Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Parshottam Rupala નો બેબાક હૂંકાર, કહ્યું - ફાનૂસ બનકે જિસકી હિફાઝત હવા કરે.....

રાજકોટમાં પરશોત્તમ શાયરાના અંદાજમાં સૂચક બોલ વાતાવરણ ડહોળવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છેઃ રૂપાલા તમામ કાર્યકરોને સાચવીને કામ કરવાનું આપ્યું સૂચન સયંમથી કામ કરીને પોતાના પર વિશ્વાસ કરજોઃ રૂપાલા વિવાદ બાદ પહેલીવાર રૂપાલા ખૂલીને બોલ્યાં Parshottam Rupala News :...
parshottam rupala નો બેબાક હૂંકાર  કહ્યું   ફાનૂસ બનકે જિસકી હિફાઝત હવા કરે
Advertisement
  • રાજકોટમાં પરશોત્તમ શાયરાના અંદાજમાં સૂચક બોલ
  • વાતાવરણ ડહોળવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છેઃ રૂપાલા
  • તમામ કાર્યકરોને સાચવીને કામ કરવાનું આપ્યું સૂચન
  • સયંમથી કામ કરીને પોતાના પર વિશ્વાસ કરજોઃ રૂપાલા
  • વિવાદ બાદ પહેલીવાર રૂપાલા ખૂલીને બોલ્યાં

Parshottam Rupala News : ગુજરાતની રાજનીતિમાં પરષોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ ઉપર ટિપ્પણી બાદ રાજનૈતિક માહોલ ગરમાયો હતો. પરષોત્તમ રૂપાલાની  ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ દ્વારા તેમનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવ્યો હતો. તેમણે વિડીયો દ્વારા અને ક્ષત્રિય સમાજની ઉપસ્થિતિમાં જાહેરમાં માફી પણ માંગી હતી. પરંતુ આજે Parshottam Rupala નો રાજકોટની સભામાં તેમનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. તેમને આડકતરી રીતે કેટલાક ઇશારા કર્યા હતા, જેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે.

Parshottam Rupala

Parshottam Rupala

Advertisement

"ફાનૂસ બનકે જિસકી હિફાઝત હવા કરે, વો શમા કયા બુઝે જિસે રોશન ખુદા કરે" - Parshottam Rupala

Advertisement

પરષોત્તમ રૂપાલાએ પોતાના મતવિસ્તાર રાજકોટ ખાતે ચૂંટણી અર્થે પોતાનો પ્રચંડ પ્રચાર શરૂ કર્યો છે. પરષોત્તમ રૂપાલાએ રાજકોટમાં એક વિશાળ જનમેદનીને સંબોધન કરતાં કહ્યું હતું કે, તમને વિનંતી છે કે સંયમ રાખીને કામ કરજો. મને આપ સૌ ઉપર ભરોસો છે, રાજકોટ લોકસભાના મતદારો ઉપર ભરોસો છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, " ફાનૂસ બનકે જિસકી હિફાઝત હવા કરે, વો શમા કયા બુઝે જિસે રોશન ખુદા કરે" તેના બાદ તેમણે વધુમાં કહ્યું હતું કે, આ વિશાળ જનમેદના સમક્ષ હું એક કાર્યકર્તા તરીકે આપના સુખ દુખના સાથી તરીકે આવ્યો છું. પાર્ટી દ્વારા અપાયેલ કાર્યક્રમને પાર્ટીના કાર્યકર્તા તરીકે લઈને આવ્યો છું.

આ પણ વાંચો : GONDAL : પ્રેમઘેલા સાળી બનેવીએ ઝાડની ડાળીએ ગળાફાંસો ખાઈ મોત મીઠું કર્યુ

Tags :
Advertisement

.

×