Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mehsana :અજાણ્યા શખ્સે બીભત્સ માંગણી કરતા કહ્યું, ‘મારી સાથે રિલેશનશીપ રાખીશ તો ભાજપ જિલ્લા પ્રમુખ બનાવી દઈશ’

Mehsana : મહેસાણા ( Mehsana  ) ભાજપમાંથી શર્મસાર કરે તેવી ઘટના હાલ સામે આવી રહી છે. અજાણ્યા શખ્સે ભાજપના જ મહિલા નેતાને ફોન કરીને બીભત્સ માંગણી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ભાજપના આ સભ્યએ મહિલા નેતાને ફોન કરીને કહ્યું...
mehsana  અજાણ્યા શખ્સે બીભત્સ માંગણી કરતા કહ્યું  ‘મારી સાથે રિલેશનશીપ રાખીશ તો ભાજપ જિલ્લા પ્રમુખ બનાવી દઈશ’
Advertisement

Mehsana : મહેસાણા ( Mehsana  ) ભાજપમાંથી શર્મસાર કરે તેવી ઘટના હાલ સામે આવી રહી છે. અજાણ્યા શખ્સે ભાજપના જ મહિલા નેતાને ફોન કરીને બીભત્સ માંગણી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ભાજપના આ સભ્યએ મહિલા નેતાને ફોન કરીને કહ્યું હતું કે, મારી સાથે રીલેશનશીપ રાખીશ તો ભાજપ જિલ્લા પ્રમુખ બનાવી દઇશ. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો..

મહિલા નેતા સાથે કરી બીભત્સ માંગણી

મહેસાણામાં અજાણ્યા શખ્સે પક્ષને શર્મશાર કરે તેવું કૃત્ય આચર્યું છે. મહેસાણામાં અજાણ્યા શખ્સે મહિલા નેતા સાથે ખૂબ જ અયોગ્ય વર્તન કરતાં બીભત્સ માંગણી કરી છે. મારી સાથે રીલેશનશીપ રાખીશ તો ભાજપ જિલ્લા પ્રમુખ બનાવી દઇશ, અને તને બંગલો, ગાડી લાવી આપીશ તેમ કહી આ ભાજપના સભ્યએ બીભત્સ માંગણી કરી હતી, તેટલું જ નહીં પરંતુ ફોન પર શારીરિક સંબંધ બાંધવાની પણ વાત કરી હતી . જિલ્લા ભાજપ મહિલા મોરચા અને ખેરાલુ તાલુકા મહિલા મોરચા પ્રમુખ સાથે આ ઘટના બની હોવાનું હાલ સામે આવી રહ્યું છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, તે મહિલા નેતા ધારાસભ્ય કાર્યાલય પર બેઠા હતા ત્યારે તેમની ઉપર આ અજાણ્યા નંબર પરથી બીભત્સ માંગણીનો કોલ આવ્યો હતો.

Advertisement

પક્ષની બદનામી ન થાય તે માટે ફરિયાદ મોડી અપાઈ

એટલું જ નહીં પરંતુ આ અજાણ્યા શખ્સે બધી જ હદ વટાવતા મહિલાના પતિને પણ ફોન કરી કહ્યું હતું કે, મહિલાને મારી સાથે મોકલો તો જિલ્લા પ્રમુખ બનાવી દઉં. 30 અપ્રિલે બનેલી આ ઘટનામાં ચૂંટણી બાદ ફરિયાદ નોંધાઈ છે. લોકસભા ચુંટણીમાં પક્ષની બદનામી ન થાય તે માટે ફરિયાદ મોડી અપાઈ હતી. મહિલાએ પતિ સાથે પોલીસ મથકે પહોંચી સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

આ પણ વાંચો : Organ Donation: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 152મું અંગદાન, ત્રણ દર્દીઓને મળશે જીવનદાન

Tags :
Advertisement

.

×