Bharuch : સેવાશ્રમ રોડ વન વે જાહેર બાદ સદંતર બંધ કરતાં ટ્રાફિકજામની સમસ્યા
ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તાર નજીક સેવાશ્રમ રોડથી શક્તિનાથ સુધી પેવર બ્લોકની કામગીરી માટે આ માર્ગને એક મહિના માટે વન-વે જાહેર કરાવશે પરંતુ જાહેર હોવા છતાં સદંતર વાહન વ્યવહાર માટે રસ્તો બંધ કરવામાં આવતા સમગ્ર પાંચ બત્તી વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યાથી અનેક લોકો ઘર ઉનાળે શેકાઈ રહ્યા છે
ભરૂચના પાંચ બત્તીથી શક્તિનાથ સુધીના જાહેર માર્ગ ઉપર પેવર બ્લોકની કામગીરી માટે જિલ્લા અધિક કલેક્ટરે સમગ્ર માર્ગને વાહન વ્યવહાર માટે વન-વે જાહેર કરાયો હતો પરંતુ પેવર બ્લોકની કામગીરી માટે સમગ્ર માર્ગને સદંતર વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે જેના પગલે શક્તિનાથ તરફ જતા વાહન વ્યવહાર સિવિલ હોસ્પિટલ થઈને જઈ રહ્યા છે જેના પગલે ભરૂચના મહાત્મા ગાંધી રોડના બીટીએમ મિલથી સિવિલ હોસ્પિટલના માર્ગ સુધી વાહનોની લાંબી કતારો જામી રહી છે સાથે જ પાનમ પ્લાઝામાં પણ એક રસ્તો પડે છે પરંતુ પાનમ પ્લાઝાના વેપારીઓએ પણ ટુ-વ્હીલર વાહન વ્યવહાર માટે રસ્તો બંધ કરતા હજારો લોકો ટ્રાફિકજામનો ભોગ બની રહ્યા છે
જોકે સમગ્ર માર્ગ ઉપર ટ્રાફિકજામ ને હળવો કરવા માટે પોલીસ વિભાગ દ્વારા પાનમ પ્લાઝા નો રસ્તો ટુવિલર વાહન ચાલકો માટે ખુલ્લો કરવાની જરૂર છે જેના કારણે ટુવિલર વાહનો પ્લાઝામાંથી પસાર થઈ શક્તિનાથ તરફ જઈ શકે તો વાહન વ્યવહાર હળવો થઈ શકે તેમ છે સાથે જ પાંચ બતી સર્કલ ઉપર ટ્રાફિક જામની સમસ્યાને હળવી કરવા માટે બીટીઈટીના જવાનો સાથે ટ્રાફિક પોલીસનો કાફલો પણ વધારવાની જરૂર છે સતત ટ્રાફિક જામની સમસ્યાના કારણે સવારના સમયે નોકરીયા તો અટવાઈ રહ્યા છે અને ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે બપોરના સમયે વાહનચાલકો પણ શેકાઈ રહ્યા છે ત્યારે ટ્રાફિક જામની સમસ્યાની કારણે હોસ્પિટલોમાં દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સો ફસાઈ રહી છે
સવારથી બપોર સુધી સતત ટ્રાફિક જામની સમસ્યામાં એમ્બ્યુલન્સો ફસાઈ જતા એમ્બ્યુલન્સના હોર્નથી સમગ્ર વિસ્તાર ગુજી ઉઠ્યો હતો અને એમ્બ્યુલન્સ ને ટ્રાફિક જામનો સામનો કરવાના કારણે પોતાની એમ્બ્યુલન્સ પરત લઈ જવાની ફરજ પડી હતી ત્યારે સેવાશ્રમ રોડ ઉપર હોસ્પિટલમાં પણ લઈ જવાતા દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે જિલ્લા વહીવટી તંત્રએ સમગ્ર માર્ગને વન-વે જાહેર કર્યો હોય તો કયા અધિકારીના પાપે આ માર્ગને સદંતર બંધ કરવામાં આવ્યો છે જેનો ભોગ નિર્દોષ વાહન ચાલકો બની રહ્યા છે.
અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ
આ પણ વાંચો : અમદાવાદમાં ચાલ્યું દાદાનું બુલડોઝર, થલતેજમાં ગેરકાયદે દબાણો દૂર કરાયા



