Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PANCHMAHAL : લોકસભાના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે વિજય મુહૂર્તમાં પોતાનું નામાંકન પત્ર ભર્યું

PANCHMAHAL : પંચમહાલ ( PANCHMAHAL ) લોકસભાના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે આજે 12.39 ના વિજય મુહૂર્તમાં પોતાનું નામાંકન પત્ર ભર્યું હતું.વહેલી સવારે પોતાના નિવાસસ્થાને અને ગામમાં મંદિરે પૂજા અર્ચના કર્યા બાદ જંગી વાહન રેલી અને કાર્યકર્તાઓ સાથે ગોધરા સભા સ્થળે પહોંચ્યા...
panchmahal   લોકસભાના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે વિજય મુહૂર્તમાં પોતાનું નામાંકન પત્ર ભર્યું
Advertisement

PANCHMAHAL : પંચમહાલ ( PANCHMAHAL ) લોકસભાના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે આજે 12.39 ના વિજય મુહૂર્તમાં પોતાનું નામાંકન પત્ર ભર્યું હતું.વહેલી સવારે પોતાના નિવાસસ્થાને અને ગામમાં મંદિરે પૂજા અર્ચના કર્યા બાદ જંગી વાહન રેલી અને કાર્યકર્તાઓ સાથે ગોધરા સભા સ્થળે પહોંચ્યા હતાં.જ્યાં હોદ્દેદારો અને અગ્રણીઓની હાજરીમાં જંગી સભા સંબોધી જંગી રેલી સાથે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું નામાંકન રજૂ કર્યું હતું.

Advertisement

પરિવાર સાથે પૂજા અર્ચના કર્યા બાદ ગામના મંદિરે પણ આશીર્વાદ મેળવવા માટે પહોંચ્યા હતા

પંચમહાલ ( PANCHMAHAL ) લોકસભાના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે આજરોજ વહેલી સવારે પોતાના નિવાસસ્થાને સંતોના આશીર્વાદ સાથે દિવસની શરૂઆત કરી હતી.ત્યારબાદ પોતાના ઘરના મંદિરે પરિવાર સાથે પૂજા અર્ચના કર્યા બાદ ગામના મંદિરે પણ આશીર્વાદ મેળવવા માટે પહોંચ્યા હતા.જ્યાંથી ખૂબ જ મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકરો સાથે જોડાયા હતાં.પોતાના નિવાસસ્થાનેથી વાહનોના કાફલા અને કાર્યકર્તાઓ સાથે ગોધરા ખાતે સભા સ્થળે પહોંચ્યા હતાં.સભા સ્થળે પણ પંચમહાલ ( PANCHMAHAL ) લોકસભાના પંચમહાલ મહીસાગર અને ખેડા જિલ્લાના કાર્યકરો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સાથે જ લોકસભા વિસ્તારમાં આવતી વિધાનસભાના ધારાસભ્યો તેમજ ભાજપના હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Advertisement

નામાંકન પત્ર ભરવા જતાં પૂર્વે યોજાયેલી સભા દરમિયાન ઉપસ્થિત ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજીએ કાર્યકરોને પોતાની આગવી અદા અને હળવી શૈલીમાં પ્રાસંગિક ઉદ્દબોધન કર્યુ હતું.દરમિયાન હળવા મૂડમાં હસવા અને રડવા અંગેની ભૂમિકા જણાવી હતી.ત્યારબાદ સ્ટેજ ઉપર બેઠેલા પદાધિકારીઓને ટાંકી ને કહ્યું હતું કે, પાયાના કાર્યકરોને સાચવવા ખૂબ જ જરૂરી છે. ચૂંટણી બાદ બોર્ડ નિગમના ખાલી સ્થાનો ભરી કાર્યકર્તાઓને ખુશ રાખવાની અપીલ કરતા સાથે કાર્યકરોને પણ ટકોર કરી હતી કે તમે જોમ જુસ્સામાં રહેજો અને જામમાં ના પડતા.

વધુમાં તેઓએ ચૂંટણી પતી જાય પછી કોઈ કઈ થતું નથી એટલે લાગણીમાં આવી આ કીધું છે એમ જણાવ્યું હતું. બીજી તરફ રાજપાલસિંહ ખુલ્લી જીપમાં સભા સ્થળેથી રેલી સ્વરૂપે નીકળ્યા હતાં. રસ્તામાં ઠેર ઠેર જેસીબી ઉપર ચડી કાર્યકરોએ પુષ્પવર્ષા કરી સ્વાગત કર્યું હતું.જંગી જનમેદની અને કાર્યકરોની ભીડ સાથે જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી એ પહોંચ્યા હતા.વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ,રાજ્યસભાના સાંસદ જશવંતસિંહ પરમાર,મધ્ય ગુજરાતના પ્રભારી નરહરિ અમીન,લોકસભામાં સમાવિષ્ટ વિધાનસભાના ધારાસભ્યો તેમજ પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોની ઉપસ્થિતીમાં જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું.સાથે 6 લાખની જંગી લીડથી વિજેતા થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ 

આ પણ વાંચો : સ્મશાનમાં હશે વરરાજાનો ઉતારો, ભૂત-પ્રેતનું નીકળશે સરઘસ, યુગલ ફરશે ઉંધા ફેરા! જાણો આ અનોખા લગ્ન વિશે

Tags :
Advertisement

.

×