Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PORBANDAR : શું ઘેડમાં પુરથી ધોરણ 10 ની પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડશે ?

PORBANDAR : પોરબંદર અને જુનાગઢ જિલ્લાનો ઘેડપંથક જળબંબાકાર બન્યો છે. ઓઝત અને ભાદર નદીના પાણી ગામડાઓમાં ફરી વળ્યા છે ખેતરો બેટમાં ફેરવાયા છે એક ગામથી બીજા ગામને જોડતા આંતરિક માર્ગ પર પાણી ફરી વળતા રસ્તાઓ બંધ થયા છે અને હજુ...
porbandar   શું ઘેડમાં પુરથી ધોરણ 10 ની પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડશે
Advertisement

PORBANDAR : પોરબંદર અને જુનાગઢ જિલ્લાનો ઘેડપંથક જળબંબાકાર બન્યો છે. ઓઝત અને ભાદર નદીના પાણી ગામડાઓમાં ફરી વળ્યા છે ખેતરો બેટમાં ફેરવાયા છે એક ગામથી બીજા ગામને જોડતા આંતરિક માર્ગ પર પાણી ફરી વળતા રસ્તાઓ બંધ થયા છે અને હજુ પણ ઉપરવાસમાંથી પાણીની આવક ઘેડ પંથકમાં જોવા મળી રહી છે. આ વચ્ચે હવે ધોરણ 10 ની પૂરક પરીક્ષા આપવા માગતા વિદ્યાર્થીઓ માટે પાણી સંકટ બન્યું છે.

PORBANDAR માં 1300 જેટલા વિદ્યાર્થીઓ ગણિતની પૂરક પરીક્ષા માટેનું આયોજન

આવતીકાલે ત્રણ તારીખના રોજ પોરબંદરમાં 1300 જેટલા વિદ્યાર્થીઓ ગણિતની પૂરક પરીક્ષા માટેનું આયોજન તંત્ર દ્વારા કરાયું છે. પરંતુ જે પોરબંદર કુતિયાણા માધવપુર ઘેડ પંથકના ગામડાઓના વિદ્યાર્થીઓ છે તેઓ માટે હજુ સુધી કોઈ પણ પ્રકારનું આગવું આયોજન કરાયું નથી. આ પરિસ્થિતિમાં ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે, જે આવતીકાલે પરીક્ષા નહીં આપી શકે. તેથી આ વિસ્તારના જાગૃત નાગરિક સવદાસભાઈ બાલશે આ મુદ્દે જણાવ્યુ કે તાત્કાલિક શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવે જેથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે નહીં તે માટે માંગ કરવામાં આવી છે.

Advertisement

અત્રે નોંધનીય છે કે, પૂરક પરીક્ષાના સેન્ટરો પોરબંદરમાં આપવામાં આવ્યા છે. જેથી ગામડાઓમાંથી વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે પોરબંદર આવું પડે છે વરસાદ અને પુરની સ્થિતિના કારણે હવે ૧૦ ની પૂરક પરીક્ષા આપવા માગતા વિદ્યાર્થી મુશ્કેલીનો સામનો કરવો પડશે.

Advertisement

ઉપરી કક્ષાએ નિર્ણય કરાશે તો ઘેડના વિદ્યાર્થીઓ માટે વિચારણા થઈ શકે : પોરબંદર શિક્ષણ અધિકારી

ઘેડની પુરની સ્થિતિની લઈને ધોરણ 10 ની પૂરક પરીક્ષા આપવા માગતા ઘણા વિદ્યાર્થીઓ એવા હશે કે જે મુશ્કેલીમાં મુકાયા હશે ત્યારે વિદ્યાર્થીઓના હિતમાં પોરબંદર ખબરે પોરબંદર શિક્ષણ અધિકારી સાથે વાતચીત કરી હતી. આ વાતચીતમાં જણાવ્યું હતું કે, ઘેડના વિધાર્થીઓનો પ્રશ્ન અમારા ધ્યાન ઉપર છે. આ મુદ્દે અગાઉ જ્યારે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક થઈ હતી ત્યારે ચર્ચા પણ કરવામાં આવી હતી. પરંતુ પુરની પરિસ્થિતિમાં એસટી બસ પણ અંદર જઈ શકતી નથી. આ ઉપરાંત વિદ્યાર્થીઓના પ્રશ્નો જે તે શાળાને સૂચન પણ કર્યું હતું. અને હાલ ઘેડમાં પાણી ભરાયા છે આ મુદ્દો મારા ધ્યાન ઉપર છે. અમારા દ્વારા ઉપરી કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે ઉપરી કક્ષાએથી જો નિર્ણય લેવામાં આવે તો ઘેડ પંથકના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગ વિચારણા કરી શકે છે.

અહેવાલ - કિશન ચૌહાણ 

આ પણ વાંચો : Rath Yatra પહેલા અમદાવાદ શહેર પોલીસનું મેગા કોમ્બિંગ

Tags :
Advertisement

.

×