Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજકારણ મારા માટે ધંધો નથી ધર્મ છે : ધારાસભ્ય J.S.Patel

જાહેરજીવનમાં ઘણા લોકો છે. ઘણા વિધાનસભ્ય કે સંસદસભ્ય તરીકે લોકમત મેળવી એમનો કાર્યકાળ અને એમને મળતા સરકારી લાભો પણ ભોગવે છે પણ કોઈક વિરલ વ્યક્તિ જ પ્રજાને સમર્પિત બની કામ કરે છે. જે.એસ. પટેલને (J.S.Patel) લોકોએ જંગી બહુમતિથી વિધાનસભામાં મોકલ્યા....
રાજકારણ મારા માટે ધંધો નથી ધર્મ છે   ધારાસભ્ય j s patel
Advertisement

જાહેરજીવનમાં ઘણા લોકો છે. ઘણા વિધાનસભ્ય કે સંસદસભ્ય તરીકે લોકમત મેળવી એમનો કાર્યકાળ અને એમને મળતા સરકારી લાભો પણ ભોગવે છે પણ કોઈક વિરલ વ્યક્તિ જ પ્રજાને સમર્પિત બની કામ કરે છે. જે.એસ. પટેલને (J.S.Patel) લોકોએ જંગી બહુમતિથી વિધાનસભામાં મોકલ્યા. જે.એસ. પટેલ (J.S.Patel) એમનું કર્તવ્ય જાણે છે. એ ધાર્મિક છે એટ્લે જ ધર્મભીરુ છે. ધર્મભીરુ હોય એ જ એનું કર્તવ્ય નિભાવી શકે. એ માને છે કે પ્રજાએ જ્યારે એમને જંગી બહુમતિથી જિતાડયા છે, હાઈકમાંડે એમના પર વિશ્વાસ મૂક્યો છે તો એમના વિશ્વાસને જીતવા કામ કરવું જ પડે.

રાજકારણ ધર્મ છે

રાજકારણ (Politics) એમના માટે ધંધો નથી ધર્મ (Religion) છે. કર્મનિષ્ઠ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ (Bhupendra Patel) જેવા બેઠા હોય ત્યારે વિકાસનાં કામો કરવા માટે બળ મળે છે. માણસાના પનોતા પૂત્ર દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહની (Amit Shah) ય પ્રેરણા અને સહકાર મળે છે ત્યારે માણસા વિસ્તારમાં જે કઈં ખૂટે છે એ કરી વિકાસનાં કામ કરવાં જ પડે.

Advertisement

શિક્ષણ આરોગ્યની સુવિધા વધારવા પ્રયાસ શરૂ

ધારાસભ્ય જે.એસ. પટેલ (MLA J.S.Patel) સાથે વાત કરતાં તેમને જણાવ્યું કે, મારી પ્રાથમિકતા ખાસ તો પ્રાથમિક શિક્ષણ અને યુવાનો છે. યુવાનો માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ તૈયાર થયું. માણસામાં એક જ સરકારી હોસ્પિટલ વર્ષો જૂની માત્ર 100 બેડની જ. માણસા હવે તાલુકો બન્યો છે.પૂરતી સારવારના અભાવે આજુબાજુના ગામોના બીમાર વ્યક્તિઓને કાં તો ગાંધીનગર કે અમદાવાદ લઈ જવા પડે છે એટ્લે અહીંની હોસ્પિટલને અધ્યતન અને 350 બેડની બાનવવાનું કામ ચાલી રહ્યું છે.

