Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : ગોંડલમાં બે ભાઈઓના શંકાસ્પદ મોત, થોડા દિવસ પહેલાં જ માતા-પિતાએ છૂટાછેડા લીધા હતા

ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર આવેલા આવાસના ક્વાર્ટરમાં રહેતા બે સગા ભાઈઓના ઉલટી થયા બાદ શંકાસ્પદ રીતે મૃત્યુ નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. ત્યારે સમગ્ર મામલે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલા રોહિત મકવાણા અને હરેશ...
rajkot   ગોંડલમાં બે ભાઈઓના શંકાસ્પદ મોત  થોડા દિવસ પહેલાં જ માતા પિતાએ છૂટાછેડા લીધા હતા
Advertisement

ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર આવેલા આવાસના ક્વાર્ટરમાં રહેતા બે સગા ભાઈઓના ઉલટી થયા બાદ શંકાસ્પદ રીતે મૃત્યુ નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. ત્યારે સમગ્ર મામલે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલા રોહિત મકવાણા અને હરેશ મકવાણા નામના બંને સગા ભાઈઓના મૃત્યુ નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક રીતે જ બનાવ શંકાસ્પદ જણાતા મૃત્યુ પામેલા બંને સગા ભાઈઓના ફોરેન્સિક પીએમની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ફોરેન્સિક પીએમનો રિપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવશે કે આખરે બંને સગા ભાઈઓના મૃત્યુ પાછળનું સાચું કારણ શું છે?

સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર મૃતકના માતા પિતાએ 15 દિવસ પૂર્વે છૂટાછેડા લીધા હતા. ત્યારબાદ થી બંને બાળકો પિતા સાથે રહેતા હતા. બંને બાળકોને પિતા વારંવાર દરગાહ ખાતે લઈ જતો હતો. ગઈકાલે પણ બંને બાળકો દરગાહમાં ન્યાજ પણ જમ્યા હતા. ત્યારબાદ બંને બાળકોને ઉલટી થઈ જતા તેઓને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મૃત્યુ નીપજતા બનાવ બાબતે ગોંડલ પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે આજરોજ ગોંડલ પોલીસ દ્વારા બનાવ સંદર્ભે મૃતકોના પિતાનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે.

Advertisement

પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. શંકા ત્યારે ઉદ્ભવી છે જ્યારે કે દરગાની અંદર ન્યાજ જમેલા અન્ય કોઈ વ્યક્તિને આ પ્રકારે ઉલટી થયા બાદ મૃત્યુ થયું હોય તે પ્રકારની ઘટના સામે નથી આવી. ત્યારે શા માટે માત્ર આ બંને સગા ભાઈઓના ઉલટી થયા બાદ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હોવાનો બનાવ બન્યો છે. ત્યારે સમગ્ર મામલે ફોરેન્સિક પીએમ રિપોર્ટ સામે આવ્યા બાદ જ બાળકોને ખાદ્ય પદાર્થમાં કે પછી પ્રવાહી પદાર્થમાં કંઈક ઝેરી પદાર્થ નાખીને પીવડાવ્યો હતો કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે.

Advertisement

ગોંડલ શહેર પોલીસ દ્વારા પિતાની પણ સઘન પુછપરછ જ શરૂ કરવામાં આવી છે. શંકાસ્પદ ઘટનાને લઈને બંને બાળકોના ફોરેન્સિક પી.એમ કરવામાં આવશે. ગોંડલ શહેર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. કારણ કે, સમગ્ર કિસ્સામાં પિતા શંકાના ઘેરામાં છે.

આ પણ વાંચો : Kheda શિવયાત્રા પર પથ્થરમારાનો મામલો, 3 પોલીસકર્મીઓ સહિત 6 ઘાયલ, 15ની ધરપકડ

Tags :
Advertisement

.

×