Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભરૂચ : નર્મદા પાર્ક પૂરના પાણીમાં ખંડેર બનતા પ્રેમી પંખીડાઓ માટે આશ્રય સ્થાન બન્યું

ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં આવેલા પૂરના કારણે સંખ્યાબંધ કાંઠા વિસ્તારના લોકોને નુકસાન થયું છે. અને ભરૂચની પવિત્ર નીલકંઠેશ્વર ભૂમિ ઉપર નર્મદા પાર્ક આવેલું છે. જે લાખો કરોડના ખર્ચે વિકસિત કરાયું હતું. પરંતુ પૂરના પાણી ફરી વળતા સમગ્ર નર્મદા પાર્ક ખંડેર...
ભરૂચ   નર્મદા પાર્ક પૂરના પાણીમાં ખંડેર બનતા પ્રેમી પંખીડાઓ માટે આશ્રય સ્થાન બન્યું
Advertisement

ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં આવેલા પૂરના કારણે સંખ્યાબંધ કાંઠા વિસ્તારના લોકોને નુકસાન થયું છે. અને ભરૂચની પવિત્ર નીલકંઠેશ્વર ભૂમિ ઉપર નર્મદા પાર્ક આવેલું છે. જે લાખો કરોડના ખર્ચે વિકસિત કરાયું હતું. પરંતુ પૂરના પાણી ફરી વળતા સમગ્ર નર્મદા પાર્ક ખંડેર બનવા સાથે બિન ઉપયોગી બનતા પ્રેમી પંખીડાઓ માટે પ્રેમાલાપ કરવાનું આશ્રય સ્થાન બનતા નર્મદા પાર્કમાં બાળકોને રમાડવા આવતા વડીલો પણ પ્રેમી પંખીડાઓના ચેન ચાળાઓથી શરમમાં મુકાઈ રહ્યા છે.

ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલ ઝાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં તંત્ર દ્વારા લાખો કરોડોના ખર્ચે નર્મદા પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને ઘણા લોકો માટે નર્મદા પાર્ક આર્શીવાદરૂપ સાબિત થયું હતું. પરંતુ ચોમાસાની સિઝનમાં સરદાર સરોવર ડેમમાંથી સતત પાણીનો પ્રવાહ લાખો ક્યુસેક છોડવામાં આવતા નર્મદા નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું.

Advertisement

જેના કારણે કાંઠા વિસ્તારના ખેડૂતોના ખેતરો સાથે નર્મદા પાર્કમાં પણ પૂર્ણ પાણી ફરી વળ્યા હતા અને નર્મદા પાર્કમાં મોટું નુકસાન થયું હતું.

Advertisement

નર્મદા પાર્ક

નર્મદા પાર્ક

નર્મદા પાર્કમાં પુરના પાણી ફરી વળ્યા બાદ નર્મદા પાર્કનો કોન્ટ્રાક્ટ પણ કોન્ટ્રાક્ટર છોડી દીધો હતો. જેના કારણે નર્મદા પાર્ક બિનવારસી બની જતા નર્મદા પાર્કના મુખ્ય દરવાજા પણ ખુલ્લા રહેતા દિવસ દરમિયાન અને મોડી રાત સુધી ખંડેર બની ગયેલા નર્મદા પાર્કનો ઉપયોગ પ્રેમી પંખીડાઓ કરી રહ્યા છે અને સતત નર્મદા પાર્કમાં ઘણી વખત પ્રેમી પંખીડાઓ કઢંગી હાલતમાં જોવા મળે છે.

જગ્યા બિન ઉપયોગી બની જતા તેનો ગેરકાયદેસર રીતે પ્રેમી પંખીડાઓ ઉપયોગ કરી રહ્યા

જેના કારણે નર્મદા પાર્કમાં રહેલા રમતગમતના રમકડા નો લાભ અપાવવા માટે વડીલો પોતાના બાળકોને લઈને આવતા હોય છે. પરંતુ પ્રેમી પંખીડાઓની કરતુતોથી વડીલો પણ શરમમાં મુકાઈ જતા હોય છે અને નર્મદા પાર્કમાંથી રવાના થઈ જતા હોય છે.

