Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પૂર્વ કચ્છના રાપરમાં 12 લાખની લૂંટનો પોલીસે ભેદ ઉકેલ્યો

અહેવાલ-કૌશિક છાયા,ક્ચ્છ ગત તારીખ 27 નવેમ્બરના રોજ રાપરમાં આવેલા પેટ્રોલપંપના કર્મચારીને છરી મારી ૧૨, લાખ ૭૯ હજારની અજાણ્યા બે શખ્સો લુંટ કરી ફરાર થઇ ગયા હતા. પોલીસે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી હતી. પરંતુ લુંટારૂઓ હાથ લાગ્યા ન હતા તે દરમ્યાન...
પૂર્વ કચ્છના રાપરમાં 12 લાખની લૂંટનો પોલીસે ભેદ ઉકેલ્યો
Advertisement

અહેવાલ-કૌશિક છાયા,ક્ચ્છ

ગત તારીખ 27 નવેમ્બરના રોજ રાપરમાં આવેલા પેટ્રોલપંપના કર્મચારીને છરી મારી ૧૨, લાખ ૭૯ હજારની અજાણ્યા બે શખ્સો લુંટ કરી ફરાર થઇ ગયા હતા. પોલીસે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી હતી. પરંતુ લુંટારૂઓ હાથ લાગ્યા ન હતા તે દરમ્યાન પોલીસે વિવિધ ટીમ બનાવી લુંટ કેસની સર્વગ્રાહી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પુર્વ કર્મચારી એક કિશોર સહિત કુલ 6 લોકોની પોલીસે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement

 લુંટમાં ગયેલ રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી

Advertisement

આજે પુર્વ કચ્છ જીલ્લા પોલીસવડા સાગર બાગમારએ પત્રકારોને આ કેસ વિષે માહિતી આપી હતી. લુંટ કેસમાં ૧૧ લાખ રીકવર કરી પોલીસે સુખદેવ રામસંગ કોલી ઉ.વ.૨૨ રહે-કલ્યાણપર તા.રાપર, નિતિન ખોડા કોલી ઉ.વ ૨૭ ૨હે.મુળ ગામ ખડતારાવાંઢ ત્રંબો તા.રાપર, ભારૂ વાલા કોલી ઉ.વ.૫૦ રહે.રતનેશ્વર (કલ્યાણપર)તા.રાપર, અલ્તાફ ગફુર ચૌહાણ (મુસ્લીમ) ઉ.વ ૨૬ ૨હે.દુબરીયાવાડી વિસ્તાર રાપર, વિશન દેવજી મેરીયા ઉવ ૨૮ રહે. વોકળા વિસ્તાર રાપર તથા કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળક ઉ.વ.૧૭ ને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે અલગ-અલગ વાહનો તથા મોબાઇલ તથા લુંટમાં ગયેલ રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

એક મહિનાથી લુંટ મામલે આ શખ્સો દ્રારા રેકી કરાતી 

લુંટ કેસમા વધુ વિગતો આપતા પુર્વ કચ્છ જીલ્લા પોલીસવડાએ જણાવ્યુ હતુ કે એક મહિનાથી લુંટ મામલે આ શખ્સો દ્રારા રેકી કરાતી હતી. જેમાં પેટ્રોલપંપ તથા બેંકના રૂટ પર અલગ-અલગ વ્યક્તિઓ નજર રાખી રહ્યા હતા. જે સી.સી.ટી.વીમાં પણ સામે આવ્યુ છે. લુંટના દિવસે આ ટોળકી પૈકીનો એક શખ્સ પેટ્રોલ ભરાવા માટે ગયો હતો. અને ત્યાર બાદ આ લુંટને અંજામ અપાયો હતો.

કાયદાના સંધર્ષમાં આવેલ બાળકે ભુમીકા ભજવી હતી

લુંટ સંદ્રભે ટીપ્સ આપવાનુ તથા ત્યાર બાદના પ્લાનમા મુખ્ય ભુમીકા અલ્તાફ ગફુર ચૌહાણની હતી અને અન્ય સાથે મળી પ્લાન ધડ્યો હતો. અલ્તાફ અગાઉ આ પેટ્રોલપંપ કામ કરતો હતો અને તેને થોડા મહિના પહેલા ટીપ્સ આપ્યા બાદ આ પ્લાન તૈયાર થયો હતો. જેમાં નિતિન,ભારૂએ સમગ્ર લુંટ દરમ્યાન રેકી કરવાનુ કામ કર્યુ હતુ. તો લુંટને અંજામ આપવામાં સુખદેવ અને કાયદાના સંધર્ષમાં આવેલ બાળકે ભુમીકા ભજવી હતી. પકડાયેલા 6 પૈકી 2 લોકોને મુંબઇથી પોલીસની ટીમે પકડ્યા હતા. જ્યારે અન્ય અલગ-અલગ જગ્યાએથી પકડાયા હતા સમગ્ર કેસ ઉકેલવામાં સી.સી.ટી.વીએ અગત્યની ભુમીકા ભજવી હોવાનુ પોલીસ વડાએ ઉમેર્યુ હતુ.

લુંટને અંજામ આપનાર આખી ટોળકીને પકડી પડાઇ

નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ સાગર સાંબડાની આગેવાનીમાં વિવિધ અધિકારીઓની ટીમ બનાવવામાં આવી હતી. જેમાં લુંટને અંજામ આપનાર આખી ટોળકીને પકડી પડાઇ છે. જેમાંથી સુખદેવ રામસંગ કોલી વિરૂધ્ધ અગાઉ મારામારી,ખૂન સહિત અલગ-અલગ કુલ્લ-૦૪ ગુન્હાઓ દાખલ થયેલ છે. ભારૂ વાલા કોલી વિરૂધ્ધ પ્રોહીબીશન તથા મારામારીના અલગ-અલગ કુલ્લ-૦૩ ગુન્હાઓ દાખલ થયેલ છે.જ્યારે અલ્તાફ ગફુર ચૌહાણ (મુસ્લીમ) વિરૂધ્ધ અગાઉ ચોરીનો એક ગુન્હો દાખલ થયેલ છે.આમ ત્રણ આરોપી ગુન્હાહીત ઇતિહાસ ધરાવે છે. ભેદ ઉકેલવાની કામગીરીમાં PI વિષ્ણુદાન ગઢવી સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો.

આ પણ વાંચો - 3 રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાયો, દેશભરમાં ભવ્ય ઉજવણી

Tags :
Advertisement

.

×