Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ખાનપુર બાકોર પોલીસ મથકના લોકઅપમાંથી દારૂ અને પંખાના મુદ્દામાલની પોલીસકર્મીઓએ ચોરી કરી

મહિસાગર જિલ્લાના ખાનપુરના બાકોર પોલીસ સ્ટેશન મથકના મહિલા લોકઅપમાં મુકેલા દારૂ અને પંખાના મુદ્દામાલની પોલીસ મથકના જ પોલીસ કર્મચારીઓ ચોરી કરીને લઇ ગયા. સીસીટીવી કેમેરામાં લોકઅપના તાળાંની ભળતી ચાવીથી તાળુ ખોલીને દારૂની 125 બોટલો અને 15 પંખાની ચોરી કરતાં પોલીસબેડામાં...
ખાનપુર બાકોર પોલીસ મથકના લોકઅપમાંથી દારૂ અને પંખાના મુદ્દામાલની પોલીસકર્મીઓએ ચોરી કરી
Advertisement

મહિસાગર જિલ્લાના ખાનપુરના બાકોર પોલીસ સ્ટેશન મથકના મહિલા લોકઅપમાં મુકેલા દારૂ અને પંખાના મુદ્દામાલની પોલીસ મથકના જ પોલીસ કર્મચારીઓ ચોરી કરીને લઇ ગયા. સીસીટીવી કેમેરામાં લોકઅપના તાળાંની ભળતી ચાવીથી તાળુ ખોલીને દારૂની 125 બોટલો અને 15 પંખાની ચોરી કરતાં પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બાકોર પોલીસ મથકે પો.સ્ટે. અમલદાર,હેડ કોન્સટેબલ, હોમગાર્ડ મળીને 6 સામે ફરીયાદ નોધાઇ હતી.

મહિસાગર જિલ્લા પોલીસ અધીક્ષકની કચેરીમાં રેન્જ આઇજીનું ઇસ્પેકશન હોવાની મળેલી સૂચના મુજબ ખાનપુરના બાકોર પોલીસ મથકે પોલીસ સ્ટેશનના રેકર્ડ તથા ગુના કામે કબજે કરેલ મુદ્દામાલ વ્યવસ્થિત રાખવા સારૂ ચકાસણી કરવામાં આવી હતી. તપાસની દરમ્યાન બાકોર પોલીસ મથકના મહિલા લોકઅપમાં મુકેલા મુદ્દામાલમાંથી પંખાઓ અને દારૂની બોટલોની ચોરી થઇ હોવાનું માલુમ પડયું હતું. લોકઅપમાં મુકેલા મુદ્દામાલની ચોરીને ગંભીરતાથી લઇને તપાસ શરૂ કરવામાં આવી હતી.

Advertisement

પોલીસે પકડેલ રૂા. 6.30 લાખની 482 દારૂની બોટલો અને પોલર કંપનીના રૂા.2 લાખના 75 પંખા જગ્યાના અભાવે મહિલા લોકઅપમાં સીસીટીવી કેમેરાની નજર રહે તેવી રીતે મુદ્દામાલ મુક્યો હતો. પોલીસ મથકના સીસીટીવી કુટેજ તપાસ કરતાં પોલીસ મથકના જ પોલીસ કર્મચારીઓ દારૂની બોટલો અને પંખાની ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે.

Advertisement

આરોપી :

