Pavagadh : કાળી ચૌદશે શક્તિપીઠ પાવાગઢ ખાતે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર
હિંદુ તહેવારોમાં દરેક દિવસનું વિશેષ મહત્વ રહેલું છે, ત્યારે કાળી ચૌદશના દિવસે મા મહાકાળીના દર્શન, પૂજનનું વિશેષ મહત્વ હોવાથી ભક્તોનું પાવાગઢ ખાતે ઘોડાપુર ઉમટી પડ્યું છે. કાળી ચૌદશના પાવન દિવસે મા મહાકાળીને વિશેષ શૃંગાર કરાયો હતો. શક્તિપીઠ પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં ભક્તો મા મહાકાળીના શરણે આવ્યા હતા, જેમણે મંદિર પરિસરમાં ગરબાની મોજ માણી ધન્યતા અનુભવી હતી. દિવાળીના પાંચ દિવસોમાં શ્રદ્ધાળુઓ યાત્રાધામોમાં દર્શને જતાં હોવાથી મંદિર ટ્રસ્ટે વિશેષ વ્યવસ્થાઓ સાથે દર્શન સમયમાં ફેરફાર કરાયો છે.
કાળી ચૌદશે શક્તિપીઠ પાવાગઢ ખાતે વહેલી સવાર થી જ ભક્તોનું ઘોડાપૂર
દિવાળીના તહેવારોની શરૂઆત થઈ ગઈ ત્યારે આજ થી પાંચ દિવસ દરમ્યાન વિવિધ યાત્રાધામોમાં દર્શનનું વિશેષ મહત્વ રહેલું છે. આજે કાળી ચૌદશ છે ત્યારે આજના દિવસે મા મહાકાળીના દર્શનનું વિશેષ મહત્વ છે. આજે કાળી ચૌદશે શક્તિપીઠ પાવાગઢ ખાતે વહેલી સવાર થી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. કાળી ચૌદશે મા મહાકાળીના દર્શન અને પૂજનનું વિશેષ મહત્વ છે ત્યારે આજે પાવાગઢ ખાતે ખૂબ જ મોટી સંખ્યા માઇ ભક્તોએ મા મહાકાળીના દર્શન નો લાભ લીધો હતો. આજે પાવાગઢ ખાતે માતાજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. આજના પવિત્ર દિવસે ભક્તો એ પરિવાર સાથે વિશેષ દર્શન અને પૂજા અર્ચના કરી તેમજ મંદિર પરિસરમાં ગરબા ની મોજ માણી ધન્યતા અનુભવી હતી.
દર્શનના સમયમાં કરાયો ફેરફાર
આજ થી શરૂ થયેલ દિવાળીના તહેવારો ને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ વિશેષ વ્યવસ્થાઓ સાથે મંદિરના સમયમાં ફેરફાર કરી દરરોજ સવારે એક કલાક વહેલા એટલે કે સવારે 5.00 કલાક થી મોડી સાંજે 8.00 કલાકે મંદિરના કપાટ દર્શન માટે ખુલ્લા રાખવામાં આવનાર છે. સવારે અને સાંજે એક એક કલાક વધારે મંદિર દર્શન માટે ખુલ્લું રાખવા માં આવનાર છે. સાથે તહેવારોને અનુલક્ષીને સર્વજન સુખાકારી માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ પૂજન અને હવન પણ કરવામાં આવશે.ગતરોજ ધનતેરસ નિમિત્તે વિશેષ ધનપૂજા કર્યા બાદ આજરોજ કાળીચૌદશ નિમિત્તે સાંજે કાલ ભૈરવ દાદાનું હવન અને માતાજી નું વિશેષ પૂજન કરાશે જ્યારે આગામી દિવસોમાં ચોપડા પૂજન પણ મંદિર ખાતે જ કરવામાં આવશે.
આ પણ વાંચો----DAHOD : સંદીપ રાજપૂતે દાહોદમાં 6 નકલી સરકારી કચેરી ઉભી કરી 18.59 કરોડનું કૌભાંડ આચર્યું હતું