Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હવામાન વિભાગે ગુજરાત માટે 5 દિવસ સુધી શું કરી આગાહી ?  વાંચો આ અહેવાલ

મધ્યપ્રદેશના પૂર્વ ભાગમાં લો પ્રેશર સક્રિય થતાં ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે આ જિલ્લામાં વરસાદ હવામાન વિભાગના જણાવ્યા મુજબ પૂર્વીય મધ્યપ્રદેશની ઉપર લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થયું છે જેના પગલે ગુજરાતમાં વરસાદનું જોર રહેશે....
હવામાન વિભાગે ગુજરાત માટે 5 દિવસ સુધી શું કરી આગાહી    વાંચો આ અહેવાલ
Advertisement
મધ્યપ્રદેશના પૂર્વ ભાગમાં લો પ્રેશર સક્રિય થતાં ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે આ જિલ્લામાં વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ પૂર્વીય મધ્યપ્રદેશની ઉપર લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થયું છે જેના પગલે ગુજરાતમાં વરસાદનું જોર રહેશે. આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, તાપી, નવસારી, દાદરા નગર હવેલી,દાહોદ વગેરે જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગામી 2 દિવસ આ જિલ્લામાં રહેશે વરસાદ
બીજી તરફ આવતીકાલે છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્રીજા દિવસે  નર્મદા, તાપી, દમણ અને દાદરા નગરહવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત પંચમહાલ, દાહોદ, વડોદરા, સુરતમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.
આ જિલ્લામાં પણ ભારે વરસાદ
ચોથા દિવસે પાટણ, ખેડા, મહેસાણા, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઇ છે. સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. ત્યાર બાદ વરસાદનું જોર ઘટશે
માછીમારોને દરિયો ના ખેડવા સૂચના
હવામાન વિભાગના કહેવા મુજબ  અમદાવાદમાં પાંચ દિવસ સુધી વરસાદ રહેશે.વરસાદનું જોર જોતાં
માછીમારોને 16 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે જ્યારે  17-18 સપ્ટેમ્બરે સમગ્ર ગુજરાતના દરિયાકિનારે દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.
Tags :
Advertisement

.

×