યુવરાજસિંહ જાડેજાને પોલીસે ન આપ્યો 10 દિવસનો સમય, ફરી એક વાર પાઠવ્યું સમન્સ
ડમી ઉમેદવાર કાંડ મામલે સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે આજે યુવરાજસિંહને ભાવનગર SOG સમક્ષ હાજર થવાનું સમન્સ હતું. યુવરાજસિંહ આજે 12 વાગ્યે પોલીસ સમક્ષ હાજર થવાના હતા.
ડમીકાંડ મામલે ભાવનગર રેન્જ IG એ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે યુવરાજસિંહને ભાવનગર પોલીસે બીજુ સમન્સ પાઠવ્યું છે. યુવરાજસિંહને ફરી હાજર થવા નોટિસ ફટકારવામાં આવી છે. પોલીસે શુક્રવાર બપોરે 12 વાગ્યા સુધીનો સમય આપ્યો છે. જો 21 તારીખ સુધીમાં યુવરાજસિંહ હાજર નહીં થાય તો લીગલ કાર્યવાહી કરવામાં આવશે તેમ રેન્જ IG એ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, યુવરાજસિંહની પત્નીએ એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, તેમની તબિયત અચાનક લથડી છે. સતત વધતાં જતાં ઉજાગરા, પરિવારની ચિંતા અને ડિહાઈડ્રેશનને કારણે તેમની તબિયત લથડી છે. જેને લઈ યુવરાજે 10 દિવસનો સમય માંગ્યો હતો. ત્યારે આજે તેમણે ફરી સમન્સ મોકલવામાં આવ્યું છે. તેમને 21 એપ્રિલે હાજર રહેવા જણાવ્યું છે.


