Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ડમી કાંડમાં વધુ એક આરોપી ઝડપાયો, ભાવનગર SOGની ટીમે કરી ધરપકડ

ચકચારી ડમીકાંડ પ્રકરણમાં ભાવનગર પોલીસે વધું એક આરોપીને ઝડપી પાડ્યો છે. SOG પોલીસે ડમીકાંડમાં સામેલ ભાવેશ જેઠવાને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ભાવેશ જેઠવા (ઉ. 23) મૂળ તળાજા તાલુકાના પીપરલા ગામનો રહેવાસી છે. ફરિયાદ પૈકી 36 માંથી કુલ 21...
ડમી કાંડમાં વધુ એક આરોપી ઝડપાયો  ભાવનગર sogની ટીમે કરી ધરપકડ
Advertisement

ચકચારી ડમીકાંડ પ્રકરણમાં ભાવનગર પોલીસે વધું એક આરોપીને ઝડપી પાડ્યો છે. SOG પોલીસે ડમીકાંડમાં સામેલ ભાવેશ જેઠવાને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ભાવેશ જેઠવા (ઉ. 23) મૂળ તળાજા તાલુકાના પીપરલા ગામનો રહેવાસી છે. ફરિયાદ પૈકી 36 માંથી કુલ 21 આરોપીઓ પકડાયા છે જ્યારે હજી પણ 15 પોલીસ પકડથી દૂર છે.

મહત્વનું છે કે, રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ડમી કાંડને લઇને એક પછી એક વિસ્ફોટક ખુલાસો થઈ રહ્યાં છે. આ મામલે કુલ 36 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ કેસ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમી વિદ્યાર્થીઓ બેસાડીને મોટાપાયે કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેને લઈને આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પરંતુ આરોપ છે કે આ પ્રેસ કોન્ફરન્સમાં નામ ન લેવા બદલ તેમણે પોતાના માણસો સાથે મળીને એક કરોડ રૂપિયા પડાવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો : સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા, મુંબઈના કુખ્યાત ગેંગસ્ટરની ધરપકડ, પોલીસ પર પણ કર્યું હતું ફાયરિંગ

Advertisement

Tags :
Advertisement

.

×