ગુજરાતમાં આ જિલ્લાઓમાં 24 કલાકમાં ભારે વરસાદ: અંબાલાલ પટેલ
રાજ્યમાં ચોમાસાનું વિધીવત આગમન થઇ ચુક્યું છે. જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 24 કલાક ભારે...
Advertisement
રાજ્યમાં ચોમાસાનું વિધીવત આગમન થઇ ચુક્યું છે. જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની સંભાવના છે.
રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદ
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને સુરત, વડોદરા, ગીર સોમનાથ, જામનગર અને અમરેલીમાં ભારે વરસાદની શક્યતા છે.
ઉત્તર-મધ્ય ગુજરાતમાં આજથી જ ભારે વરસાદ
તેમણે ઉમેર્યું કે ઉત્તર ગુજરાતમાં મહેસાણા તથા સાબરકાંઠા તથા મધ્ય ગુજરાતમાં આજથી જ ભારે વરસાદની શક્યતા છે અને નદીમાં નવા નીર આવશે. તેમણે કહ્યું કે બિપોરજોય વાવાઝોડાના કારણે આ વખતે ચોમાસું મોડુ આવ્યું છે પણ હવે સારો વરસાદ પડશે.
નદીઓમાં જળ સ્તર વધશે
અંબાલાલ પટેલે કહ્યું કે સાબરમતી નદી સહિત રાજ્યની તમામ મોટી નદીઓ બે કાંઠે થશે. મધ્ય પ્રદેશમાં અતિ ભારે વરસાદના કારણે નર્મદામાં પણ જળસ્તર વધશે અને નદી બે કાંઠે થાય તેટલી પાણીની આવક થશે.
નર્મદા ડેમમાં પાણીની આવક શરુ
ઉલ્લેખનિય છે તે નર્મદા નદીના ઉપરવાસમાં અતિ ભારે વરસાદ થતાં નર્મદા સરદાર સરોવરમાં પાણીની આવક થઇ રહી છે અને નર્મદા ડેમની સપાટીમાં હાલ સતત વધારો થઇ રહ્યો છે.
આ પણ વાંચો---જીવનમાં મોજ શોખ પુરા કરવા માટે યુવકે ATM મશીન તોડી રૂપિયા ચોરી કરવાનો પ્રયત્ન કર્યો