તપાસ દરમ્યાન તા 25 અને 26 મીએ એએસઆઇ અરવિંદભાઇ રયજીભાઇ તથા ડ્રો.આ. હે.કો. લલિતભાઇ દાનાભાઇ વિદેશી દારૂની બોટલો તથા ઇલેકટ્રીક પંખા, હોમગાર્ડ સોમાભાઇ ધુળાભાઇ પગી, હોમગાર્ડ રમણભાઇ મંગળભાઇ ડામોરે ઇલેકટ્રીક પંખા તથા દિપકભાઇ ખાનાભાઇ વણકરે દારૂની બોટલો ચોરી કરી સરકારી કર્મચારી તેમજ હોમગાર્ડના સભ્ય હોવાનું જાણવા છતાં તમામે પોતાના સમાન ઇરાદો પાર પાડવા માટે ગુનાહીત કાવતરૂ રચી મહિલા લોકઅપના તાળાની ભળતી ચાવીથી લોકઅપ ખોલીને અલગ અલગ માર્કાની 1.57 લાખની 125 દારૂની બોટલો તથા પોલાર કંપનીના 40 હજારના 15 ઇલેકટ્રીક પંખાની ચોરી કરીને સગેવગે હોવાથી તમામ 6 સામે અને તપાસમાં નિકળે તેઓની વિરુદ્ધમાં તા.13 નવે 2023 ના રોજ બાકોર પોલીસ મથકે ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.બાકોર પોલીસ મથકના લોકઅપમાંથી દારૂની બોટલો અને પંખાની ચોરી થયાના બનાવમાં પોલીસકર્મીઓ ની સંડોવણી બહાર આવતા પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો હતો.

લોકઅપના તાળાં ખોલીને દારૂની બોટલની ચોરી કરતા નજરે પડયા

સીસીટીવી કુટેજ ચેક કરતાં 25 ઓક્ટો 2023 ના રાતના 10 કલાકની આસપાસ ફરજ ઉપરના પોલીસ સ્ટેશનના અમલદાર અરવીંદભાઇ રયજીભાઇ ખાંટ તથા હેડ કોન્ટેબલ લલિતભાઇ દાનાભાઇ પરમાર વાયરલેસ રૂમમાંથી બહાર નીકળીને અરવિંદભાઇએ મહિલા લોકઅપનું તાળું ખોલી મુદ્દામાલમાંથી વિદેશી દારૂની બોટલો લઇને લોકઅપને તાળું મારતાં સીસીટીવી કેમેરામાં જણાઇ આવ્યા હતા.

બે વાર સીસીટીવી કેમેરાની સ્વીચ ચાલુ બંધ કરીને ચોરીને અજાંમ આપ્યો

26 ઓક્ટો 2023ના રોજના સીસીટીવી કુટેજ જોતાં અરવિંદભાઇએ ફરજ પરના જીઆરડી જવાન ખાતુભાઇ નાનાભાઇ ડામોરને સુતેલા જગાડીને બહાર મોકલીને અરવીંદભાઇએ ઓફિસમાં જઇ રાતના 22/14 કલાકે સીસીટીવી કેમેરાની સ્વીચ બંધ કરીને 5/21 કલાકે અોફિસમાં અાવીને સીસીટીવી કેમેરાની સ્વીચ ચાલુ કરી હતી.ત્યાર બાદના સીસીટીવી કુટેજ જોતાં અરવિંદભાઇ, જીઆરડી દીપકભાઇ ખાનાભાઇ વણકર સાથે કોઇ અજાણ્યો ઇસમ પોલીસ મથકમાં પ્રવેશ કરતાં જોવા મળ્યા હતા.5/47 કલાકે ફરીથી સીસીટીવી કેમેરાની સ્વીચ બંધ કરીને 7/43 કલાકે સ્વીચ પાછી ચાલુ કરી દીધી હતી. સીસીટીવી કેમેરાની સ્વીચ બંધ પહેલા લોકઅપમાં મુદ્દામાલ વ્યવસ્થીત હતો અને સ્વીચ ચાલુ કર્યા બાદ લોકઅપમાં મુદ્દામાલ અસ્તવ્યસત અને ચોરી થયેલ હોવાનું જોવા મળ્યો હતો.

આ પણ વાંચો -- ભારત-ઓસ્ટ્રેલિયાની ટીમ પહોંચી અડાલજની વાવ, કરાવ્યું ફોટોશૂટ

Tags :
Advertisement

.

×