નર્મદા પાર્ક બિન ઉપયોગી બની જતા તેનો ગેરકાયદેસર રીતે પ્રેમી પંખીડાઓ ઉપયોગ કરી રહ્યા છે. અને કોલેજના કેટલાક વિદ્યાર્થીઓ પણ નર્મદા પાર્કનો પ્રેમા લાપ માટે ઉપયોગ કરી રહ્યા હોવાના ચોકાવનારા વિડીયોએ છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા ઉપર ભારે ચર્ચા જગાવી દીધી છે.  નર્મદા પાર્કની ટિકિટ બારીથી માંડી અન્ય રૂમ પણ ખુલ્લા રહેતા તેનો ઉપયોગ પણ પ્રેમી પંખીડાઓ કરી રહ્યા છે.

જેના કારણે નર્મદા પાર્કમાં કોઈ અઘટિત ઘટના ઘટે અથવા તો કોઈ મોટી ઘટના અથવા તો હત્યા જેવા બનાવો બને તો તેનો જવાબદાર કોણ તેવા સવાલો વચ્ચે નર્મદા પાર્ક ફરી લોકો માટે કાર્યરત કરવામાં આવે તે જરૂરી છે.

પૂરના કારણે નર્મદા પાર્ક ખંડેર બનતા પ્રેમી પંખીડાઓ માટે પ્રેમા લાપ કરવાનું આશ્રય સ્થાન બન્યું..?

નર્મદા નદીમાં આવેલા પૂરના કારણે લાખો કરોડોના ખર્ચે તૈયાર કરાયેલો નર્મદા પાર્ક આજે ખંડેર બનતા સમગ્ર નર્મદા પાર્ક પ્રેમી પંખીડાઓ માટે આશ્રય સ્થાન બની ગયું છે અને ખૂણા ખાંચણા તથા જાડી જાખડાઓમાં પણ પોતાની પ્રેમિકાઓ સાથે પોતાની હવશો સંતોષી રહ્યા હોવાના વિડીયો એ ભારે ચર્ચાઓ જગાવી છે આજની તારીખમાં પણ નર્મદા પાર્ક લાવારિસ બનતા સમગ્ર નર્મદા પાર્ક નો ઉપયોગ ખોટા કામ માટે થતો હોવાની ચોકાવનારી માહિતી સામે આવી રહી છે

અવાવરૂ જગ્યાના રસ્તાનો પ્રેમી પંખીડાઓ કરે છે ઉપયોગ..

નર્મદા પાર્કમાં અનેક અવાવરૂ જગ્યા આવેલી છે નર્મદા પાર્કમાં જવા માટે કેબલ બ્રિજ જુનો તથા નવા સરદાર બ્રિજ પાસેથી પણ અંદર પ્રવેશ મેળવી શકાય છે. અને એવી જગ્યા પ્રેમી પંખીડાઓ માટે આશ્રય સ્થાન બની રહી છે જો પ્રેમી પંખીડાઓમાં ડખો થાય અને મારામારીમાં કોઈની હત્યા પણ થઈ જાય તો પણ કોઈને ખબર ન પડે તેવી જગ્યાઓ જોવા મળે છે. જેના કારણે આ ગાર્ડન હાલ જિલ્લા પંચાયત હસ્તક હોય તો તાત્કાલિક ધોરણે ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ બંધ કરાવવાના પ્રયાસ કરે તે જરૂરી છે.

અહેવાલ - દિનેશ મકવાણા 

આ પણ વાંચો -- Amit Shah : વાઇબ્રન્ટનો 20 વર્ષનો કાલખંડ ગુજરાતના વિકાસની દિશા બતાવનાર

Tags :
Advertisement

.

×