Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Salangpur : અનિચ્છનિય ઘટનાઓ રોકવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો

અહેવાલ---ગજેન્દ્ર ખાચર, બોટાદ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે ભીંત ચિત્રોના વિવાદને લઇ ભાવનગર, અમરેલી અને બોટાદ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. કોઈ અનિચ્છનીય ઘટનાના બને તે માટે પોલીસ દ્વારા વજ્ર સહિતના વાહનો ગોઠવવામાં આવ્યા છે. સંતોમાં ભારે રોષ  સુપ્રસિદ્ધ સાળંગપુર...
salangpur   અનિચ્છનિય ઘટનાઓ રોકવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો
Advertisement
અહેવાલ---ગજેન્દ્ર ખાચર, બોટાદ
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે ભીંત ચિત્રોના વિવાદને લઇ ભાવનગર, અમરેલી અને બોટાદ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. કોઈ અનિચ્છનીય ઘટનાના બને તે માટે પોલીસ દ્વારા વજ્ર સહિતના વાહનો ગોઠવવામાં આવ્યા છે.
સંતોમાં ભારે રોષ 
સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે છેલ્લા ઘણા દિવસોથી 54 ફૂટની પ્રતિમા પાસે મુકાયેલા ભીત ચિત્રોને લઈ વિવાદ સર્જાયો છે ત્યારે આ વિવાદ દિવસેને દિવસે વકરતો જોવા મળી રહ્યો છે સનાતન ધર્મના  સાધુ સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.બે દિવસ પહેલા જે પ્રમાણે હર્ષદ પટેલ દ્વારા ભીંત ચિત્રો ઉપર કાળો કલર લગાવી અને તોડફોડ કરવામાં આવી ત્યાર બાદ મંદિર વિભાગ દ્વારા પોલીસને જાણ કરવામાં આવેલ અને મસ મોટો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.
પોલીસનો ખડકલો
આગામી દિવસોમાં અલગ અલગ સાધુ સંતો કે પછી સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો દ્વારા સાળંગપુર આવવની ચીમકીઓ આપી હોવાથી હાલ તો બોટાદ પોલીસ દ્વારા સતર્કતાને ધ્યાને લઇ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ચુસ્ત બંદોબસ્ત
સાળંગપુર મદિરમાં ફરી પાછી આવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે માટે  બે એસ.આર.પી ની ટુકડી, 5 ડી.વાય.એસપી, 10 પી.આઈ, 8 પીએસઆઇ,275 પોલીસ અને  115 જી.આર.ડી. અને હોમગાર્ડ બે શિફ્ટમાં ગોઠવવામાં આવ્યા છે. તેમજ વ્રજ સહિતના વાહનો પણ ગોઠવવામાં આવ્યા છે. ભાવનગર, બોટાદ, અમરેલીની પોલીસ બોલાવામાં આવી છે અને સમગ્ર સાળંગપુર કષ્ટભંજન મંદિરમાં પોલીસ જ જોવા મળી રહી છે.
 ભીતચિત્રોનો ઉકેલ શું
સાળંગપુર મદિરમાં જે પ્રમાણે ભીંતચિત્રો નો વિવાદ ચાલી રહ્યો છે તેને જોઈને લાગી રહ્યું છે કે જ્યાં સુધી આ વિવાદ નું કોઈ નિરાકરણ નહિ આવે ત્યાં સુધી ચોક્કસ અહીંયા પોલિસ બંદોબસ્ત રહેશે.પરંતુ હાલતો લોકોમાં એકજ સવાલ ઉભો થઇ રહ્યો છે કે શું ભીતચિત્રો કાઢવામાં આવશે કે નહીં કે પછી આમને આમ વિવાદ શરૂ રહેશે.
Tags :
Advertisement

.

×