇમાં ધારાસભ્યની ઉપસ્થિતિમાં "મારી માટી મારા દેશ" કાર્યક્રમ યોજાયો
અહેવાલ - પીન્ટુ પટેલ, ડભોઇ
ડભોઇ શહેર અને તાલુકા નગરપાલિકા કક્ષાનો "મારી માટી મારા દેશ" કાર્યક્રમનું ધારાસભ્યની ઉપસ્થિતિમાં પટેલવાડી ખાતે કાર્યક્રમ યોજાયો હતો.
"મારી માટી મારો દેશ" કાર્યક્રમના ગ્રામ્ય કક્ષાએથી એકત્ર થયેલ માટી તાલુકા કક્ષાએ પહોંચાડવા અર્થેના તાલુકા કક્ષાના અને ડભોઇ નગરપાલિકાના સંયુક્ત કાર્યક્રમ માનનીય ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા (શોટ્ટા)ની પ્રેરક ઉપસ્થિતમાં સિનોર ચોકડી પાસે આવેલ લેઉવા પટેલ વાડી ખાતે યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે "આઝાદી કા અમૃત મહોત્સવ" એ આઝાદીના 75 વર્ષની સ્મારક ઉજવણી છે. આપણે આપણી સ્વતંત્રતા માટે એ લોકોના ઋણી છીએ. જેમણે આપણી આવતીકાલ માટે પોતાની આજ ગુમાવી દીધી. તેમાના ઘણા લોકોએ રાષ્ટ્રહિત માટે સર્વસ્વનું બલિદાન આપ્યું. આપણી માતૃભૂમિ એ ધન્ય ભૂમિ છે કે જેણે ઘણા બહાદુરો અને વીરોને જન્મ આપ્યો છે.
આ માતૃભૂમિમાં જન્મ લીધો હોવાના કારણે આપણે પણ આ ભૂમિ સાથે તેમજ અહીંની ભૂમિ અને લોકોમાં રહેલી દેશભક્તિની ભાવની સાથે જોડાયેલા છીએ. આઝાદી કા અમૃત મહોત્સવ ભારતના એવા વીરોના બલિદારોને બિરદાવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે કે, જેમણે આપણી આઝાદી માટે અમૂલ્ય યોગદાન આપ્યું છે.
મારી માટી મારો દેશ" ના પંચાયત કક્ષાના કાર્યક્રમમાં શહીદો અને વીરોને શ્રદ્ધાંજલિ આપી રાષ્ટ્ર નિર્માણ માટે શપથ લેવામાં આવેલ, સાથે સાથે દેશભરની અને ડભોઇ તાલુકા મથકની પંચાયતો આને નગરપાલિકા શેહરી વિસ્તારમાંથી માટી પણ એકત્ર કરવામાં આવેલ હતી. આ માટી કળસમાં દિલ્હી (કર્તવ્ય પથ) પર મોકલી આઝાદી કા અમૃત મહોત્સવ સ્મારક અને અમૃતવાટિકા બનાવીને માતૃભૂમિ માટે પ્રાણ ન્યોછાવર કરનાર વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. ત્યારબાદ મેરી માટી મેરા દેશ ગ્રુપ છોકરાઓએ નાટક પણ રજૂ કર્યું હતું. યોજાયેલા કાર્યક્રમમાં મદદનીશ કલેકટર યોગેશ કાપશે મામલતદાર વી ડી ગામીત તાલુકા વિકાસ અધિકારી પારસ પટેલ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ શહેર પ્રમુખ ડોક્ટર સંદીપભાઈ શાહ ચીફ ઓફિસર જયકિશન તડવી ડભોઇ કાયાવરણ તાલુકા યુવા મોરચાના નીરવ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ. રાજેશભાઈ તડવી નગરપાલિકા મેનેજર મહેશભાઈ પરમાર ભાજપ યુવા મોરચા શહેર તાલુકા તેમજ સરપંચશ્રીઓ ડેપ્યુટી સરપંચ સદસ્યો વિગેરે કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ પણ વાંચો - માધાપરમાં નવરાત્રીની ઉજવણીમાં શણગારે સૌનું મન મોહી લીધું