Advertisement

Gujarati Latest News about Mansa MLA

ખેડુતો અને સિંચાઈની ચિંતા

આ પંથકની જમીન ફળદ્રુપ અને અહીંના ખેડૂત પણ મહેનતુ. સીંચાઈની પીએન વ્યવસ્થા... પીએન વરસોથી જમીનમાંથી પાણી ચૂસયા જ કર્યું એટ્લે ભૂગર્ભ જળ ઊંડા ગયાં.દર વરસે કૂવામાં એક બે કોલમો ઉતારી ઉતારી એટ્લે ઊંડેથી પાણી ખેંચાયાં કે પાણીમાં ફ્લોરાઈડનું પ્રમાણ વધ્યું. જમીનની પ્રત બગાડવા માંડી એટલે ભૂગર્ભજલ સપાટી ઊંચી લાવવા પાણી જમીનમાં ઉતારવું જ પડે. માણસા પંથકમાં જે જે ગામોમાં તળાવ નહોતાં ત્યાં તળાવ ખોદાવવાનું કામ ચાલુ કર્યું અને જ્યાં તળાવો હતાં એને ઊંડા કરાવવાનું કામ ચાલુ કર્યું અને જ્યાં નથી થયું ત્યાં ટૂંક સમયમાં કાં ચાલુ થશે. લોકોનો સહકાર પણ સારો છે. મારા માટે લોકો એ મારૂ કુટુંબ છે.

અગાઉ કહ્યું એમ ભૂગર્ભ જળ સપાટી એ બહુ મોટી સમસ્યા છે. માણસાની જ વાત કરીયે તો માણસામાં જ 13 તળાવો છે. એ બધાં વરસો જૂનાં. એ બધાં ઊંડાં કરાવી દરેક તળાવને ઈંટરલિંક કર્યા. આ કામનાં ચમત્કારિક પરિણામ મળ્યા. તાજેતરમાં સાડાસાત ઇંચ વરસાદ પડ્યો પણ માણસામાં પાણી ભરાયાં નહીં કારણ નવી ગટર યોજનાથી પાણી સંકલિત તળાવમાં ગયું. દરેક તળાવ છલોછલ ભરાઈ ગયાં. હવે એ જ પાણી ભૂગર્ભમાં ઉતરશે અને જળસપાટી ઊપર આવશે. લોકોના વ્હાલા જેએસ ગમે એટલી પ્રવૃત્તિઓમાં પીએન લોકોના અંગત કામો તો કરે જ છે.

ઉદ્યોગો લાવવા પ્રયાસો શરૂ

માણસાથી (Mansa) ગાંધીનગર (Gandhinagar), કલોલ (Kalol) નજીક મોટા મોટા ઉદ્યોગો માણસા વિસ્તારમાં આવા મોટા ઉદ્યોગ આવે એ પ્રયત્ન ચાલુ છે. મને વિશ્વાસ છે કે માણસા વિસ્તાર ઉદ્યોગોથી ધમધમશે.અમિતભાઈ શાહ (Amit Shah) સાહેબને પણ વતન માટે પ્રેમ છે એટલે એમનો સહકાર પણ મળી રહે છે. માણસાનાં ગામોમાં ઘણા ગામોમાં પાણીની ઓવરહેડ ટાંકીઑ જૂની થઈ ગઈ હતી એ પણ નવી બંધાવી છે. ઘણી શાળાઓ અંગ્રેજોના જમાનાની હતી.શાળાના ઘણા ઓરડા જૂનાં થઈ ગયા હતા. એમનું સમારકામ કેટલાનું કરાવ્યું કે કેટલાના ઓરડાં નવા બનાવ્યા.બીજા નવા 80 ઓરડા બની રહ્યા છે.125 ઓરડા રિનોવેટ થઈ રહ્યા છે. જાહેરજીવનમા કાર્યરત મહાનુભાવ જો લાગનોશીલ હોય અને કર્મનિષ્ટ હોય તો જ આવાં કાર્યો કરી શકે.

આ પણ વાંચો : બેંકોનું રાષ્ટ્રીયકરણ કેમ જરૂરી છે? NATIONALIZATION OF BANKS નું મહત્વ સમજાવવા વિશેષ કાર્યક્રમનું આયોજન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×